________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪]
શ્રી આત્માનંદ પ્રકાશ આ ઉપરાંત મુનિરાજ શ્રી પુણ્યવિજયજી વગેરેની વિદ્વત્તા, સજ્જનતા અને નમ્રતાના ગુણથી આકર્ષાઈ આ દેશને તેમ જ પરદેશના જિજ્ઞાસુઓ, વિદ્વાને, સંશોધક, લેખક, કવિઓ વગેરે જાતજાતના પતિ હમારા આ ઉપાશ્રયમાં ખેંચાઈ આવીને વિવિધ પ્રકારની જ્ઞાનચર્ચાઓ કરતા અને આ બધું જોઈને, જાણીને અને સાંભળીને અમારા સંઘની પ્રજામાં જ્ઞાનના અને ધર્મના ઘણા ઊંડા સંસ્કાર પડતા, એ જોઈ અમારે આ સંધ હંમેશા પ્રમુદિત રહે.
હવે આપણા કમનસીબે આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજી તે મુંબઈમાં કાળધર્મ પામ્યા અને જે રીતે તેઓ ઉપાશ્રયને પોતાની હાજરીથી શોભાવતા તે આપણે ફરી જેવા પામવાના નથી ! અને જેમને લીધે આ ઉપાશ્રયને એક વિશેષ મભો જામેલે એ ટકી શકશે કે કેમ ? એવો પ્રશ્ન મનમાં આવતાં જ અમારે આ સંધ ભારે ક્ષોભ પામે છે અને આઘાત પામે છે, અને વિશેષ દુઃખી દુઃખી થઈ જાય છે. અમારા આ આંતરક્ષોભને વાચા આપવા અમે આ બધું કહીએ છીએ અને કાંઈક હળવાશ અનુભવીએ તે સારુ અહીં ભેગા મળ્યા છીએ.
: ભાઈઓ ! કાળની ગતિ ગહન છે. શ્રી તીર્થ કરે જેવા મહાન આત્માઓને પણ કાળે છોડ્યા નથી; એને
એ જાતને જ સ્વભાવ છે, એમ વિચારીને આપણે સાત્વન મેળવવું જોઈએ. આગમપ્રભાકરજી અને પંન્યાસજીના જવાથી આપણને તે ભારે ખોટ પડી છે, જે હવે કદી પુરાય એવું દેખાતું નથી, એટલું જ નહિ, પણ આગમપ્રભાકરજીના જવાથી તે સમગ્ર જૈન સંઘને બહુ મોટી ખોટ પડેલ છે. અને આગમપ્રભાકરએ જે કામ આદરેલું તેને કેમ કરીને પૂરું કરવું એવી વિશેષ ચિંતા જૈન સંઘને થઈ આવી છે. છેવટે આગમન પ્રભાકરજી જેવા નિર્મળ, પવિત્ર અને સરળ વિદ્વાન મુનિરાજ તે પોતાની કરણી અને રહેણીથી શાનિ જ પામેલા છે, પણ વહેવારની દૃષ્ટિએ આ સંઘ એમ પ્રાર્થના કરે છે કે-નિર્વાણ પામેલા આગમપ્રભાકરજીને ભગવાન મહાવીર સદાને માટે શાતિ આપે અને જૈન સંઘને પડેલી આ બેટને શાસનદેવ પૂરી કરો. (તા. ૨૧-૬-૭)
શ્રી જૈન તારી મૂર્તિપૂન સંધ, વહત (મેટ) (. .)
आगमप्रभाकर श्रुतशीलवारिधि मुनिराज श्री पुण्यविजयजी महाराज साहेबके अकस्मात ही स्वर्गवास हो जानेसे जैन समाजकी ही नहीं अपितु पूर्ण मानव जातिकी अपार क्षति हुई । उनके निधनसे जैन समाजका स्तम्भ टूट गया। उनके द्वारा जो स्थान रिक्त हुवा उसकी पूर्ति नितांत असम्भव है।
'मुनिराज द्वारा आगमोंका संशोधन एवम् प्रकाशन जैन समाजके लिए अमूल्य भेंट थी। बदकिस्मतीसे जो कार्य अपूर्ण रहा है उसका पूर्ण होना बहुत असम्भव कार्य है। श्रीसंघ बडौत उनके आकस्मिक निधनसे अत्यन्त दुःखी हुवा है। उनकी अपार सेवायें हर दिल-दिमाग पर सदैव अंकित रहेंगी। जैन समाज ही नहीं, पूर्ण मानवजाति हमेशा उनकी चिरऋणी रहेगी । श्रीसंघ बडौत उन महान विश्वविभूतिके प्रति अपनी सच्ची श्रद्धांजलि अर्पित करता है और शासनदेवसे प्रार्थना करता है कि उस महान आत्माको शान्ति मिले ।
" बहुत गौरसे सुन रहा था जमाना, तुम्हीं सो गये दासतां कहते कहते"
(તા. ૨-૭–૭૧)
For Private And Personal Use Only