________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪]
શ્રી આત્માનંદ પ્રકાશ કઈ જરૂરી કામ માટે તેને ઉપયોગ કરી શકાય, આ હેતુએ તેમને કંઈક સૂચવ્યું હોત તો કેમ?” મહારાજજી ખૂબ જ ગંભીર થઈને બોલ્યા કે “અમૃત ! મારા કામનું મહત્વ હશે તો તે માટેના ખર્ચને પ્રબંધ જે તે સમયે થશે જ, એટલી દઢ માન્યતા છે. બાકી, ઉપાસકેની રકમ અગાઉથી એકત્રિત કરીને કોઈ એક વ્યક્તિના ત્યાં જમા કરાવવાનાં પરિણામ સારાં આવ્યાં નથી. આ સંબંધમાં મારી પાસે કેટલાક દાખલા પણ છે. આથી જ આવી રકમ એકત્રિત કરીને મારે પેઢાં (પેઢી) ચલાવીને અર્થના વમળમાં અટવાઈ જ્ઞાનના કાર્યને ખલેલ પાડવી નથી. આવી બાબતો સાધુજીવનને તે બાધક છે જ, ઉપરાંત ભાવિક ઉપાસકાને ક્રમશઃ
અશ્રદ્ધાને માર્ગે દોરનારી છે એ નિશ્ચિત સમજજે.” ખરેખર, મહારાજજીએ પોતાના કાર્ય માટે પૈસાની ચિંતા ભાગ્યે જ કરી હશે. ( ૨૧. મહારાજજી અતિ મહત્વના સંશોધનકાર્યમાં તલ્લીન થયા હોય તે સમયમાં પણ કોઈ મુનિ છે ગૃહસ્થની અંતિમ બીમારીના પ્રસંગમાં કોઈ આરાધના કરાવવા માટે બોલાવવા આવે તો મહારાજજી, ક્ષણને પણ વિલંબ કર્યા વિના, તરત જ જતા અને તે તે બીમાર વ્યક્તિના ચિત્તની શાંતિ થાય તે રીતે આરાધના સંભળાવતા. આ કર્તવ્યની યાદ આપતાં મહારાજજીએ મને એક દિવસ કહેલું કે આ મોટા શેઠિયાઓને ત્યાં,
જ્યારે અંતિમ બીમારી હોય ત્યારે, મોટે ભાગે તે ડોકટરની સૂચના જ એવી હોય છે કે બીમારની પાસે કઈ જઈ જ ન શકે. આ રિથતિમાં આ વસ્તુ પ્રાયઃ આપણી પરંપરાથી અને પારમાર્થિક રીતે પણ સંગત નથી.
આવા પ્રકારની કર્તવ્યનિષ્ઠાને એક પ્રસંગ જણાવું છું.
અમદાવાદમાં લુણસાવાડા-મટી પળના ઉપાશ્રયે રેજના કમ મુજબ એક દિવસ હું ગયો. મહારાજને વંદન કરીને બેઠો ને તરત જ મહારાજજીએ કહ્યું કે “ચાલ, આપણે ચીમનભાઈ કડિયાના ત્યાં જવું છે.” (આ દિવસોમાં શ્રી ચીમનલાલ કડિયા કેન્સરની અસાધ્ય બીમારીમાં હતા.) મેં પૂછયું : “કેઈએ કહેવરાવ્યું છે?” મહારાજજીએ જણાવ્યું: “એમાં કહેરાવવાનું શું ? જે કોની સાથે પ્રસંગવશ બોલવા-લખવાને પ્રસંગ બ હેય તેમની સાથે, જ્ઞાનીઓએ ચીધેલા માર્ગને અનુસરીને, મનઃસમાધાન અને ખામણાં કરવાં જ જોઈએ. આ હકીકત ભગવાનના ઉપદેશની મહત્ત્વની મુખ્ય બાબતોમાંની એક છે.” પછી અમે બે શેખના પાડામાં શ્રી કડિયાના ઘેર ગયા. ઉપર જઈને જણાવ્યું કે પુણ્યવિજયજી મહારાજ સાહેબ પધાર્યા છે. શ્રી કડિયા તરત જ અંદરના ઓરડામાંથી બહારના ભાગમાં આવ્યા અને મહારાજજીને વંદન કર્યું. ત્યાર પછી મહારાજજીએ કહ્યું: “ચીમનભાઈ ! આપણે અહીં જે કંઈ વિવાદ આદિ થયું છે તે બધું અહીં જ મૂકવાનું છે. એની આછી-પાતળી પણ રેખા જો રહી જાય તે જન્માંતરમાં પણ શીંગડાં માંડવાં પડે અને કાયાધીન પીડાએ આપણે જ ભોગવવી પડે.” આ અને આ ભાવનું સૂચન કરીને–
सावज्जजोगविरई उकित्तण गुणवओ य पडिवत्ती।
खलियस्स निदणा वणतिगिच्छ गुणधारणा चेव ।। આ ગાથા ઉપર મહારાજજીએ લગભગ અર્ધા કલાક સુધી એવું હૃદયંગમ પ્રવચન કર્યું કે જેથી મને પણ એમ જ થયું કે-મહારાજજી બેલે જ જાય અને હું સાંભળે જ જાઉં ! “શ્રી કડિયાની આંખ પણ ભીની થઈ ગઈ અને મહારાજના ચરણને પકડીને ભાવભીના સ્વરે બોલ્યા કે-“સાહેબ ! મારા ઉપર આજ ખૂબ ઉપકાર કર્યો.”
અહીં અંતસમયની આરાધનાને મહિમા અને મહારાજજીનું કાણું અંતર પ્રતિબિંબિત થાય છે.
રર. પ્રાયઃ વિ. સં. ૧૯૯૯ની સાલમાં કેટલાક સંબંધીઓ દ્વારા મને પ્રેરણા મળી કે બીડીઓને ઘધે કરવામાં સારી કમાણી થઈ શકે તેમ છે. એક રાત્રે મહારાજજી પાસે જઈને મેં જણાવ્યું કે મહારાજજી !
For Private And Personal Use Only