SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦] શ્રી આત્માનંદ પ્રકાશ પણ એક એક વિશાળ ગ્રંથભંડારની સ્થાપના થઈ હતી. તેમના શિષ્ય પરમપૂજ્ય મુનિરત્ન શ્રી ચતુરવિજયજી મહારાજ પણ મહાન વિદ્વાન અને પ્રાચીન ગ્રંથોના નિષ્ણાત સંશોધક અને સંપાદક હતા. તેમણે પોતાના ગુરુ શ્રી કાંતિવિજયજી મહારાજને ગ્રંથભંડારોને ઉદ્ધાર કરી સુવ્યવસ્થિત કરવામાં સંપૂર્ણ મદદ કરી હતી. તેમના શિષ્ય પૂજ્યપાદું આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે, ચૌદ વર્ષની નાની ઉંમરે દીક્ષા લઈ, દાદાગુરુ પ્રવર્તકજી મહારાજ તથા ગુરુ દેવ શ્રી ચતુરવિજયજી મહારાજ પાસેથી પ્રાચીન ગ્રંથોના સંરક્ષણ, સંશોધન અને સંપાદનની ઉત્તમ તાલીમ લીધી. અને તે બંનેના કાળધર્મ પામ્યા પછી તેઓએ શરૂ કરેલું કાર્ય તેઓ તરફની તેમ જ શાસન અને શ્રુત પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને એકલે હાથે ઉપાડી લીધું, એટલું જ નહિ, પણ તે કાર્યને વિજગતમાં ખ્યાતનામ બનાવી દીધું, એ જ તેમની યશકલગી છે. ઉપર સૂચવ્યું તેમ, ભાવનગરમાં શ્રી જૈન આત્માનંદ સભાની સ્થાપના પરમપૂજ્ય આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ પછી પચીસમાં જ દિવસે, એટલે કે વિ. સં. ૧૯પરના બીજા જેઠ સુદિ બીજ, તા. ૧૩-૬-૧૮૯૬ના રોજ, તેઓશ્રીને અનુયાયીઓ અને પ્રશંસકેએ, ભક્તિભાવ નિમિત્તે, તેઓશ્રીની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તે હેતુથી કરી હતી. શરૂઆતથી જ આ સભા પ્રત્યે તેઓશ્રીના સમુદાયના મુનિમહારાજોની કૃપાદષ્ટિ રહી છે; અને તેમના તરફથી પ્રસંગે પ્રસંગે કીમતી સહયોગ મળી રહ્યો છે. પરંતુ તેમાંયે ખાસ કરીને પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ, મુનિરત્ન શ્રી ચતુરવિજયજી મહારાજ અને આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજી મહારાજની અમીભરી દષ્ટિ તે સભા માટે સંજીવની સમી નીવડી છે. આ સભાને એક મુખ્ય હેતુ પૂર્વાચાર્યોએ રચેલ જૈન સાહિત્યના સંશોધન, પ્રકાશન અને પ્રચારને છે. તે કાર્યને પ્રારંભ કરવામાં અને તેને વેગવંત કરી પ્રશસ્ત બનાવવામાં આ ગુરુ-શિષ્ય-પ્રશિષ્યની ત્રિપુટીને પુરુષાર્થ અસાધારણ છે. પૂજ્ય પ્રવર્તકશ્રીજીની પ્રેરણાથી આ સભાએ સૌપ્રથમ પરમપૂજ્ય આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે હિંદીમાં લખેલા ગ્રંથ “જન તત્ત્વદર્શ 'ના ગુજરાતી અનુવાદથી પુસ્તક-પ્રકાશનો આરંભ વિ. સં. ૧૯૫૬માં કર્યો, પરંતુ સંસ્થાના પ્રકાશનકાર્યને વેગ તે ત્યારે જ મળે કે જ્યારે તેમના શિષ્ય શ્રી ચતરવિજયજી મહારાજે, વિ. સં. ૧૯૬૬માં, સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી વગેરે ભાષાઓમાં પૂર્વાચાર્યોએ લખેલા આગમ, દર્શન, કર્મવાદ, અનુગવિષયક ગ્રંથે મૂળ, ભાષ્ય, ટીકા, અવચૂરિ વગેરે સહિત સંશોધિત કરીને પ્રસિદ્ધ કરવાની યોજના ઘડી અને તે યોજનાને “શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલા” એવું નામ આપીને તેને સફળ બનાવવાને ભાર પોતે જ ઉપાડી લીધે. જ્યારે આ યોજના ઘડાઈને અમલમાં મુકાતી હતી, ત્યારે શ્રી પુણ્યવિજયજી મહારાજની ઉંમર માત્ર ચૌદ પંદર વર્ષની હતી અને તેમણે તાજી જ દીક્ષા લીધી હતી. પરંતુ વય અને અભ્યાસ વધતાં તેઓ ગુરુદેવ સાથે આ કાર્યમાં જોડાયા અને, વિ. સં. ૧૯૯૬માં ગુરુદેવના કાળધર્મ પામ્યા પછી, આ ગ્રંથરત્નમાલાના પ્રકાશનની સઘળી જવાબદારી તેમણે સ્વીકારી લીધી. આ સંબંધમાં તેઓ કહે છે કે “આ સભાના સેક્રેટરી શ્રી વલ્લભદાસભાઈ વગેરે ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજ પાસે આવતા અને આ સાહિત્ય-પ્રવૃત્તિ માટે ચર્ચાવિચારણા કરતા. હું બાળકની જેમ આ બધું સાંભળતા, પણ સમજતે નહીં. એમ છતાં આછોપાતળે ખ્યાલ ખરો કે કાંઈક મહત્વની વસ્તુ થાય છે. તે સમયે મને કલ્પના ન હતી કે મારે આ સભા સાથે સંબંધ થશે અને મારે આ જવાબદારી ઉપાડી લેવી પડશે.” આ શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલામાં નાનામાં નાનાં અને મોટામાં મોટાં અજોડ મહત્વના ગ્રંથો પ્રકાશિત થયા છે. નાનાં-મોટાં સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણને સમૂહ તેમાં પ્રસિદ્ધ થયે છે એ તેની ખાસ વિશેષતા છે. આ પ્રકરણ દ્વારા જૈન શ્રમણ-શ્રમણીઓને ખૂબ જ લાભ થયે છે. જે પ્રકરણોનાં નામ મેળવવા કે સાંભળવાં પણ એકાએક મુશ્કેલ હતાં, એ પ્રકરણે તેમને માટે આથી સુલભ થઈ ગયાં છે. આગમિક, દાર્શનિક, અતિહાસિક, કાવ્ય-નાટકવિષયક વિધવિધ સાહિત્યના કુલ ૯૨ ગ્રંથ પ્રસિદ્ધ થયા છે. તેમાંના For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy