________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨ ]
શ્રી આત્માનંદ પ્રકાશ આવા અનેક વિશિષ્ટ મહાનુભાવોની તેમ જ ગામ-પરગામથી પધારેલ અનેક વિદ્વાને અને મહેમાનોની ઉપસ્થિતિમાં મણિમહોત્સવની શાનદાર ઉજવણી થઈ, તેથી અમને ખૂબ હર્ષ અને સંતોષ થયો. અમે સૌ અમારા મનના મને રથ સફળ થયા અને આલાદ અનુભવી રહ્યા. - આ મહત્સવ અમારી સભાને ઇતિહાસમાં તે, સોનેરી અક્ષરે નોંધી શકાય એ યાદગાર બની ગયે છે જ; પણ સાથે સાથે ભાવનગરના શ્રી સંઘને માટે તેમ જ અમુક પ્રમાણમાં સમગ્ર જૈન સંઘની દૃષ્ટિએ પણ એ ચિરસ્મરણીય બની ગયો. આ પ્રસંગ આવી સુંદર રીતે ઊજવા તેનું મોટા ભાગનું શ્રેય પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજ સાહેબની ઉપસ્થિતિને જ ધટે છે, એ કહેવાની જરૂર નથી. આ પ્રસંગે મહારાજશ્રીએ સભાની કાર્યવાહીને અનુલક્ષીને કોઈ લાંબું પ્રવચન કરવાને બદલે બહુ જ મુદ્દાસરનું અને ટૂંકું છતાં સારગર્ભિત પ્રવચન કર્યું હતું. (તેઓનું પ્રવચન આ વિશેષાંકમાં પરિશિષ્ટમાં આપવામાં આવ્યું છે.) અમારા માટે તે વિમળ અને પવિત્ર જીવનને પ્રકાશ ફેલાવતી તેઓશ્રીની ઉપસ્થિતિ જ પૂરતી હતી.
પૂજયપાદ મહારાજશ્રી મણિમહોત્સવ પ્રસંગે ભાવનગર પધાર્યા તેથી અમે કેટલા હર્ષિત તેમ જ તેઓશ્રીના ઓશિંગણ થયા, એ શબ્દથી વર્ણવી શકાય એમ નથી. તેઓની આ ઉપકારક વૃત્તિને અમે જીવનના એક અમૂલ્ય અને દિવ્ય નિધિરૂપે સદાને માટે અમારા અંતરમાં સંઘરી રાખીશું,
વિનમ્ર, ઉદાર જ્ઞાનતપસ્વી મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ ખરેખર, જ્ઞાનની સાધના કરનાર મહાન તપસ્વી હતા. ૭૬ વર્ષની ઉંમરે પણ તેમની જ્ઞાનસાધના પૂર્ણ ઉત્સાહ, પૂર્ણ એકાગ્રતા, પૂર્ણ એકનિષ્ઠાથી ચાલતી હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની મૂળ આગમોની સંપૂણ સંશોધિત આવૃત્તિ તૈયાર કરી પ્રસિદ્ધ કરવાની યોજનાના પાયામાં તેઓ પોતે હતા. અને અવિરતપણે તેઓ તે કાર્ય માટે જે જહેમત ઉઠાવી રહ્યા હતા તે આપણને આશ્ચર્ય ચકિત કરી દે એવી હતી.
આટલી બધી વિદ્વત્તા હોવા છતાં આ જ્ઞાનતપસ્વીમાં જરા પણ અહંભાવ ન હતા તેઓ હંમેશાં જિજ્ઞાસુઓની જ્ઞાનપિપાસા તૃપ્ત કરવા તૈયાર જ રહેતા, અને તે માટે પિતાને પડતા પરિશ્રમ કે પિતાના કામમાં પડતી ખલેલની જરા પણ દરકાર કરતા ન હતા. ઘણી વાર જિજ્ઞાસુઓ અને મુલાકાતીઓને પ્રવાહ સતત વહેતો રહેતો અને તેથી તેમના હાથ ઉપરના કામમાં વિક્ષેપ થતો. છતાં જરા પણ અચકાયા વિના તેઓ સૌને પ્રસન્ન વદને મળતા, અને સૌને સંતોષ આપતા. તેમની આ સૌમ્યતા ખરેખર પ્રશંસનીય છે. નિરહંકારતાની સાથે સાથે તેઓ નમ્ર અને ઉદાર હતા. પોતાના મોટા કાર્યને નજીવું ગણવાની અને બીજાએ કરેલા નાના કાર્યને મેટું બતાવવાની ઉમદા વૃત્તિ તેઓ ધરાવતા હતા. શ્રી આત્માનંદ સભાને તે તેઓ પ્રાણ જ હતા, છતાં સભાના મણિમહોત્સવ પ્રસંગે પોતાના કાર્યને એક બિંદુ સમાન ગણાવતાં તેમણે કહ્યું હતું કે,
ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજના સ્વર્ગવાસ પછી આત્માનંદ સભા માટે સાહિત્ય પ્રગટ કરવા અંગેની જવાબદારી અમારી ઉપર આવી છે. સભાએ જે સેવા કરી છે તેમાં અમે પણ બિંદુ મેળવ્યું છે તે અમારા આનંદની વસ્તુ છે.” - તેઓશ્રીની સત્યનિષ્ઠા પણ અજોડ હતી. સત્ય વસ્તુ સ્વીકારતાં જરા પણ અચકાતા ન હતા, એટલું જ નહીં, પણ અપ્રિય હોય તેવું સત્ય વિવેકપૂર્ણ ભાષામાં કહી દેતાં પણ જરાયે ક્ષોભ અનુભવતા ન હતા. આ બાબતમાં બહ૯૯પસૂત્રના પહેલા ભાગની પ્રસ્તાવનામાં આપવાદિક બાબતોની તેમણે જે વિશદ ચર્ચા કરી છે અને શાસ્ત્રસંમત આધારે ટાંકીને તે વખતની ઉશૃંખલતાભરી દીક્ષા પ્રવૃત્તિની જે આકરી ટીકા કરી છે તે તેમની સત્યનિષ્ઠાની પ્રતીતિ કરાવે એવી છે.
શીલ-પ્રજ્ઞાની નિર્મળ અને અખંડ સાધનાથી પોતાના જીવનને ધન્ય કરી જાણનાર એ મુનિભગવંતને આપણી કેટી કોટી વંદન હો !
For Private And Personal Use Only