________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮]
શ્રી આત્માનંદ પ્રકાશ
શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર
પરમપૂજ્ય, આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ બાસઠ વર્ષને દીક્ષા પર્યાય પાળી, સંવત ૨૦૨૭ના જેઠ વદિ ને સોમવારના રોજ, મુંબઈ ખાતે, સ્વર્ગસ્થ થયા, તે નિમિત્તે તેઓશ્રીને શ્રદ્ધાંજલિ અર્પવા શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળાની કાર્યવાહક સમિતિ તા. ૧-૭-૭૧ ગુરુવારના રોજ શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ શાહના પ્રમુખસ્થાને મળી હતી. સભામાં સ્વર્ગસ્થના આગમનું અને જૈન ગ્રંથોનું સંશોધન કરવાના તથા પ્રાચીન પ્રતાના ભંડારને વ્યવસ્થિત કરવાના જિંદગીભરના પ્રયાસો માટે શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ, સવાઈલાલભાઈ રાયચંદ, ડાહ્યાભાઈ છોટાલાલ તથા કાન્તિલાલ જ. દોશીએ ગુણાનુવાદ કરી શ્રદ્ધાંજલિ અપિ હતી. ત્યારબાદ ત્રણ નવકાર ગણું નીચેને ઠરાવ પસાર કર્યો હત–
ઠરાવ
સ્વ. આગમપ્રભાકર મુનિરાજ શ્રી આગમસાહિત્યના સંશોધક તેમ જ પ્રાપ્ય વિદ્યાના ઉદ્ધારક હતા. આગમ સાહિત્યના અણિશુદ્ધ પ્રકાશન અને સંશોધનનું તેમણે જિંદગીના અંત સુધી કરેલું કામ અદ્વિતીય અને પ્રશંસનીય છે. તેઓશ્રી એક પરમ વિદ્વાન અને સાચા જ્ઞાનપ્રચારક હોવા છતાં સ્વભાવે શાન્ત, સરળ અને નિરભિમાની હતા.
આ સંસ્થાએ આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના સાહિત્ય-સંશોધનના ઉત્તમ કાર્યને બિરદાવવા તેઓશ્રીને ચન્દ્રક અર્પણ કરવા ઠરાવ કરેલ હતા. તે અંગે તેમનું બહુમાન કરવા માટે તેઓ સમક્ષ વારંવાર વિચારો રજૂ કર્યા હતા, પરંતુ તેઓશ્રીએ નમ્ર ભાવે તેમને અસ્વીકાર કર્યો, છતાં સંસ્થાને એ પ્રયાસ ચાલુ હતું. પરંતુ દુઃખની વાત છે કે તે સફળ થાય તે પહેલાં તેઓશ્રી આપણું વચ્ચેથી વિદાય થયા. તેઓશ્રીના સ્વર્ગવાસથી સમગ્ર જૈન સમાજને ન પુરાય તેવી ખોટ પડતાં આ સભા ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરે છે અને તેમના નિર્મળ આત્માને પરમ શાંતિ મળે એમ પ્રાથે છે. (તા. ૧-૭-૭૧)
श्री आत्मानन्द जैन सभा, नकोदर श्री आत्मानन्द जैन सभा, नकोदर-श्री आगभप्रभाकर, श्रुतशीलवारिधि मुनिराज श्री पुण्यविजयजी महाराज साहेबके अकाल मृत्युकी खबर बडे दुःखसे सुनी गई। और इस पर सभा बडा शोक व दु:ख प्रगट करती है। इससे श्री जैन संघ नकोदरको बडा भारी आघात पहुँचा है। आगमोंका संशोधन करना व प्रकाशन करना यह महान कार्य इन्हीं समर्थ महापुरुषका था । यह बडी भारी खामी समाजमें पडी है, जिसकी पूर्ति होनी कठिन है। मगर कालके आगे चारा नहीं। हमारी शासनभगवानसे विनीत प्रार्थना है कि इनकी आत्माको स्वर्गमें जगह देकर शान्ति प्रदान करें और साधुसमुदायको इस दुःखको सहन करनेकी शक्ति देवें । यह सभा अपनी श्रद्धांजलि प्रगट करती हैं।
શ્રી આત્માનંદ જૈન સભા, અમૃતસર
આગમપ્રભાકર શ્રીમાન પુણ્યવિજયજી મહારાજશ્રી જેવા આગમના ઉદ્ધારક તેમ જ અન્ય અનેક ગ્રંથભંડારાના નિર્માતા વિદ્વાન મહારાજશ્રીના સ્વર્ગવાસથી શ્રીસંઘ અમૃતસર બહુ જ દુઃખી થયેલ છે. જેને સમાજને એ ગુરુદેવના જવાથી મહાન ખોટ પડેલી છે, જે અપૂરણીય છે. (તા. પ-૭–૭૧)
For Private And Personal Use Only