________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[૧૫૧ ઘણા મોટા ભાગના ગ્રેના સંપાદન અને પ્રકાશનની સંપૂર્ણ કાર્યવાહી ગુરુ-શિષ્યની આ બેલડીને આભારી છે. બૃહકલ્પસૂત્ર (છ ભાગમાં), છ કર્મગ્રંથ (બે ભાગમાં), ત્રિષષ્ટિશલાકાપુરુચરિત્રમહાકાવ્ય (ચાર પર્વ, બે ભાગમાં), વસુદેવહિંડી (બે ભાગમાં) અને અન્ય એવા અતિ કઠિન ગ્રંથેનું તેમનું સંશોધન-સંપાદન સર્વાગવિશુદ્ધ અને શાસ્ત્રીય છે, અને તે ગ્રંથની પ્રસ્તાવના તેમ જ એનાં પરિશિષ્ટ અભ્યાસપૂર્ણ અને અન્ય સંશોધન કાર્યમાં અતિ ઉપયોગી થઈ પડે તેવાં છે. પૂર્વના તેમ જ પશ્ચિમના પ્રખ્યાત વિદ્વાનોએ આ સંપાદનેની મુક્તકંઠે પ્રશંસા કરી છે એ બીના શ્રી પુણ્યવિજયજી મહારાજની વિદ્વત્તા અને પ્રતિભાની કીર્તિગાથા બની રહે એવી છે.
મણિમહત્સવમાં હાજરી વિ. સ. ૨૦૨૨માં સભાને ૭૦ વર્ષ પૂરાં થયાં હોવાથી વિ. સં. ૨૦૨૩ની સાલમાં સભાને મણિમહોત્સવ ઊજવવાનું વિચારવામાં આવ્યું હતું. મણિમહોત્સવની ઉજવણીના આ વિચારની સાથેસાથ જ આ મહેસવ પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજશ્રીની પવિત્ર નિશ્રામાં જ ઊજવા જોઈએ એ વિચાર પણ અમને આવ્યો, તેઓને સંસ્થા સાથે એ આત્મીયતાભર્યો સંબંધ હતો અને એને કારણે અમારે તેઓશ્રીન ઉપર એ પ્રેમ-આદરભર્યો હકક હતો કે અમને આવો વિચાર ન આવ્યો હોત તો જ નવાઈ ગણાત. પણ તેઓ પોતાની જ્ઞાનસાધનામાં અને ખાસ કરીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે શરૂ કરેલ આગમ-સંશોધનને કાર્યમાં એવા નિમગ્ન હતા કે એમાંથી તેઓને ભાવનગર પધારવાની અમારી વિનંતી માન્ય કરવા સમજાવવાનું કાર્ય સહેલું ન હતું; એક રીતે કહીએ તે, આવી વિનંતી કરતાં અમને પિતાને પણ કંઈક સંકોચ થતો હતો. અને છતાં તેઓની ગેરહાજરીમાં મણિમહોત્સવ ઊજવવાનું પણ અમને મંજૂર ન હતું. છેવટે અમારી ભક્તિભરી ભાવના સફળ થઈ: મહારાજશ્રીએ, પિતાનાં અનેક કાર્યોમાંથી પણ સમય કાઢીને, ખાસ મણિમહોત્સવ માટે જ ભાવનગર આવવાની અમારી વિનતિ માન્ય રાખી. આથી કેવળ સભાના કાર્યકરોમાં જ નહીં પણ ભાવનગર સંઘના અગ્રણીઓ અને કાર્યકરોમાં પણ ઉત્સાહની ચેતના જાગી. અને અમે સૌ પૂરા ઉમંગથી ઉત્સવની તૈયારીમાં લાગી ગયા. - વિ. સં. ૨૦૨૩માં જ મહારાજશ્રીને મેતિયાનું ઓપરેશન કરાવવું પડયું હતું. પણ ઑપરેશન સારી રીતે સફળ થયું અને આંખનું તેજ કંઈક સ્થિર થયું એટલે પછી, વિશેષ સમય ન વિતાવતાં, વિ. સં. ૨૦૨૩ના ફાગણ સુદી એકમના રોજ મહારાજશ્રીએ અમદાવાદથી ભાવનગર માટે વિહાર કર્યો. વચમાં ધંધુકામાં નવા બંધાયેલ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરનું, તેઓશ્રીના સાંનિધ્યમાં, શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ ઉદ્દઘાટન કર્યું તે પ્રસંગ ઊજવી તેમ જ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિની યાત્રા કરી ચૈત્ર સુદિ ને મના રોજ મહારાજશ્રી ભાવનગર પધાર્યા. ભાવનગર સંઘે તેઓશ્રીનું અંતરના ઉમળકાથી સ્વાગત કર્યું. અને અમે મહત્સવની ઉજવણીની છેલ્લી તૈયારીના કામમાં બમણું ઉત્સાહથી જોડાઈ ગયા.
અને છેવટે એ ધન્ય અવસર પણ આવી પહોંચ્યો. મણિમહોત્સવની ઉજવણી માટે વિ. સં. ૨૦૨૩ના ચિત્ર વદિ ૭ તથા ૮ (તા. ૩૦-૪-૬૭ તથા તા. ૧–પ-૬૭) રવિ-સોમ એ બે દિવસ નકકી થયા હતા. આ સમારોહના પ્રમુખ તરીકે જૈન સંધના મુખ્ય અગ્રણી શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ અને અતિથિવિશેષ તરીકે જાણીતા વિદ્યાપ્રેમી ઉદ્યોગપતિ શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દેશી પધાર્યા હતા. તેમ જ પૂજ્ય વિવર્ય મુનિરાજ શ્રી અંબૂવિજયજી મહારાજે સંપાદિત કરેલ “ટ્રારા નવ” ગ્રંથના પહેલા ભાગના પ્રકાશનવિધિ માટે સુપ્રસિદ્ધ વિદ્વાન ડે. આદિનાથ નેમિનાથ ઉપાધ્યને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહોત્સવની સ્વાગત સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી ભાવનગર સંઘના પ્રમુખ શેઠ શ્રી ભેગીલાલભાઈ મગનલાલ શાહે સ્વીકારી હતી.
For Private And Personal Use Only