________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬]
શ્રી આત્માનંદ પ્રકાશ પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ
લેખક–શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ
પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ આ સદીની એક અલૌકિક વ્યક્તિ હતા.
કઈ પણ જાતની મોટાઈના મેહથી દૂર રહીને તેઓએ એક સામાન્ય મુનિની જેમ જ જીવવામાં સંતોષ માન્યા હતા, અને સંયમની નિર્મળ આરાધના કરતાં કરતાં મહાન ગુણ મેળવ્યા હતા. તેમનું જીવન ઘણું જ સાદું અને નિર્ભેળ હતું. તેમને આર્ચાયપદ આપવા સારુ બે-ત્રણ વખત પ્રયત્ન થયેલા, પણ તેમને કઈ પણ પદવીની ઇચ્છા બિલકુલ ન હતી, એટલે અંતકાળ સુધી તેઓ એક મુનિ તરીકે જ રહ્યા. આવા અનેક ગુણોને લીધે એમનું જીવન એક આદર્શ શ્રમણભગવંતના જેવું ઊંચું બન્યું હતું. એમનામાં કેટલાક ગુણ તે એવા હતા કે જે અલૌકિક જ લાગે.
મને એમને પચીસ કરતાં વધુ વર્ષોથી પરિચય હતો, અને એ વિશેષ આદરભર્યો અને ગાઢ બનતો ગયા હતા. લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિરની સ્થાપના પછી મારે તેઓની પાસે અવારનવાર જવાનું થતું. આ સંસ્થાની સ્થાપનામાં તેઓને ફાળો અસાધારણ હતા. એમણે પોતાને હરતલિખિત પ્રતે, છાપેલાં પુસ્ત અને વિપુલ કળાસામગ્રીને જે સંગ્રહ આ સંસ્થાને ભેટ આપે છે એની કિંમત થઈ શકે એમ નથી. આમાં એમની સાધુ તરીકેની જે અનાસક્તિ અને લેકે પકારની ભાવના જોવા મળે છે, અને જે મેળવો મુશ્કેલ છે. વિદ્યામંદિરના વિકાસ માટે તેઓ સતત ચિંતા સેવતા હતા. 13 એમણે જે પદ્ધતિથી આગમનું સંશોધન કર્યું છે તેવું બહુ થોડાએ જ કર્યું હશે. જ્યારે પણ તમે તેમની વંદના અર્થે જાઓ ત્યારે તેઓ આગમસૂત્રો અથવા તો બીજા કોઈ ગ્રંથના સંશોધનમાં જ રોકાયેલા હેય. ક્યારેક તો તેઓ આ કાર્યમાં એવા એકાગ્ર થઈ જતા કે જેથી કોણ આવ્યું અને કોણ ગયું એને એમને ખ્યાલ પણ આવતો નહી', આ મારા જાતઅનુભવની વાત છે. જ્ઞાનની આવી ઉપાસના ભાગ્યે જ જોવા મળે છે. - સત્યને પામવાની તથા પમાડવાની તેઓની ઝંખના બહુ તીવ્ર હતી. અને તેથી જ તેઓએ શ્રુતભક્તિ, જ્ઞાનની પ્રભાવના અને જૂના ગ્રંથો અને ગ્રંથભંડારોની સાચવણી માટે જીવનભર ખૂબ જહેમત ઉઠાવી હતી, અને વિદ્વાનને દરેક જાતની સહાયતા કરી હતી.
તેઓનું જ્ઞાન જીવન સાથે એકરૂપ થઈ ગયું હતું. અને તેથી નમ્રતા, સરળતા, સમતા, ઉદારતા, વિવેક, ગુણોને ગ્રહણ કરવાની દષ્ટિ, સહનશીલતા જેવા સાધુજીવનની શોભા જેવા અનેક ગુણે એમનામાં જોવા મળતા હતા. અભિમાન કે અહંકારને એમનામાં અંશ પણ ન હતું એટલે જયાંથી જે કંઈ પણ ઉપયોગી વાત જાણી શકાય એમ હોય તે જાણવા તેઓ નમ્રતાથી હમેશાં તત્પર રહેતા. “સાચું તે મારુ' એ એમનું જીવનસૂત્ર હતું. મારે તેઓની સાથે આટલો નિકટને પરિચય હતો, છતાં પોતાના અંગત કામ માટે તેઓએ મને ભાગ્યે જ વાત કરી હતી. તેઓ લેભ અને વાર્થથી મુક્ત એક ઉરચ કોટિના સાધુ હતા. - સંસાર છોડીને સાધુપણાને સ્વીકાર કરવો અથવા સાધુવેશને ધારણ કરવો એ એક વાત છે, અને સંયમની શુદ્ધ આરાધના કરીને જીવનને શુદ્ધ બનાવવું એ જુદી વાત છે. જ્ઞાન અને ચારિત્રની સમાન રીતે આરાધના કરવાથી જ આ થઈ શકે છે. આવી વ્યક્તિઓ બહુ ઓછી જોવા મળે છે. પૂજ્ય આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજનું સ્થાન આવી ઉત્તમ વ્યક્તિઓમાં આગલી હરોળમાં શેભે એવું હતું.
For Private And Personal Use Only