________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૫
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક કપડવણજ નગરપાલિકાની બોર્ડની સાધારણ સામાન્ય સભા, કપડવણજ
કપડવણજ નગરપાલિકાની બોર્ડની આજની આ સભા તા. ૧૪ જૂન, ૧૯૭૧ ના રોજ રાતના ૮-૧૦ મિનિટ મુંબાઈ મુકામે જ્ઞાનતપસ્વી, શ્રુતશીલવારિધિ, આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રી ૭૫ વરસની વયે કાળધર્મ પામ્યા છે તેથી સમસ્ત જૈન સંઘે ઘણો જ ડો આઘાત અનુભવ્યો છે, તે ઊંડા દુઃખની લાગણી સાથે નોંધ લે છે. - તેઓશ્રીને જન્મ કપડવણજ શહેર એટલે કે આપણું જ શહેરમાં વિક્રમ સંવત ૧૯પરના કારતક સુદ પ.ના રોજ થયો હતો, તેઓએ તેમના જીવનકાળ દરમ્યાન જ્ઞાનભંડારોનું સંશોધનકાર્ય કરી તેને વ્યવસ્થિત કરવામાં સમય વ્યતીત કરેલ છે. તેઓશ્રીએ વ્યવસ્થિત કરેલ જ્ઞાનભંડારે પૈિકીના જેસલમેર, પાટણ, ખંભાત વિગેરેના જ્ઞાનભંડારો છે. આ બધા જ્ઞાનભંડારે મહારાજા શ્રી કુમારપાલના સમયમાં મુનિ શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મહારાજને લખેલા ગ્રંથમાંથી ઉપસ્થિત થયેલા છે. અને મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીનું પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન અદ્વિતીય હતું. તેઓશ્રીના પ્રયાસથી અમદાવાદમાં શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અસ્તિત્વમાં આવેલ છે. પ્રાચીન વિદ્યાનાં સંશાધનો, જે વિદેશમાં અને પશ્ચિમના દેશમાં જાય છે, તેમાં તેઓશ્રીને ઘણું જ મેટ ફાળો છે. અને તેઓશ્રીના આ અવિરત અને ઉજજવલ કાર્યોને પ્રકાશપુંજ અમેરિકાના ધ્યાન ઉપર આવતાં અમેરિકાની ઓરીએન્ટલ સોસાયટીએ તેઓશ્રીને માનદ સભ્યપદ સને ૧૯૭૦માં આપીને તેઓશ્રીની વિદ્વત્તાનું વિરલ એવું . બહુમાન કરેલ છે. આવા અને શીલસંપન્ન મહામુનિવરની મહાયાત્રા એ ભારતની જ નહિ પણ વિશ્વભરની સાધુતા અને કવિદ્વત્તાના ક્ષેત્રમાં ન પુરાય અને ન ભુલાય તેવી બેટ છે. અને આગમપ્રભાકર મુનિશ્રીના જીવનનાં યશગાન શાઈને તેઓશ્રીને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
પ્રભુ તેઓશ્રીને આત્માને નિર્વાણપદ આપે એવી સહૃદય પ્રાર્થના તેઓશ્રીના માનમાં ઊભા થઈને બે મિનિટ મૌન પાળીને કરવામાં આવે છે. ( તા. ૨૪-૭-૧૯૭૧)
પાટણના નાગરિકેની જાહેર સભા પૂજ્યપાદ મુનિ શ્રી પુણવિજ્યજી મહારાજ, તેઓના ગુરુ પરમપૂજ્ય મુનિ શ્રી ચતુરવિજયજી મહારાજ તથા તેઓના ગુરુ પરમપૂજ્ય પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજી મહારાજે વર્ષો સુધી પાટણમાં જ્ઞાનની તેમ જ સંયમની વિમળ સાધના કરતાં રહીને ગુજરાતની ગૌરવશાળી પાટણનગરીને પિતાની કર્મભૂમિનું ગૌરવ આપ્યું હતું. મહારાજશ્રીના સ્વર્ગવાસ નિમિત્ત, પાટણની સંખ્યાબંધ જૈન તેમ જ અન્ય સંસ્થાઓના ઉપક્રમે, તા. ૨૨-૧-૭૧ના રોજ રાતના, જાહેર સભા બોલાવવામાં આપી હતી સભાનું પ્રમુખસ્થાન પાટણની સાયન્સ અને આટર્સ કેલેજના પ્રિન્સીપાલ શ્રી બી. એમ. ઉપાધ્યાયે સંભાળ્યું હતું. જુદા જુદા વક્તાઓએ મહારાજશ્રીના જીવન અને કાર્યને હાદિક અંજલિ આપ્યા બાદ નીચે મુજબ ઠરાવ સભામાં પસાર કરવામાં આવ્યો હતો ?
ઠરાવ
પ્રાતઃ સ્મરણીય, આગમપ્રભાકર, બુતશીલવારિધિ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીના, મુંબઈ મુકામે, તા. ૧૪-૬-૭૧ ના રોજ, સમાધિપૂર્વક થયેલા કાળધર્મથી પાટણના નાગરિકની આ સભા ઊંડા ખેદ અને દુઃખની લાગણી વ્યક્ત કરે છે. તેઓશ્રીના જવાથી જૈન સમાજ અને વિદ્વતજગતને મહાન ખોટ પડી છે. આ પુણ્યશ્લોક મહાત્માનું કાયમી સ્મારક જાળવવા, જ્ઞાનમંદિરના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા પાટણના નાગરિકને આ સભા સર્વાનુમતે વિનતી કરે છે. (તા. ૨૨-૬-૭૧)
For Private And Personal Use Only