________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[૧૫૭ વિશાળ દષ્ટિ કેળવીને તેઓએ સમભાવને જીવનમાં ઉતાર્યો હતો; અને એમ કરીને રાગદ્વેષ અને કષાય ઉપર કાબૂ મેળવ્યો હતો.
જૈન પરંપરામાં, કેટલાં બે હજાર વર્ષમાં, અનેક પ્રભાવક મહાપુરુષે થઈ ગયા. એમાં જ્ઞાન અને સંયમ એ બન્નેની આરાધનાની દૃષ્ટિએ બે આચાર્ય મહારાજ અને એક ઉપાધ્યાયજી મહારાજ એમ ત્રણ શ્રમણભગવતે આપણું વિશેષ ધ્યાન ખેંચે છે, જે આ પ્રમાણે છે
પહેલા છે, આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ. તેઓ વિક્રમની આઠમી નવમી સદીમાં થઈ ગયા. બીજા, વિક્રમની બારમી-તેરમી સદીના મહાન પ્રભાવક પુરુષ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય.
અને જૈન શાસનના ત્રીજા તિર્ધર તે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, તેઓ વિક્રમની સત્તરમીઅઢારમી સદીમાં થઈ ગયા.
પરમપૂજ્ય પુણ્યવિજયજી મહારાજ આ મહાન વિભૂતિઓ નજીક આવી શકે એવી વિરલ વિભૂતિ હતા.
પુણ્યમૂર્તિનાં કેટલાંક સંઅરણે લેખક–પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભેજક
પૂજ્યપાદ આગમપ્રભાકરછ વિદર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબનાં અહીં જણાવેલાં સંસ્મરણોમાં તેઓશ્રીને લક્ષીને “પૂ. પા. મહારાજજી' શબ્દનો પ્રયોગ કર્યો છે—હું સદાને માટે તેઓશ્રી પ્રત્યે આ ઉચ્ચારણ જ કરતે. તથા જ્યાં જ્યાં “પૂ. પા. ગુરુજી” અને “ગુરુજી' શબ્દનો પ્રયોગ કર્યો છે ત્યાં ત્યાં “વિકર મુનિવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ' (પૂ. પા. મહારાજજીના ગુરુશ્રીજી) સમજવા–તેઓશ્રી, સાથે રહેલા શ્રમણસમુદાયગત તેમનાથી નાના મુનિઓમાં અને નિકટના ગૃહસ્થવર્ગ માં “ગુરુજી'ના નામે જ સંબેધાતા.
- પૂ. પા. મહારાજ સાથેના સુદીર્ધ (વિ. સં. ૧૯૮૯ થી ૨૦૨૭) સહવાસનાં સ્મરણનું પ્રમાણ ઘણું હોય તે સ્વાભાવિક છે, છતાં આજે લખવાને પ્રસંગ આવ્યો છે ત્યારે જેટલાં સ્મરણો યાદ આવ્યાં છે તેટલાં સંખ્યાની દૃષ્ટિએ બહુ ન કહેવાય. અલબત્ત, એવો જ કોઈ પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે તદનુરૂપ મહારાજજીનું જે કઈ સ્મરણ હોય તે અચૂક થઈ આવે.
અહીં જણાવેલાં સ્મરણમાં કમભંગ પણ થયો હશે.
પ્રારંભનાં ત્રણ વર્ષ (વિ. સં. ૧૯૯૯ થી ૧૯૯૨) સુધી હું પૂ. પા. ગુરુજીની પાસે પ્રાચીન ગ્રન્થના પાઠભેદ લેવા બેસતો અને પ્રાચીન ગ્રંથોની પ્રેસ કેપી કરવાનું કાર્ય તેઓશ્રીની નિશ્રામાં અલગ બેસીને કરતે. આ સમયમાં પૂ. પા. મહારાજ પાસે જવું હોય ત્યારે મને મનમાં ખૂબ જ ક્ષોભ તથા સંકેચ થ. તેમની સમક્ષ જેટલું અને જેમ કહેવું હોય તેટલું તેવી રીતે કહી શકતો પણ નહીં. આનું મુખ્ય કારણ પૂ. પા. મહારાજજીને એટલા બધા ઓતપ્રેતપણે કાર્યરત જોતો, જેથી તેમને બેલાવવા કેમ, એ મારે માટે સમસ્યા થઈ જતી, એ હતું; એટલું જ નહીં, હું જેટલે સમય ઉપાશ્રયમાં બેસતા તે દરમ્યાન પૂ. પા. મહારાજજીને તેમના સંશોધનકાર્ય સિવાય અન્ય કાર્યોમાં નિષ્કારણ સમય આપતા જોતા જ નહોતે,
For Private And Personal Use Only