________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[ ૧૬૫ હું ધધ કરું ? કુતૂહલ થયું હોય તેવી દષ્ટિથી મહારાજ બોલ્યા : ધધો ? મેં કહ્યું : હા, બીડીઓના ધંધામાં પ્રાપ્તિ સારી થાય તેમ છે. મહારાજજીએ જણાવ્યું ઃ આમાં મને કંઈ ખબર પડે નહીં, પણ જે કરે તે બરાબર વિચારીને કરજે. મેં જણાવ્યું કે સાહેબ ! બધે વિચાર કર્યો છે અને તેમાં સારું છે. પછી મહારાજજીએ કહ્યું કે તે વિચાર તે કર્યો હશે, પણ પેલા ભરડાજીના શિષ્યના જેવો વિચાર ન થાય તેની ચોકસાઈ રાખવી. આમ કહીને પ્રસ્તુત ભરડાનું દૃષ્ટાંત આ પ્રમાણે કહ્યું—એક ગામમાં ગુરુ અને શિષ્ય ભરડાજી રહે. ગુરુજી શિષ્યને પ્રસંગે પ્રસંગે કહે કે બચ્ચા ! જ્યારે કોઈ પણ કામ કરવું હોય ત્યારે ખૂબ સોચી-સમજીને કરવું. શિષ્ય પણ ગુરુના વચનને આદર કરતા. એક દિવસ સવારમાં શિષ્ય દાતણ કરવા બેઠો હતો ત્યારે સામેના વાડામાં ઊભેલા બળદ ઉપર શિષ્યની નજર પડી, શિષ્યને વિચાર થયે કે “આ બળદનાં બે શીગડામાં મારું માથે આવી શકે કે કેમ? તે નક્કી કરવું જોઈએ.” શિષ્યને બળદનાં શીંગડાંમાં માથું મૂકવાને વિચાર આવ્યો. તે સાથે જ ગુરુજીની “બહુ સચી-સમજીને કામ કરવાની શિખામણ પણ યાદ આવી. એટલે શિષ્ય ઉતાવળ ન કરતાં આ સંબંધને નિર્ણય કરવા માટે અંગત વિચારવા માંડયું. આમ છ મહિના સુધી વિચારીને તેણે નિર્ણય કર્યો કે બળદનાં બે શીંગડાં વચ્ચે માથું મૂકવું. અને શિષ્ય એમ કર્યું પણ ખરું ! માથું મૂકતાં જ બળદે શિષ્યને ઊંચા કરીને પટક્યો. બૂમ પાડીને શિષ્ય ઊભો થવા જતા હતા ત્યાં તો તેની બૂમ સાંભળીને ગુરુજી આવ્યા. ગુરુજીએ બૂમ પાડવાનું કારણ પૂછતાં શિષ્ય બળદે પછાડ્યાની વાત કરી. ગુરુજી કહેઃ બેટા! હું તને કાયમ કહું છું કે બહુ સચી-સમજીને કામ કરવું. ત્યારે વળતે શિષ્ય બોલ્યા કે ગુરુજી! એક-બે દિવસ નહીં, છ મહિના સુધી વિચાર કરીને પછી મેં બળદનાં શીંગડાંમાં માથું મૂકવું, તોય મને પછાડ્યો !
આ સાંભળીને હું સમજ્યો કે મહારાજજી મને ના નથી કહેતા, પણ હું બીડીઓને ધંધો કરું તે મહારાજજીને રુચિકર તે નથી. મેં ધંધે ન કર્યો.
૨૩. જેસલમેરના જ્ઞાનભંડારોના સમુદ્ધાર માટે પૂ. પા. મહારાજજીએ જયારે ગુજરાતમાંથી વિહાર કર્યો ત્યારે વિહારમાં આવતાં જે ગામમાં પિતાથી મેટા મુનિમહારાજો વિરાજમાન હતા તેમની પાસેથી તેમણે જેસલમેરના ભંડારોના સમુદ્ધારકાર્યની સફળતા માટે વિનમ્રભાવે શુભાશીર્વાદ મેળવ્યા હતા. મહારાજજીના વિનમ્રભાવ માટે ગુજરાતના સુપ્રસિદ્ધ લેખક શ્રી ધૂમકેતુભાઈએ લખેલા “હેમચન્દ્રાચાર્ય' પુસ્તકની પ્રસ્તાવના લેખકનું નિવેદન” માં લખ્યું છે કે
હું જ્યારે પાટણ ગયો ત્યારે મહામુનિ શ્રી પુણ્યવિજયજીને મળવાને મને પ્રસંગ મળ્યો. “વિદ્યા વિનયન શોભતે –એ સૂત્રને સદેહે જોવાથી જે આનંદ માણસને થાય તે આનંદ મને થયો. એમની અગાધ વિદ્વત્તા અને અભુત વિનમ્રતા ભરેલા વાતાવરણમાંથી મને હેમચંદ્રાચાર્યના જીવનઆલેખ વિષે કંઈક નવીન જ વસ્તુદર્શન થયું. હું એમને અત્યંત ઋણી છું કે એમણે પોતાના અમૂલ્ય સમયમાંથી થોડી પળ મને આપીને મારા કાર્યને પ્રેત્સાહન આપ્યું છે, ને નાજુક તબિયત છતાં પ્રસ્તાવનાને શ્રમ ઉઠાવ્યો છે. ગુજરાતી વિદ્વત્સસમાજના એ નિર્મળ રત્નને હું નમ્રતાથી વંદુ છું.” (પૃ. ૫-૬)
ઉપર લખેલો પ્રસંગ પણ શ્રી ધૂમકેતુભાઈની હકીકતને ઘાતક છે.
૨૪. જેસલમેર જતાં રાણુંજ ગામના મુકામ પછી પાટણ આવવા માટે મહારાજજીએ વહેલી સવારે વિહાર કર્યો ત્યારે રેલમાર્ગની બાજુની કેડીમાં તેઓ ચાલતા હતા અને મનમાં પાઠ કરતા હતા. ચાલતાં ચાલતાં નાળું આવ્યું અને મહારાજજી સાત-આઠ ફૂટ નીચે પડી ગયા. જો કે કઈ મહાવ્યથા ન થઈ, પણ પગમાં પીડા જણાઈ. પાટણ શ્રીસંઘના કેટલાય ભાઈઓ પાટણથી લગભગ બે માઈલ સુધી સામે આવેલા તેમાં હું પણ હતા. મહારાજજીએ પડી જવાની વાત કોઈને પણ ન કરી. પાટણમાં સામૈયું, વ્યાખ્યાન વગેરે પતી ગયું
For Private And Personal Use Only