________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક કહ્યું કે—કલ નિકાલા ગયા થા, ફિર આજ હરામકા ખાને કે લિયે આયા હૈ? મહેનત-મજદૂરી કર, નિકલ યહાંસે !” આ સાંભળી બાદશાહ-ફકીરે પૂર્વવત રીતે જણાવ્યું કે “અચ્છા બેટા, જાતા હૂં.'
આ પ્રમાણે પરીક્ષક યજમાન રાજ બાદશાહ-ફકીરની પાસે જઈને વિનયથી ઉત્તરોત્તર વધુ ને વધુ પસ્તાવાપૂર્વક માફી માગીને તેમને પોતાના ઘેર ભોજન લેવા માટે નેતરી લાવે, અને જેમ જેમ ઘર નજીક આવે તેમ તેમ ઉત્તરોત્તર દિવસોમાં “કુત્તા, હરામી, કમીના આવા હલકા શબ્દ વાપરી બાદશાહ-ફકીરને તિરસ્કાર કરે. બાદશાહ-ફકીર પણ નેતરું મળે તે વખતે તથા તિરસ્કાર થાય તે વખતે પણ પૂર્વવત શાંતિથી જવાબ આપતા. આ રીતે પરીક્ષક યજમાને પોતાના ઘરના પગથિયા સુધી નેતરી લાવીને બાદશાહ-ફકીરને કુલ વીસ દિવસ સુધી તિરસ્કાર કર્યો. આ બધા દિવસમાં બાદશાહ-ફકીર પૂર્વવત્ અમીદ્રષ્ટિથી જવાબ આપતા.
એકવીસમા દિવસે પરીક્ષક યજમાનને આત્મા કંપી ઊઠ્યો. બાદશાહ-ફકીરને નેતરી ઘેર લાવી જમવા બેસાડ્યા. ફકીર જમે છે, યજમાનને આત્મા કકળીને મને મને કહેવા લાગ્યો–આવા સંતને સતાવીને હવે તારું શું થશે? ઝેરનાં પારખાં ન થાય, તે તે કર્યા ! તારી શી દશા થશે?” આવા આવા વિચારવમળમાં તેનું મન ભરાઈ ગયું અને એ મોટે અવાજે બાદશાહ-ફકીરના ખોળામાં માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગે. બાદશાહ-ફકીરે કહ્યું કે–બેટા, કયું રોતા હૈ? પરીક્ષક યજમાન બોલ્ય-આપ બાદશાહ છે, એ મેં બાવીસ દિવસ પહેલાં નકકી જાણી લીધું અને આપની ફકીરીની પરીક્ષા કરવા માટે મેં આપની સાથે જે વર્તાવ કર્યો તે મારો ગુને કદી માફ નહીં થાય. આમ બેલતાં બોલતાં પરીક્ષક યજમાન ખૂબ ખૂબ અકળાઈને રોવા લાગે. ફકીરે તેના વાંસા ઉપર હાથ ફેરવીને શાંતિથી જણાવ્યું કે–“બેટા ! ઇસમેં તેરી કોઈ કુસુર નહીં હૈ, તેરેમે શયતાન આયા થા ઇસસે તૂને એસા કિયા, અને શયતાન ચલા ગયા છે, તે કિસ લિયે રેતા હૈ? શયતાનને શયતાની કામ કિયા ઈસમેં તેરી કોઈ કસૂર નહીં હૈ. ખડા હે જા ઔર ગભરામત, ખુદાકી બંદગી ઔર હે સકે ઇતની ખેરાત કર, અબ ખુશ હે જા ! જિંદગાની લંબી હૈ, અછી કામ કર, તેરા અચ્છા હી હેગા!”
આ દૃષ્ટાંત કહ્યા પછી મહારાજજીએ જણાવ્યું કે—અમૃત ! કપાયનાં નિમિત્તો ન મળે ત્યાં સુધીની જુદી વાત, પણ કષાયનાં નિમત્તે મળતાં આત્મા જેટલે અંશે સમભાવ કેળવે તેટલે અંશે અમારી સાધુતા છે. બાકી તે કષાયનું નિમિત્ત થનારે પહેલ કરી અને તેના પછી જો આપણે તેને બદલે લઈએ તે આપણામાં અને કવાયના નિમિત્તભૂત વ્યક્તિમાં ઝાઝો ફરક ન કહેવાય,
અહીં મહારાજજી માટે અનેક વાર અનુભવેલી હકીકત જણાવું છું મહારાજજી પ્રત્યે અયોગ્ય રીતે વર્તનાર માણસને કોઈ ને કોઈ દિવસ પસ્તાવાને પ્રસંગ આવે તે રીતે મહારાજજીને તેની સાથે વ્યવહાર થતો હતો.
૩૨. એક વખત મને પ્રસંગવશ એક વ્યક્તિ ઉપર રેપભાવ થયો. મહારાજજીની પાસે જઈને બધી વાત જણાવીને મેં કહ્યું કે—હું તેમની સામે જાહેરમાં લખવાને છું. મહારાજજી અતિસ્વસ્થપણે સાંભળી જ રહ્યા; કશું જ ન બોલ્યા. થોડી વાર અન્ય સામાન્ય વાત કરતાં પ્રસંગ લઈને તેઓએ એક દષ્ટાન્ત કહ્યું, તે આ પ્રમાણે
એક ઠાકોરના ત્યાં નાની અશ્વશાળા હતી. એક દિવસ પડોશી દુશ્મને ઠાકરના સીમાડા ભાંગ્યા તેથી ઠાકરે તેની સાથે લડાઈ કરવાની તૈયારી કરી. લડવૈયાઓ અશ્વશાળાના બધા ઘોડા લઈને તૈયાર થયા. ઠાકોર અશ્વશાળામાં આવ્યા ત્યારે ત્યાં એક પણ ઘેડો ન હતે. અશ્વપાલકને પૂછતાં જણાયું કે દ્ધાઓ બધા ઘેડા લઈને તૈયાર થઈને ઉભા છે. ઠાકરે પિતાના માટે ઘડાની વ્યવસ્થા કરવાનું સૂચવતાં અશ્વપાલે જણાવ્યું: “ મહારાજ આ એક ઘડી જ બાકી છે અને તે જાતવાન છે. તેના પૂર્વજોએ આપના પૂર્વજોને લડાઈઓમાં ખૂબ
For Private And Personal Use Only