SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરો] શ્રી આત્માનંદ પ્રકાશ સ્વ. પુણ્યાત્માને શાસનદેવ જ્યાં હોય ત્યાં અપૂર્વ શાન્તિ અર્પણ કરે એ અમારા દિલની ભાવના જાણશે. દ, ધર્મવિ.ના ધર્મલાભ. યશોવિજયના ધર્મલાભ સાથે-મારું દિલ અને દિમાગ સ્તબ્ધ બની ગયું છે, જેથી કંઈ જ સૂઝતું નથી, જેથી પૂ. ગુરુજીએ જે લખ્યું છે તેમાં અત્યારે તો મારો સૂર પુરાવું છું. તેઓશ્રીને આત્મા ફરીથી આ સૈકાને અંતે આગમનું કામ પૂરું કરે તેવા સ્થળે ઉત્પન્ન થયા હોય તેવી ઝંખના કરું છું. 'મારા ધર્મલાભ સાથે ઉપર લખેલ શ્રદ્ધાંજલિ અમારી સહુની સંયુક્ત ગણી લેશે. દઃ પ્રતાપવિ. (પ્રતાપસૂરિ). (વાલકેશ્વરની ગુણાનુવાદ સભા પ્રસંગે વાલકેશ્વર દેરાસરના ટ્રસ્ટીઓ ઉપર મેકલેલ સંદેશ. મુંબઈ, બોરીવલી પૂર્વ; તા. ૧૯-૬-૭૧). પૂ. આ. ભ. શ્રી વિજ્યસમુદ્રસૂરિજી મહારાજ; આ સમાચારથી આપણને તે શું પરંતુ સૌbઈ સાંભળનારને મહાદુઃખ થયા વિના ન રહે. એઓશ્રીજીની ખોટ પૂરી શકાય એમ નથી. આપણા સમુદાયમાં નહિ પરંતુ જૈન સમાજમાં એક મહાન વિદ્વાન મહાપુરુષ હતા. એઓશ્રીજીનું અધૂરું રહેલું કાર્ય કઈ પૂરું કરી શકે એમ નથી, પણ કાળની આગળ કોઈનું કાંઈ પણ ચાલતું નથી. એઓશ્રીજીના વિરહમાં અમે સંવેદના પ્રગટ કરીએ છીએ. આજે ચતુર્વિધ શ્રીસંઘ સાથે દેવવંદન કર્યું અને અઈ મહેસૂવ કરાવવાનું નકકી કર્યું. આવતી કાલે શોકસભા રાખી છે. (શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કાર્ય કરે તથા શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કેરા ઉપરના પત્રમાંથી. પૂના; તા. ૧૫-૬-૭૧) સ્વયં પ્રખર પ્રૌઢ વિદ્વાન હેવા છતાં વિવેકશીલ, નમ્રતા અને વિવેક આદિ ઘણા ગુણો જોવા મળ્યા. દીક્ષા પર્યાયમાં મારા કરતાં બે વર્ષ મોટા હતા અને ગુણેના ભંડાર હતા, છતાં મારું માન બરાબર સાચવતા હતા. જ્યાં બિરાજતા હતા ત્યાંથી હું નીકળું તે તરત જ હાથ જોડી ઊભા થઈ જતા હતા અને હું પણ આવી જ રીતે એમનું માન સાચવતા હતા. ખાસ જરૂરત પડે તો તેઓશ્રીજીની સલાહ પણ લેતે હતો અને એઓશ્રીજી ઉદાર દિલે સલાહ આપતા હતા. ગુરુદેવની જન્મશતાબ્દી પ્રસંગે સારો સહકાર આપ્યો હતો. ગુરુદેવના પ્રત્યે તે એઓમાં બહુમાન અને ભાવભક્તિ હતી. એઓશ્રીજીની તબિયત નાદુરસ્ત રહેવા છતાં શાસ્ત્રસંશોધનનું કામ તે સતત. કર્યા જ કરતા હતા. આગમસંશોધનના કાર્યમાં એવા તે મસ્ત રહેતા હતા કે આહાર, પાણી વગેરેને ખ્યાલ પણ ન રહે. અમદાવાદમાં સંવત ૧૯૯૦માં વિશાળ મુનિસંમેલન થયું હતું તેમાં પણ તેઓ અગ્રગણ્ય ભાગ લેતા હતા. ભાયખલામાં એક કચ્છી બહેનની દીક્ષા થઈ હતી, ત્યારે તેઓશ્રી પધાર્યા હતા ને સાધ્વીઓના વ્યાખ્યાન સંબંધી સુંદર મહત્ત્વશાળી વ્યાખ્યાન આપ્યું હતું. ભાયખલાથી અમે બંને ઉપાશ્રય બહાર નીકળ્યા અને હું દેરાસરમાં દર્શન કરવા ગયા અને એઓશ્રી મારી વાટ જોતા ત્યાં બિરાજી રહ્યા. પછી અમે બંનેએ એકસાથે વિહાર કર્યો. જ્યાં સુધી એક રસ્તો હતો ત્યાં સુધી અમે સાથે રહ્યા; પછી રસ્તા પલટાતાં અમે બંનેએ પરસ્પર સ્નેહભાવથી મળી સુખશાતા પૂછી. એઓએ વાલકેશ્વર તરફ વિહાર કર્યો ને મેં પૂના તરફ વિહાર કર્યો. અમે બંને જુદા પડ્યા ત્યારે બનેની આંખોમાં પાણી ભરાઈ આવ્યાં. પણ કેને ખબર હતી કે અમે બને હમેશને માટે જુદા પડી રહ્યા છીએ ! એઓશ્રીજી વિનય, વિવેક, ગભીરતા, વિશાળતા, ઉદારતા, સમયજ્ઞતા, વિદ્વત્તા આદિ ગુણોથી ભરપૂર હતા. એઓશ્રીના વિષયમાં લખનાર હોય તે મોટું પુસ્તક થઈ જાય. એઓની ખોટ વિદ્વાનોને ખટકી રહી છે. એ ખોટ પુરાય એમ નથી. જૈન સમાજને એક અમૂલ્ય વ્યક્તિની ખોટ પડી ગઈ; એ ખોટ પુરાય એમ નથી. (રતિલાલ દીપચંદ દેસાઈ ઉપરના પત્રમાંથી, પૂના, તા. ૪-૭-૭૧).. For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy