________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિવિશેષાંક
[૧૩૩ પૂ. આ. ભ. શ્રી હેમસાગરસૂરિજી મહારાજ : જૈન સાહિત્યના સતત અભ્યાસ મુનિરાજ શ્રી પુણ્ય વિજયજીના સ્વર્ગવાસથી સમગ્ર ભારતના સંઘમાં એવા પુણ્યાત્માની મહાખોટ પડેલી અનુભવાય છે. એમના પોતાના સમગ્ર લાંબા દીક્ષા પર્યાયમાં હસ્તલિખિત પુસ્તકોના ભંડારને ઉદ્ધાર, તેવા અપ્રસિદ્ધ સાહિત્યને સંધનાદિ વિધિમાં પસાર કરી આધુનિક રીતે પ્રસિદ્ધ કરાવવા ઇત્યાદિક સાહિત્યવિષયક જૈન શાસનને અને જેના સંઘને મોટો વારસો આપેલો છે; તેમની પછી તે વાર સંભાળનાર તેવા કોઈ નજરમાં આવતા નથી, છતાં બહુરને વસુંધરા ન્યાયે અને શાસન હજુ લાંબા કાળ સુધી અવિચ્છિની પરંપરા પ્રમાણે વર્તવાનું છે. આજના એકત્રિત થયેલા ચતુર્વિધ શ્રીસંઘને આવા તેમના જેવા હસ્તલિખિત ગ્રંથો વાંચવા-લખવા, પ્રેસ કોપીઓ તૈયાર કરાવી સંશોધન-મુદ્રણાદિ કાર્યો કરી શકે તેવા વિદ્વાને તૈયાર થાય તે માટે ઉપસ્થિત શ્રમણપ્રધાન શ્રી જૈન સંઘને અભ્યર્થના કરું છું. વળી, સ્વર્ગસ્થ આત્માના સમગ્ર જીવનની જૈન સાહિત્યની કરેલી સેવાની અનુમોદના કરી તેમને આત્મા ચિરશાંતિ અનુભવે તેવી શ્રદ્ધાંજલિ આ ટૂંકા પત્ર દ્વારા મોકલી કૃતાર્થ થાઉં છું. (વાલકેશ્વરની ગુણાનુવાદ સભા પ્રસંગે મેકલેલ સંદેશ. મુંબઈ, તા. ૧૯-૬-૭૧.)
પૂ આ. મ શ્રી વિજ્યઉદયરત્નસૂરિજી મહારાજ : મુંબઈ આગમપ્રભાકર પુષ્યવાન, પુણ્યવિજયજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યાના ઘણું જ દુઃખમય સમાચાર જાણી આત્માને ઘણું જ દુઃખ થયું છે. આજરોજ અમે બન્નેએ આચાર્ય મહારાજ શ્રી કરતૂરસૂરિજી મહારાજ આદિ ઠાણ ૧૪ સહિત દેવવંદન કર્યું છે. (અમદાવાદ, સાબરમતી; તા. ૧૫-૬-૭૧)
પૂ. આ. ભ. શ્રી વિજયમસૂરિજી મહારાજ આદિ : આજે નવ વાગે દૈનિક પત્ર “જનશક્તિ” તથા “મુંબઈ સમાચાર” છાપામાં આગમપ્રભાકરજી મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના કાલધર્મના સમાચાર વાંચી અત્યંત દિલગીરી થઈ. ચતુવિધ શ્રીસંઘ સાથે દેવવંદન કર્યું. શાસનદેવ તેઓશ્રીના આત્માને પરમ શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેઓશ્રીના કાળધર્મ પામવાથી જૈન સંઘમાં જ્ઞાની મુનિભગવંતની ન પુરાય તેવી ખોટ પડી છે. ( કુલ; જેઠ વદિ ૭, મંગળવાર, વિ સં. ૨૦૨૭).
પૂ. મુ. શ્રી જંબૂવિજ્યજી મહારાજ : આજનો દિવસ મારે માટે ઘણો આઘાતજનક અને વેદનામય બને છે. અમે માંડવી પાસે રાયણ નામે ગામડામાં હમણું છીએ. એક ભાઈએ માંડવીથી ફેન દ્વારા સમાચાર મોકલ્યા કે “કચ્છમિત્ર નામના કરછના છાપામાં સમાચાર છે કે પુણ્ય વિ. મ. ને મુંબઈમાં સ્વર્ગવાસ થે છે.” આ સમાચાર સાંભળી મને અનેક રીતે આઘાત-સખત આઘાત-થયો. છવ્વીસ છવ્વીસ વર્ષોને ગાઢ સંબંધ અને એમાં થયેલા એમના વ્યક્તિત્વના અનુભવે આંખ સામે ખડા થયા. હમણાં તે લક્ષ્મણભાઈને મને પત્ર હતો કે હોસ્પીટલમાં છે અને આરામ થઈ જશે. ત્યાં આ અચાનક સમાચારથી સખત આંચકો જ લાગે. શું લખું ? કેટલું લખું ? મારા અંગત જીવનમાંથી કોઈ મહત્વનું વિશિષ્ટ અંગ કપાઈ ગયું હોય એવું મને લાગે છે. જ્ઞાનસાગરમાં જીવનભર ડૂબી રહેનાર અને અગાધ જ્ઞાનના અજોડ ભંડાર એવા આ મહાપુરૂષ પાસેથી ઘણી ઘણી અપેક્ષા અને આશા સંઘને હતી ત્યારે જ એ ચાલ્યા ગયા. તમને સૌને ઘણું દુઃખ તો હોય જ. સંઘમાં પણ અમારા જેવા અનેકને આ મેટ દુઃખને વિધ્ય છે. જૈન સંઘને આ ન પુરાય એવી મહાન ખોટ પડી છે. હસ્તલિખિત પ્રાચીન ગ્રંથન-શાસ્ત્રોને અગાધ અનુભવે હવે કયા મુખેથી સાંભળવા મળશે? આગમ સાહિત્યની અનેક આશાઓ તૂટી પડી. પ્રભુ તેમના આત્માને પરમશાંતિ અને મુક્તિ આપે. (પૂ. પુણ્યવિજયજી મહારાજના શિષ્યગણને સંબોધીને લખેલ પત્રમાંથી, રાયણ (કચ્છ), તા. ૧૬-૬-૭૧)
For Private And Personal Use Only