________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[ ૧૩૩ સમુદાય કે અછાન્તરની આછી-પાતળી રેખા પણ મહારાજજીના મનમાં ભેદ પાડી શકી ન હતી. આ ઉપરાંત દુઃખી ગૃહસ્થ, તકલીફવાળા વિદ્યાથી વગેરે પણ મહારાજની પાસે આવતા અને તેમને યોગ્ય મદદ પણ તેવા પ્રકારના ભાગ્યવાન ગૃહ દ્વારા મહારાજજી કરાવતા. કોઈ વાર મહારાજજી કહેતા કે “આ માણસ ઠગ જેવો કે ધીઠો લાગે છે.” મદદ માટે આવનાર ગૃહસ્થવર્ગમાં કઈ કઈ અજૈન ભાઈઓ પણ આવતા. આવા કાર્યના સંબંધમાં મહારાજજીએ મને એક દિવસ કહેલું કે–આપણે અન્યને માટે શક્ય હોય તેટલા ઉપયોગમાં આવીશું તે જન્માંતરમાં એ બધા જીવો આપણી અનુકૂળતા માટે થશે.
૪૦. સમુદાયાન્તરના કે ગાન્તરના કેઈક સાધુઓ, તેમના પિતાના સમુદાયમાં કેગરછમાં કઈ પણ કારણે મનમેળના અભાવે ત્યાંથી જુદા થઈને, મહારાજ પાસે આવીને પિતાની પરિસ્થિતિ જણાવી, મહારાજજીની પાસે રહેવા માટે વિનંતિ કરતા, ત્યારે મહારાજજી તેમને પોતાની પાસે રહેવા માટે પ્રસન્ન મનથી અનુમતિ આપતા. આવા પ્રસંગો મહારાજજીના સહવત મુનિઓને કોઈક વાર રુચિકર ન લાગતા અને મહારાજજી સમક્ષ પોતાને અભિપ્રાય પણ જણાવતા. ત્યારે મહારાજજી કહેતા કે—ઘર છોડીને સાધુ થયું છે, જ્યાં છે ત્યાં તેના આત્માને કષાય થાય છે, તે સ્વસ્થ ચિત્તે જે સંયમ પાળે છે તે લાભ જ છે ને! તે ક્યાં જાય? આવનાર આવા મુનિઓમાં કઈક મુખમધુર અને અંદરથી કપટી હોય એવા પણ આવ્યા હશે, પણ તે મહારાજજીની પાસે ઝાઝું રહી શકયા નથી.
૪૧. પૂજ્યપાદ મહારાજજીની સાથે કાર્ય કરતાં કરતાં, સમય જતાં, થોડી-ઘણું સમજ આવ્યા પછી, ધ્યાન ખેંચે તેવી હકીકતે તરફ મારી નજર જતી. આને લક્ષીને પ્રસંગે પ્રસંગે હું મહારાજજીની સાથે ચર્ચા કરતા અને પૂછતો કે–સાહેબ! આ સંબંધમાં લેબ લખું? મહારાજજી મને ખૂબ જ શાંતિથી સાધકબાધકતા સમજાવતા અને ભારપૂર્વક હુકમના રૂપમાં આજ્ઞા કરતા કે—“અમૃત ! જે હકીકત યથાવતભાવે સમાજને મોટો વર્ગ સમજી ન શકે એવી હકીકતની જાણથી તેવા વર્ગમાં પારમાર્થિક રીતે હાનિ થવાને વધુ સંભવ છે. અલબત્ત, સમજદાર એટલે સાધક-બાધક કારણેને સમજીને પચાવનાર વ્યક્તિવિશેષ જાણે તે અનુચિત નથી. આપણે પંડિતાઈ અને શાસ્ત્રવાચનથી જે ખાસ લખવા-કહેવા જેવું છે તે તે એ છે કે જેને વાંચી-સાંભળીને માણસના કપાયે પાતળા-ઓછા થાય, તે પાપભીરુ, પરોપકારી અને સદાચારી બને.” આવી મતલબની પ્રેરણું મને અનેક વાર મળી છે. આજ ગુરુપૂર્ણિમાના પ્રભાતે આ સંસ્મરણો લખાયાં છે તેથી મનને ખૂબ જ આનંદ થયો છે.
मत्तियाओ अहं जाओ मणुओ जप्पसायओ। मुणिपुंगवाण ताणं पुण्णप्पाणं महेसीणं ॥१ आगमपहायराणं सुविहियसाहूण नाणजोगीणं । चरणकए पणईओ होंतु ममं पुण्णविजयाणं ॥२ सिरिविक्कमनिवसंवच्छरस्स नंद-च्छि-ख-जुगसंखस्स ।
गुरुपुण्णिमाए एय लिहियं 'अमएण' भत्तीए ॥३ અર્થ : જેમના પ્રસાદથી હું માટીમાંથી માણસ થયો તે મુનિપુંગવ પુણ્યાત્મા મહર્ષિ આગમપ્રભાકર સુવિહિત સાધુ જ્ઞાનયોગી શ્રી પુણ્યવિજયજી મહારાજના ચરણકમલમાં મારાં વંદન હે! શ્રી વિક્રમ સંવત ૨૦૧૯ની ગુરુપૂર્ણિમા (અષાડ સુદ ૧૫ )ના દિવસે ભક્તિથી અમૃતે આ લખ્યું છે.
[મૂળ તે આ સંસ્મરણ, પૂજ્યપાદ મહારાજજીની હયાતીમાં, વિ. સ. ૨૦૨૫ના વર્ષમાં દીક્ષપર્યાયષષ્ટિપૂર્તિ સમારોહ વડોદરામાં ઊજવાય તે નિમિત્તે પ્રગટ થયેલા “જ્ઞાનાંજલિનામે ગ્રંથ માટે, હું લખવાને હતો; પણ કંઈક એવી ઉપાધિઓ આવી પડી કે એ તે વખતે ન લખાયાં, તે છેક અત્યારે શ્રદ્ધાંજલિરૂપે લખાયાં.
For Private And Personal Use Only