SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧પપ મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક મબલખ પુષ્પ ખીલ્યાં જેના, જીવન-ઉપવન માંહ્ય, પ્રસરશે સુવાસ નિરંતર, જગમાં જયજયકાર; લળી લળી વંદના ભાવે, કરી ગુણ આજ સૌ ગાવે..........(૮) (અમદાવાદમાં પ્રકાશ હાઈસ્કૂલમાં, તા. ૨૦-૬-૭૧, રવિવારના રોજ યોજાયેલ ગુણાનુવાદ સભામાં ગવાયેલું કાવ્ય) જીવંત સંસ્થા લેખક : પરમપૂજ્ય સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરપદરેણું પૂજ્ય મુનિ શ્રી કીર્તિ ચંદ્રવિજ્યજી ધામધુમ અને ધમાધમના આ યુગમાં લગભગ અધ શતાબ્દી સુધી ચાલેલી એમની નિષ્ઠાભરી અખંડ જ્ઞાનોપાસના, અનેક અતિ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથભંડારોને એમના હાથે થયેલ આદર્શ જીર્ણોદ્ધાર, જૈન સંઘને માટે પરમશ્રય એવાં આગમસૂત્રોની શુદ્ધતમ વાચના તૈયાર કરવાના એમના મનોરથ અને એ મનોરથોને સાકાર બનાવવા માટે એમણે જીવનભર કરેલા વિવિધ પ્રયત્ન, પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના અનેક અપ્રગટ અને મહત્ત્વના ગણાતા મહાકાય ગ્રંથેનું એમના સિદ્ધ હસ્તે થયેલું સંશોધન-સંપાદન, તથા બીજા અનેકાનેક નામી-અનામી વિદ્વાનોને એમના વિદ્યાપાસનાના કાર્યમાં, ઉદાર દિલે, ઉદાર હાથે, આત્મીયતાપૂર્વક એમણે કરેલી અમૂલ્ય સહાય વગેરેની વાત જન સંધમાં કે વિદ્દજગતમાં હવે કાંઈ અજાણ નથી રહી. એ વિષે કંઈ લખવું એ તે પુનરુક્તિ કરવા જેવું જ ગણાય. એમની ઉપરોક્ત વિશેષતા કરતાંયે એમના અલ્પ પરિચયમાં આવનાર વ્યક્તિને પણ ધ્યાનમાં આવ્યા વિના ન રહે એવી એમની જે બીજી વિશેષતા હતી, તે એમને અત્યંત સૌજન્યપૂર્ણ વ્યવહાર, નમ્રતા, નિખાલસતા, ઉદારતા, ગુણગ્રાહિતા અને સહુ કોઈના વિકાસમાં નિઃસ્વાર્થભાવે સહાયક થવાની ઉચ્ચ ભાવનાપરાર્થવ્યસનિતા વગેરે અનેકાનેક ગુણપુષ્પોથી એમનું જીવન સદા મહેકતું રહ્યું હતું. એ સુગંધથી ખેંચાઈને અનેક જિજ્ઞાસુ અને ગુણરસિક ભ્રમરે એમની પાસે આવતા જ રહેતા.આવતા જ રહેતા અને પિતાની શક્તિ મુજબ કંઈક ને કંઈક ગ્રહણ કરીને જતા. તેઓ માત્ર એક વ્યક્તિ નહિ પણ જીવંત સંસ્થારૂપ હતા. એમની ચિરવિદાયથી જૈન શ્રમણસંઘમાં અને ગુજરાતના વિદ્વજગતમાં જે અસાધારણ ખેટ પડી છે તેને પૂરી કરવા માટે કંઈક અસાધારણ પ્રયત્ન કર્યા વિના ખાલી શ્રદ્ધાંજલિ-વિશેષાંક કાઢીને સંતોષ માની ન લેવાય એ જરૂરી છે. સ્વર્ગસ્થના આત્માને અત્યંત પ્રિય એવું મહાન કાર્યું હતું પરમ પવિત્ર શ્રી જૈનાગમની શુદ્ધતમ વાચના (ઉપલબ્ધ સર્વ સામગ્રીના આધારે ) તૈયાર કરવાનું. એમનું એ અધૂરું રહેલું કાર્ય વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય એ માટે સતત જાગ્રત રહીને પ્રયત્ન કરવાની જેમની જવાબદારી છે તે સહુ પિતાની એ જવાબદારીને અદા કરી એ કાર્યને પૂર્ણતાને આરે પહોંચાડી સ્વર્ગસ્થને સાચી શ્રદ્ધાંજલિ સમર્પણ કર્યાનું સદ્દભાગ્ય માણે એમ હું અંતરથી ઈચ્છું છું. વધુ તે શું લખું ? For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy