________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨]
શ્રી આત્માનંદ પ્રકાશ આટલું કહેતાં તે ઝઘડતા બન્ને બાવાઓ ચીપિયા લઈને ઊભા થયા અને બેલ્યા કે—યા વિહારીદાસની Bણે હોતે હૈ? આવા વા વિદાવા વન! મા કરે! આટલું કહીને એ બેય બાવા બિહારીદાસજીને ધકકે ચડાવવા જાય તે પહેલાં સંત બિહારીદાસજી પોતાની ગોદડી લઈને ધર્મ શાળાની બહાર જતા રહ્યા. - “અમૃત ! આ સ્થિતિ છે સમાજની માટે આવા પ્રયત્નોમાં પડીએ તો સફળતા શક્ય નથી; આપણાં કામ, સમય અને શક્તિ બગડવાનો સંભવ છે.” આટલું અંતમાં મહારાજજીએ જણાવ્યું. મહારાજજીએ અહીં જણાવેલી વાત મેં શ્રી લાલભાઈને જણાવી હતી. - ૩૬, શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંચાલિત આગમપ્રકાશનના કાર્ય અન્વયે શ્રી અનુયોગદ્વારસૂત્રનું કાર્ય ચાલતું હતું. તદન્વયે મને મહારાજજીએ રાત્રે બોલાવેલ. અનુગારસૂત્રનાં સૂત્રોને સંખ્યાક્રમ આપવાનું કામ કરવાનું હતું. કામ કરતાં કરતાં લગભગ રાતના બાર વાગ્યા હશે. મહારાજજી જ્યારે કાર્યમાં પરોવાયા હોય ત્યારે સદાને માટે તેમની આકૃતિ અને આંખની વિશિષ્ટ પ્રતિભા ઉપસતી. આ વખતે પણ મેં મહારાજના સામે જોયું, દાઢી પણ ઠીક ઠીક વધેલી હતી, મારાથી સહજભાવે બેલાઈ ગયું“મહારાજજી ! આપ અત્યારે ઋષિ જેવા લાગો છો.” મહારાજજી બે મિનિટ સુધી તે કશું જ બેલા નહીં. પણ પછી તેમણે કહ્યું કે– અમૃત! તું નિશ્ચિત માનજે કે મારે આત્મા ગભૂમિને સ્પર્શે છે.” આ સમયની તેમની આંખ અને આકૃતિ જેવી હતી તેવી જ અત્યારે પણ મારી સામે મૂર્ત થાય છે, અને ધન્યતા તથા વિરહદુઃખ અનુભવાય છે. : ૩૭સંશોધન-સંપાદન સંબંધી યત કિચિત જે આવડત મને મળી છે, તે પૂજ્યપાદ મહારાજની જ પ્રસાદી છે એ એક હકીકત છે. અર્થાત આવા પ્રકારની આવડત તે મારી નહીં પણ મહારાજની જ છે. આથી હું જે કંઈ પ્રમાણિત કાર્ય કરે છે, અર્થાપત્તિએ, મહારાજજીએ કર્યું છે એમ હું સદાને માટે માનું છું. શ્રી અનુયોગઠારસૂત્રના સંશોધન પ્રસંગે એક રાત્રે મહારાજની સાથે બેઠો હતો ત્યારે મારાથી એક
સ્થાનને ઝડપથી નિર્ણય લઈને બેલી જવાયું. મહારાજજીએ સૂચક અને ગંભીર આંખે મારા સામે જોઈને કહ્યું –અમૃત ! તું ગયા ભવમાં કેણ હઈશ? મેં કહ્યું –અર્ધમાગધી-પ્રાકૃત ભણ્યા વિના પણ આ કાર્ય કરવામાં હું ઉપયોગી થાઉં છું તેમાં મુખ્યતયા આપશ્રીને અનુગ્રહપૂર્ણ ઉપકાર તે મુખ્ય છે જ, છતાંય ગત જન્મમાં કદાચ ગરજી (જતી) હઈશ ! મહારાજજીએ વાત પૂરી કરવાના ઢંગથી કહ્યું–તારી રીતરસમ ઉપરથી એટલું તે કહી શકાય કે તું ગયા જન્મમાં ગરજી-યતિ તો નહીં હોય પણ કઈ અતિચારસેવી સાધુ હઈશ. આગળ ચાલતાં તેમણે જણાવ્યું કે–“આટલાં વર્ષોના પરિચયથી મને લાગે છે કે આપણે ગત જન્મમાં સાથે હઈશું અને આવતા જન્મમાં પણ મળીશું. અમૃત ! આગના કામ માટે આપણે બીજે ભવ કરવો પડશે, અને તે વખતે આ જન્મનાં કાર્યો આપણને સવિશેષ બળ આપશે.” આ. વાત સાંભળી ત્યારે મારા મનમાં થયેલું કે–શું મહારાજજીના નેતૃત્વમાં સમગ્ર આગમ પ્રકાશિત નહીં થાય ? આ શંકા મેં મહારાજજીને જણાવી ન હતી. આ પ્રસંગ અમદાવાદનો છે,
૩૮. કેઈક કામ કરવા અમુક ગૃહસ્થને ગ્ય માનીને તે કામ માટે તે ગૃહસ્થને મહારાજજીએ સુચના કરી હોય. પણ જો તે ગૃહસ્થ મહારાજજીએ સૂચવેલા કાર્યને ઉવેખે તે મહારાજજીએ તે ભાઈને વિશેષ સમજાવવા કદી પ્રયત્ન કર્યો નથી. મહારાજજીએ આવી બાબતના સંબંધમાં મને એક વાર જણાવેલું કે—આપણે માનીએ કે આ કામ અમુક માણસ કરશે અને જે તે ન કરે તે તેમાં મુખ્યતયા તે આપણી ખામી માનવી જોઈએ. આ પ્રસંગ જવલ્લે જ બનેલ અને તેમાં મહારાજજીમાં એક ઉદાસીન યોગીનાં દર્શન થયેલાં.
૩૯. જે કોઈ મુનિ મહારાજ કે સાધ્વીજી મહારાજને પુસ્તક, પંડિત, દવા કે અન્ય વસ્તુની જરૂર હેય ત્યારે તેઓ મહારાજ પાસે આવીને કહેતાં. મહારાજ તેને અચૂક પ્રબંધ કરાવતા. આમાં સ્વપર
For Private And Personal Use Only