SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - કાકા કાનના ત મા કપના છે તે ટળવ્યા ડાગાગો માં મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૧૫૮ તેઓશ્રી અનેક પાષાણશિપ અને શિલાલેખોની ભાળ મેળવતા; અને ડે. પંડ્યા અભ્યાસગૃહનાં મુખ્ય નિયામક શ્રી દવે સાહેબને જણાવીને તે તે શિલ્પ ડો. પંડ્યા અભ્યાસગૃહને નાનકડા સંગ્રહાલયમાં મુકાવતા. એક વખત પાટણ સુધરાઈ તરફથી વર્તમાન પાટણની બહાર શ્રી કાલિકા માતાના મંદિર પાસેની ખાઈમાં, જરા આગળ, જૂના પાટણને કિલ્લા આગળની ઊંચી ભૂમિમાંથી પથ્થરો કાઢીને, તેને ત્યાં ને ત્યાં જ તેડી સડક બનાવવા માટે નાના ટુકડા કરાવવામાં આવતા હતા. આવા ટુકડાને સડી. દરવાજાની બહારના ભાગમાં જોયો. તેમાં સુંદર શિલ્પના ટુકડા જેવાથી, શ્રી દવે સાહેબને જણાવીને, તેમના દ્વારા તે વખતના પાટણ સુધરાઈના ચેરમેન શ્રી વસનજીભાઈ દ્વારા જેમાં શિલ્પકળા હોય તે પથ્થર નહીં તેડવાને અમલ કરાવ્યો હતો. રેજના ક્રમ મુજબ મહારાજજી એક વખત વર્તમાન પાટણથી આસરે એક માઈલ દૂર સરસ્વતી નદીના કાંઠા ઉપર આવેલા શેખ ફરીદના રોજામાં ગયા. આ રાજમાં ઇતિહાસપ્રસિદ્ધ બહેરામખાનની પણ કબર છે. આ રોજાના મુખ્ય પીરસાહેબની કબરની બિલકુલ નજીકમાં એક કાળા પથ્થરની ઉપરથી ગોળ અને નીચેથી ચરસ એવી લાંબી શિલાને પણ તેમણે જોઈ. ઉપાશ્રયે આવીને બપોરે મહારાજજીએ મને કહ્યું કે “શેખ ફરીદના રોજામાં મુખ્ય કબરની નજીક લાંબી મૂર્તિ ઊંધી પાડેલી હોય એમ લાગે છે. આ માટે હું પ્રયત્ન કરું છું. પણ તે પહેલાં તું ત્યાં જઈને જોઈ લે.” બે ચાર દિવસ પછી મહારાજજીએ તે સમયને વહીવટદાર સાહેબ (મામલતદાર)ને સૂચના કરી. વહીવટદાર સાહેબે જણાવ્યું કે મુખ્ય કબરને કશું જ નુકસાન થાય તેમ ન હોય તો તે શિલા ઉપાડીને જોઈ શકાશે, અને તે જે મૂર્તિ હશે તે ત્યાંથી ખસેડી પણ શકાશે. ત્યાર બાદ બીજે દિવસે મને વહીવટદાર સાહેબની સાથે મોકલ્યા. મહારાજજીએ સૂચવેલી કાળી શિલા ઉપાડી તે તે ખંડિત મસ્તકવાળી વિષ્ણુ ભગવાનની મૂર્તિ નીકળી. આ મૂર્તિને તે વખતે વહીવટદાર સાહેબની કચેરી પાસે મુકાવી હતી. ૪. પાટણમાં શ્રી હૈમસારસ્વત સત્ર પ્રસંગે પૂ. પા. મહારાજજીએ માઈક આગળ બેસીને વ્યાખ્યાન આપેલું. ઉપાશ્રયે આવ્યા પછી મહારાજજીના ખાસ ઉપાસક પાટણના સ્થાનિક આગેવાન વયોવૃદ્ધ બે શ્રેષ્ઠીઓએ મહારાજજીને પૂછયું કે માઈક આગળ સાધુથી બોલી શકાય ? આ સમયે મહારાજજી ધારત તે શાસ્ત્રની પરિભાષાથી, અપેક્ષાભેદે, પ્રસંગને ઘટાડી શક્ત. પણ મહારાજજીએ તે ઉત્તરમાં એટલું જ કહ્યું કે “મને મારા માટે ઉચિત લાગ્યું તેથી બોલ્યો છું. આમ છતાં આમાં શ્રીસંઘને હું દે ષિત લાગતો હોઉં તે શ્રીસંધ મને જે કંઈ દંડ ફરમાવશે, તે ભેગવવાની મારી આવશ્યકીય ફરજ ગણીશ.” પ. એક નવા યુગના વિચારક ગણાતા ભાઈએ મહારાજને એક સુધારક મુનિસ્વરૂપે માનીને મહારાજજીને જણાવ્યું કે “માકુભાઈ શેઠ-શેઠ શ્રી માણેકલાલ મનસુખભાઈએ-સંઘ કાઢીને પૈસાને ખેટે ધુમાડે કર્યો; આ છે આપણા જૈન સમાજની સ્થિતિ !” આ સાંભળીને મહારાજજીએ ગંભીરતાથી જણાવ્યું કે “હું એમ પૂછું છું કે માકુભાઈ શેઠે સંધ ન કાઢયે હોત અને નાચ-ગાન કે રંગ-રાગમાં લાખો રૂપિયા ઉડાવ્યા હેત તે તમે મને કહેવા આવત? અને આવી વિલાસી ઉડાઉગીરી મેટા જૈન ધનિડેમાં સર્વથા નથી એમ તમે માને છે ? જે નથી માનતા તે, એવા જે કઈ હોય તેમના રૂપિયાના ધુમાડાની વાત શા માટે થતી નથી ? મને તે એમ જણાય છે કે જ્યારે જ્યારે કોઈ ગૃહસ્થ ધાર્મિક કાર્યમાં દ્રવ્યવ્યય કરે છે ત્યારે જ નવયુગના કેટલાક ભાઈઓ તેમના તે દ્રવ્યવ્યયને નિરર્થક કહે છે.” ૬. એક વખતે સમાજના સક્રિય હિતચિંતક શેઠ શ્રી કાંતિલાલભાઈ ઈશ્વરલાલ પાટણમાં પૂ. પા. મહારાજજી પાસે આવેલા. તેમણે જણાવ્યું કે જૈન યુનિવર્સિટી કરવા માટે અમે મુંબઈમાં વિચારીએ છીએ, જેથી જૈન વિદ્યાર્થિઓને વર્તમાન રાજકીય-રાષ્ટ્રીય વ્યાવહારિક શિક્ષણ ઉપરાંત ધાર્મિક શિક્ષણ પણ For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy