________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
A [૧૨૭ શ્રી જૈન પ્રગતિ મંડળ, પાલીતાણા પ્રાચીન ભંડારના ઉદ્ધારક વિદ્વાન મુનિવર્ય શ્રી આગમપ્રભાકર પૂજ્ય પુણ્યવિજયજી મહારાજશ્રી મુંબઈ મુકામે કાળધર્મ પામતાં આ સંસ્થા ઊંડા શે કની લાગણી અનુભવે છે. સ્વ. મુનિવર્યશ્રીએ પ્રાચીન ગ્રંથના સંશોધન-પ્રકાશન માટે જીવન અર્પણ કર્યું હતું. શ્રુતજ્ઞાનના પુરસ્કર્તા અને પુનરુદ્ધારક સ્વ. વિદ્વાન મુનિવર્યશ્રીના નિધનથી જૈન સમાજને અને શાસનને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પૂજ્યશ્રીના પવિત્ર આત્માને શાસનદેવ ચિરશાંતિ અર્પે. (તા. ૧૬-૬-૭૧)
નવગુજરાત કેલેજ-પરિવાર, અમદાવાદ પ્રજ્ઞા અને શીલસપન મહામુનિવર, આગમપ્રમાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના કાળધર્મના સમાચાર સાંભળીને નવગુજરાત કોલેજ-પરિવાર ઊંડા દુઃખની લાગણી અનુભવે છે. તેઓશ્રીએ જૈનધર્મ અને સંસ્કૃતિના શાસ્ત્રવારસાને જગત સમક્ષ રજૂ કરીને ભારતીય સાહિત્યની અપૂર્વ સેવા કરી હતી. જેસલમેરથી માંડીને ભાવનગર સુધીના ગ્રંથભંડારોને વ્યવસ્થિત કરી, એના તલસ્પર્શી અવગાહન દ્વારા સૂચિ બનાવીને કેટલાય અજ્ઞાત ગ્રંથોની દેશ-વિદેશના અભ્યાસીઓને અમૂલ્ય માહિતી પૂરી પાડી હતી. - પ્રાચીન જૈન ગ્રંથોના ઉદ્ધારક તરીકેની તેમની સેવા કદીય ભુલાશે નહીં. તેમના હાથે સંપાદિત થયેલા પ્રાચીન ગ્રંથ સંપાદનની દૃષ્ટિએ આજે પણ આદર્શ ગણાય છે. વિશેષ તે, આગમગ્રંથોનું ખૂબ પરિશ્રમપૂર્વક સંપાદન કર્યું, ને એથી જ સહુએ “આગમપ્રભાકર” બિરુદથી એમને નવાજી દીધા હતા. જ્ઞાનના આ વિરલ ઉપાસક પાસે હસ્તલિખિત અને છાપેલાં ત્રીસ હજાર જેટલા ગ્રંથ હતા. એમની આ સેવા જોઈને ગયે વર્ષે અમેરિકાની ઓરીએન્ટલ સોસાયટીએ માનદ સભ્યપદ આપીને એમના સંશોધનકાર્ય પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ઊંડા દુઃખની લાગણી અનુભવતા નવગુજરાત કોલેજ પરિવારને લાગે છે કે એમની નિવ્યજ સાધુતા અને પ્રકાંડ વિદ્વત્તાની ખેટ માત્ર ગુજરાતને જ નહીં, પણ ભારતને અને વિદ્યા પ્રેમી જગતને સાલશે, એ નિઃશંક છે. (તા. ૧૫-૬-૧૯૭૧), શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધ, સૈજપુર બોઘા (અમદાવાદ)
આગમપ્રભાકર પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબના કાળધર્મના સમાચાર સાંભળી અમારો સંઘ અત્યંત દુઃખમય આઘાતની લાગણી અનુભવે છે. કાળક્રમે નષ્ટપ્રાય થતા જતા જૈનદર્શનને અને આગમસાહિત્યને દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે કરેલ ઉદ્ધાર પછી તેના જેવું અને તેથીય કદાચ વિકટ કાર્ય પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ આવ્યું હતું. દરેક આગમની શુદ્ધ વાચનાઓ સંશોધન પછી તૈયાર કરવી, અસ્તવ્યસ્ત થઈ ગયેલ પુસ્તકને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવાં, પુસ્તકોનાં પાનાં, જે એકબીજામાં મિશ્ર થઈ ગયાં હોય, ઉધઈ ખાઈ ગઈ હોય કે ચોટી ગયાં હોય, શાસ્ત્રાનુસાર તેમને વ્યવસ્થિત રીતે ગોઠવવાં, શુદ્ધ ગાથાઓ અને તેના અર્થને બરાબર ગોઠવવા વગેરે કાર્ય કંઈ નાનું સૂનું ન હતું, કારણ કે જૈન શાસ્ત્રો તે સાગરથી વિશાળ છે. અને તેય પાછું એકાદ જ્ઞાન ભંડારને અનુલક્ષીને નહીં, પરંતુ જેટલા જેટલા પ્રાચીન જૈન ભંડારો હતા-પાટણ, ખંભાત, જેસલમેર વગેરે વગેરે–તે બધાને પણ જીર્ણોદ્ધાર કરવો એ કપરું કાર્ય હતું. શક્ય તેટલે વધુમાં વધુ સમય પૂજ્યશ્રીએ આ કાર્ય પાછળ ખર્ચીને પિતાનું જીવન તે જ્ઞાનયજ્ઞમાં આપીને
સ્વકલ્યાણ કરી ગયા છે જ, પરંતુ સાથે સાથે આપણા માટે જ્ઞાનને શુદ્ધ વારસો મૂકી આપણું કલ્યાણ માટે પણ રસ્તે ખોલતા ગયા છે. પૂજ્યશ્રીના કાર્યને આગળ ધપાવી અને પૂર્ણ કરવામાં યથાશક્તિ ભેગ આપીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. (તા. ૨૪-૬-૭૧) ૧૬
For Private And Personal Use Only