________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
શ્રી આત્માનંદ પ્રકાશ આ વિ. સં. ૧૯૯૩માં જ્યારે મને શ્રી નિશીથસૂત્રની ચૂર્ણની પ્રેસકોપી કરવાનું કાર્ય સોંપ્યું ત્યારે હું મહારાજજીની પાસે શંકાઓનું સમાધાન મેળવવા વારંવાર જો, અને મહારાજ મને શાંતિથી સમજાવતા. આથી મને પણ તેમની પાસે બેસવા-બેસવાની હિંમત આવી, એટલું જ નહીં, કમે ક્રમે મારી પ્રત્યેક જિજ્ઞાસાને સમજાવવામાં કઈ કઈ વાર બે-ત્રણ કલાક જેટલો સમય પણ તેઓ આપતા. આ દિવસે જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે ધન્યતા અનુભવાય છે.
૧. પૂજ્યપાદ ગુરુજીના દેહવિલય (વિ. સં. ૧૯૯૬ ) પછી પ્રારંભમાં તે મહારાજને પિતાને વ્યવહાર કેમ નભશે એની કંઈક ચિંતા અને વિમાસણ થયેલી; પણ આવા જ્ઞાનયોગી ગુરુને સમજનાર શ્રાવકે પણ કેટલીક અનુકૂળતા કરી આપે અને તેમને બોલતા પણ કરે. તે સમયના સાગર ગરછના ઉપાશ્રય (પાટણ)ના વહીવટકર્તા શેઠ શ્રી અમૃતલાલભાઈ સૂરજમલ ઝવેરીએ પૂ. પા. મહારાજજીને જે કઈ ચીજ-વસ્તુની આવશ્યકતા હોય તે સંબંધમાં નિશ્ચિંત રહેવા જણાવ્યું હતું. ધીમે ધીમે મહારાજજી, તેમની પાસે આવનાર આબાલવૃદ્ધ જનેની સાથે યોગ્ય વાર્તાલાપ કરતા થયા. ઉત્તરોત્તર સમય જતાં પરિવર્તન એ આવ્યું કે ક્રમે કમે મહારાજજીને સમય અન્યાન્ય કાર્યોમાં રોકાવા લાગે, તેથી તેઓ સંશોધનકાર્ય મોડી રાત સુધી કરવા લાગ્યા. જેમાસાના દિવસોમાં મહારાજજી વહેલા સૂઈ જતા અને રાત્રે બે-ત્રણ વાગે ઊઠીને કામ કરતા, જેથી ઊડતા જંતુઓ માર્ગની બત્તીઓ આગળ કૂદાકૂદ કરીને થાકી જવાથી કામ કરતાં અડચણરૂપ થતા નહીં, આમ છતાં જે કંઈ વાર એવાં પતંગિયાં વગેરે મોડી રાત્રે પણ આવતાં તે મહારાજજી બત્તીને ઉપયોગ બંધ કરીને માળા કરતા. ટૂંકમાં, સંશોધનકાર્ય આવશ્યક હેવા છતાં તેમને જીવહિંસાના વિવેકમાં પણ એટલે જ ઉપયોગ હતો.
રાત્રે બત્તીથી કામ કરવા સંબંધમાં સમાજમાં ક્યારેક થતી ટીકારૂપ ચર્ચાઓ જાણીને એક વખત મેં મહારાજજીને કહ્યું કે બત્તીના લેપને દિવસે કોઈ જોઈ ન શકે તેવી રીતે કપડાથી ઢાંકી રાખીએ તે કેમ? સહારાજજીએ મને અતિરવસ્થતાથી જણાવ્યું કે જેવા હેઈએ તેવા દેખાવું; છુપાવવું તે તે આત્મવંચના છે. બત્તીના સંબંધમાં તે પાટણ છેડીને મહારાજજી અમદાવાદ આવ્યા તે પછીનાં વર્ષોમાં અમદાવાદના કેટલાક સંય ઉપાસક ગૃહસ્થોએ મહારાજજીને કેવળ જિજ્ઞાસાથી પૂછેલું કે રાત્રે બત્તી રાખી શકાય ખરી? મહારાજજીએ પણ એટલી જ સહૃદયતાથી જણાવેલું કે-“સવારે વ્યાખ્યાન આપવું અને દિવસના શેષ ભાગમાં જ્યારે કેઈ મુનિ કે ગૃહસ્થ શાસ્ત્રાદિ સંબધી હકીકતે જિજ્ઞાસાથી પૂછે ત્યારે તે સંબંધમાં તેમની સાથે ઉચિત વાર્તા કરવી એમાં બેવડો લાભ છે, તેથી તે અનિવાર્ય બની જાય છે. અમે જીવનમાં જે કંઈ વાંચ્યુંજાણ્યું-વિચાર્યું છે તે જિજ્ઞાસુને જણાવવાની અમારી ધર્મફરજ છે. આથી મારું સંશોધનકાર્ય કાં તે રાત્રે કરું અથવા દિવસના રોકાણ સદંતર બંધ કરું–આ બે વિકલ્પ હેવાથી અને બેમાંથી એકને પણ છેડે ઉચિત નહીં જણાવાથી મારા માટે રાત્રે કામ કરવું એ અનિવાર્ય થઈ ગયું છે. જે મારી પાસે દિવસે કઈ ન આવે એવો પ્રબંધ થાય તે હું રાત્રે કામ કરવાનું તરત જ બંધ કરું.” છે ૨. માર્ગમાં ચાલતાં આજુબાજુ અને ઊંચા મસ્તકે સામે પણ જોવાની ટેવ મહારાજજીમાં ન હતી. આથી તેઓ નીચી દષ્ટિ રાખીને જ માર્ગમાં ચાલતા. એક વખત માર્ગમાં મહારાજજીની સામી બાજુથી ગુરુજી આવતા હશે. મહારાજજી તો તેમના કાયમી ક્રમ મુજબ ચાલતા હોવાથી તેઓ ગુરુજીને જોઈ શક્યા નહીં. ઉપાશ્રયમાં (સાગરને ઉપાશ્રય-પાટણ) આવ્યા પછી ખૂબ જ સંઘ અને વાત્સલ્યથી ગુરુજીએ મહારાજજીને વિનોદમાં કહ્યું કે-પુણ્યવિજય ! જે માર્ગમાં તારા વંદનની અપેક્ષા રાખીએ તે તે ખોટી ઠરે ! - ૩. મહારાજજી પાટણમાં રહ્યા તે સમયમાં ઈંડિલભૂમિ જવા માટે વર્તમાન પાટણથી બે માઈલના અંતર સુધી જૂના પાટણની જુદી જુદી ભૂમિમાં જતા. માર્ગ માં, જૂના અવશેષો શોધવાની દષ્ટિને લીધે,
For Private And Personal Use Only