________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬o]
શ્રી આત્માનંદ પ્રકાશ સારી રીતે આપી શકાય; દેવપૂજા, પ્રતિક્રમણ, શક્તિ મુજબ તપસ્યા તેમ જ કંદમૂળાદિ ભેજનને અને રાત્રી ભોજનને ત્યાગ વગેરે નિયમોનું દરેક વિદ્યાર્થિને ફરજિયાત નિયમથી પાલન કરાવી શકાય. આ જણાવ્યા પછી શ્રી કાંતિલાલભાઈએ મહારાજજીને અભિપ્રાય પૂછ્યું, ત્યારે મહારાજજીએ જણાવ્યું કે “બહુ મેટું કામ છે, તે સંબંધમાં તમે વિચારીને યોગ્ય કરશો જ. પણ તમારી કેઈ પણ સંસ્થામાં તમે કોઈ અમુક જ સાધુ મહારાજને મુખ્ય રાખશો નહિ. જો તમે અમને તેમાં લાવશો તે તે સંસ્થાની સ્થિરતા જોખમાશે. વિદ્યાર્થીઓના ધાર્મિક નિયમપાલનની વાત યોગ્ય છે. છતાં એટલું ચક્કસ સમજજો કે ધાર્મિક આચાર પ્રત્યેના નિયમોને વિદ્યાર્થી એ કેવળ એક પ્રકારના બોજરૂપ ગણે તેવું ન બને તેને ખ્યાલ રાખી તે પ્રત્યે તેમની અંતરની લાગણી દઢ થાય તે પ્રબંધ ખાસ કરજો. અહીં એક વાત જણાવી દઉં કે આગેવાન ગૃહસ્થ તેમના બાળકોને જે આ રીતે સંસ્કારો આપવામાં ઉદાસીન હશે અને તે વાત જે સમાજની સંસ્થાના વિદ્યાથીઓ જાણશે તે વિદ્યાથીઓ આગેવાનોને જુદી રીતે જોશે, એ સંભવ ખરે.”
૭. એક વખતે કામ કરીને મહારાજ પાસે બેઠેલે ત્યારે તેમની દીક્ષાનાં પ્રારંભનાં વર્ષોની એક વાત મહારાજજીએ કહીઃ “પ્રકરણગ્રંથની પ્રત, દશવૈકાલિક સૂત્રની પ્રત, એકબે ચરિત્રની પ્રતઆવા થોડા ગ્રંથો મારી પાસે રહેતા, તેને હું લાકડાના ડબામાં મૂકતે, અને જે કોઈ છાપાં આવતાં તેમાંથી ચિત્ર જુદાં કાઢીને હું મારા ડબામાં રાખો.” મેં કહ્યું: “આપની કલાસામગ્રીની પારખનું મૂળ આપની બચપણની ચિત્રસંગ્રહની આવી લગન હેય એમ લાગે છે.” મહારાજજીએ કહ્યું : “એ તે એવું છે ભાઈ !”
૮. મહારાજજી જ્યારે પણ સંશોધનકાર્ય કરતા ત્યારે તેઓ મન-વચન-કાયાથી કાર્યમાં તલ્લીન થઈ જતા, આ હકીકત મેં પહેલાં જણાવી જ છે. આ અનુભવ મહારાજજી પાસે જનાર વ્યક્તિઓને પણ થયો હશે જ. અહીં આ સંબંધને એક પ્રસંગ જણાવું છું. ગુજરાતના પ્રસિદ્ધ નટ પદ્મશ્રી શ્રી જયશંકરભાઈ (સુંદરી) એક વાર પાટણ આવેલા. આ દિવસોમાં તેઓ અમદાવાદ રહેતા હતા અને પૂ. પા. મહારાજજી પણ અમદાવાદમાં હતા. આથી મેં સહજણાવે શ્રી જયશંકરભાઈને પૂછયું કે કોઈ વાર મહારાજજી પાસે જાઓ છો ? શ્રી જયશંકરભાઈએ જણાવ્યું કે “મહારાજજીનાં દર્શન કરવા જવા માટે ઘણી વાર મન થાય, પણ એક જ વાર હું વંદન કરવા ગયા. ગાનુયોગે બીજા મુનિમહારાજ ક્યાંક ગયા હશે અને મહારાજજી તેમના કાર્યમાં મગ્ન હતા. કાર્યરત મહારાજજીને જોઈને હું ખૂબ પ્રભાવિત થયે. પાંચેક મિનિટ દૂર ઊભે રહ્યો અને મને મનમાં થયું કે “જયશંકર ! તારે કઈ ખાસ કામ તે છે જ નહીં, દર્શન તે થયાં જ છે, હવે મહારાજજીના મહત્વના કાર્યમાં અંતરાય શા માટે આપ ?” બસ, આટલું વિચારીને હું ત્યાંથી મારા ઠેકાણે ગયેલ.”
૮. રાજના નિયમ પ્રમાણે મહારાજજીને વંદન કરીને કામ કરવા બેસતો. તે મુજબ એક દિવસ (પ્રાયઃ વિ. સં. ૧૯૯૩-૯૪માં) વંદન કરવા ગયે ત્યારે મહારાજજી જાપાનની બનાવટની દંતમંજનની લાકડાની ડબી તોડીને તેના ભાગો તપાસી રહ્યા હતા. મેં વંદન કરીને પૂછયું કે “મહારાજજી! આપ શું તપાસો છે?” મહારાજજીએ જણાવ્યું કે “આ ડબી પાવડર સાથે એક આનાની આવે છે. બે પૈસાને પાવડર ગણીએ તે ખાલી ડબી બે પૈસાની ગણાય. મારે એ જાણવું હતું કે આ ડબીનું ઢાંકણું ઊઘડવાના બદલે ધક્કો લગાવવાથી અંદર શી રીતે જાય છે? હવે તેની રીત સમજાઈ એટલે બે પૈસામાં આટલું જાણ્યું:
આ પ્રસંગ પછી આશરે ૧૫-૧૭ વર્ષ પછી એક દિવસ મહારાજજી વિનોદમાં બેઠા હતા ત્યારે તેમણે મને પૂછ્યું કે “અમૃત ! મેં દીક્ષા ન લીધી હોત તો હું શું થયું હોત?” આ સાંભળી પ્રથમ તે મારાથી હસી જવાયું. છતાં મારી દષ્ટિએ મારા પાસે જવાબ હતો તેથી મેં કહ્યું કે “આપ યંત્રો બનાવવા જે
For Private And Personal Use Only