SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૬૧ મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક કેઈક ઉદ્યોગ કરતા હેત.” તરત જ મહારાજજીએ કહ્યું કે “શાથી કહે છે ?” મેં ઉપર જણાવેલા ડબી તોડવાના પ્રસંગની યાદ આપી. મહારાજજી પણ હસ્યા અને બોલ્યા કે “બહુ જૂની વાત યાદ કરી !” ૧૦, સાગરના ઉપાશ્રય (પાટણ)માં હું મહારાજજીની સાથે સંશોધનકાર્યમાં બેઠા હતા ત્યારે બીજા ઉપાશ્રયેથી પધારેલા એક મુનિ મહારાજ (મને નામનું સ્મરણ નથી) આવ્યા અને મહારાજજીને વંદન કરવા લાગ્યા. આગંતુક મુનિશ્રીએ એક ખમાસમણ દીધું, ત્યાં તો મહારાજજીએ જણાવ્યું કે “આપ મને વંદન ન કરશો. હું આપની પાસે પાઠશાળામાં ભણેલો છું. આપ મારા ગુરુસ્થાનીય છે.” આટલું કહીને મહારાજજીએ જણાવ્યું કે “આપ પૂર્વાવસ્થામાં જસરાજભાઈ માસ્તર ખરા ને ?” (મને સ્મરણ છે ત્યાં સુધી માસ્તર સાહેબનું નામ જસરાજભાઈ કહેલું.) આવનાર મુનિશ્રીએ “હા” કહી અને આનંદિત થઈને જણાવ્યું કે “આપની બાલ્યાવસ્થાની સ્મૃતિ પણ કેવી કંથાવત્ રહી છે !” અહીં વિદ્યાદાતા પ્રત્યે મહારાજજીને બહુમાનભાવ સ્પષ્ટ થાય છે. ૧૧. પાટણ-સાગરના ઉપાશ્રયમાં પં. શ્રી વિજયજી મહારાજ પણ હતા. પગે કંઈક ખામી હોવાથી ચાલતાં તેમને પગ લંઘાતો. એક સાંજે હું કામ કરીને ઘેર જતાં પહેલાં મહારાજજી પાસે બેઠા હતા. તે વખતે શ્રી ધર્મવિજયજી મહારાજ પણ થોડી હળવી આનંદની વાત કરીને ઊઠયા, ચાલવા માંડ્યા, ત્યારે પગ લંધાતો હતો. તે જોઈને મહારાજજી વિનોદમાં બોલ્યા કે ઘર્મા | તિઃ | આ સાંભળી શ્રી ધર્મવિજયજી મહારાજ ખૂબ હસ્યા અને બોલ્યા કે “ના, ને સાહેબ, જુઓ ઇશ્ય વરિતા તિઃ છે !” આમ કહીને ઉતાવળે ચાલી બતાવ્યું. આવો કઈ કઈ વિનોદને પ્રસંગ પણ બનતો. ૧૨. બહક૯પસૂત્રના મુદ્રણ સમયમાં જ્યારે મુંબઈથી પુફ આવે ત્યારે તેને હસ્તલિખિત પ્રતિએ. સાથે મેળવીને સુધારવા માટે પૂ. પા. ગુરુજી અને મહારાજની સાથે હું પણ બેસતે. એક એક હસ્તલિખિત પ્રતિ ગુરુજી અને મારી પાસે રહેતી, બીજી પાંચ પ્રતિએનાં પાનાં પણ સાથે જ બાજુમાં ચટાઈ ઉપર રાખતા. એક દિવસ આ કામ ચાલતું હતું અને પ. પૂ. શ્રી રવિવિજયજી મહારાજ (બાપજી મહારાજ) પાણીની ઘડી લઈને ગુરુજીની પાસે મૂકવા આવ્યા. ઘડી કાચી માટીની હશે કે ગમે તેમ પણ બાપજી મહારાજના હાથમાં કાંઠેલો રહ્યો અને ઘડીને શેષ ભાગ પાણી સાથે નીચે ચટાઈ ઉપર મૂકેલી તાડપત્રીય પ્રતિ ઉપર પડ્યો. મહારાજજીએ અતિ સ્વસ્થતાથી, જરાય આકુળતા વગર, પોતે અને તેમની સૂચનાથી મેં બધાં પાનાં લઈને ગ્લાટીંગ પેપરનું પડ તોડીને તરત જ તેનાથી પ્રતિનાં પાનાં ઉપરનું પાણી ચુસાવી લીધું અને પ્રતિ યથાવત કરી. મહારાજજીને જરાય અકળામણ કે અણગમે ન થયા. બાપજી મહારાજને શાંતિથી જણાવ્યું કે હવે ઘડી લાવો ત્યારે નીચે પથી મૂકી હોય તેના ઉપર ન આવે એ રીતે લાવજે. ૧૩. પૂ. પા. મહારાજજી જ્યારે પણ ઉપાશ્રયની બહાર જતા ત્યારે તેઓ દાદાગુરુ શ્રી પૂ. પા. પ્રવર્તકજી મહારાજને જણાવી તેમની અનુમતિ છે તે જ જતા. પ્રવર્તકજી મહારાજજીના કાળધર્મ પછી તેઓ પૂ. પા. ગુરુજીને જણાવી તેમની અનુમતિ લઈને જતા. પૂ, પા. ગુરુજીના કાળધર્મ પછી પોતાના વડીલ ગુરભાઈ આચાર્ય શ્રી વિજેયમેઘસૂરિજી મહારાજને જણાવીને જતા, અને તેમના પણ કાળધર્મ પછી પિતાથી નાના મુનિઓને પણ જણાવ્યા સિવાય મહારાજજી કઈ દિવસ ઉપાશ્રયની બહાર જતા નહીં. મહારાજજી જ્યારે ઉપાશ્રયની બહાર જતા ત્યારે નિરપવાદરૂપે લલ્પિનિધાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજનું એકવીસ વાર નામસ્મરણ કરીને જ જતા. ૧૪. પાટણનિવાસી શેઠ શ્રી જીવણલાલ લલુભાઈનાં બાળવિધવા બહેન શ્રી મંગુબહેન મહારાજ પાસે લાંબા સમય સુધી ભણેલાં અને અભ્યાસના પરિણામે ક્રમે કરીને શ્રી મંગુબહેને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો અને તે For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy