________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨]
શ્રી આત્માનંદ પ્રકાશ મળી હતી. સભામાં શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ શાહ, શ્રી અમરચંદ માવજી શાહ, શ્રી ખીમચંદભાઈ ચાંપશી શાહ શ્રી ભાયચંદ અમરચંદ શાહ, શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી, શ્રી છોટાલાલ ગિરધરલાલ શાહ તથા સભાને પ્રમુખ શ્રી ભોગીલાલ મગનલાલ શાહે મહારાજશ્રીને પોતાની હાર્દિક શ્રદ્ધાંજલિ આપ્યા બાદ નીચે મુજબ કરાઈ પસાર કરવામાં આવ્યો :
શેક-ઠરાવ પરમપૂજ્ય આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ, મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબ જેઠ વદ છે, તા. ૧૪-૬-૧૯૭૧ સોમવારના રોજ રાત્રિના ૮-૧૦ કલાકે મુંબઈ મુકામે બાસઠ વર્ષને નિરતિચારપણે દીર્ધ ચારિત્રપર્યાય પાળી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે.
આપણા જૈનધર્મમાં “જ્ઞાન”ને સહુથી ઉત્તમ સ્થાન આપ્યું છે. પ્રાચીન શ્રમણ સંસ્કૃતિનાં ઉચ્ચાર મૂલ્યો જૈન આગમમાં સંગ્રહાયેલાં છે. તેનું શુદ્ધ પ્રકાશન કરવામાં, જુદા જુદા જૈન ભંડારોને વ્યવસ્થિત બનાવી તેનું સંરક્ષણ કરવાના કાર્યને જીવનની મુખ્ય પ્રવૃત્તિ બનાવી, જેઓશ્રીએ સકળ સંઘ ઉપર પરમ ઉપકાર કર્યો છે, તે પૂજ્ય મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ, જેઓશ્રી નિરભિમાની, નિરતિચારી, નિ:સ્પૃહત્તિના શાંતમૂર્તિ, સમભાવી હતા, તે મહારાજશ્રીના સ્વર્ગવાસથી જન સમાજને જ નહિ પરંતુ સમસ્ત પ્રજાને આધ્યાત્મિક સત્ય અને ગહન શાસનનાં તત્ત્વ સમજાવનાર એક ગુરુવર્યની મહાન ખેટ પડી છે. તેઓશ્રીનાં પ્રકાશને તથા જૈન સાહિત્યસેવાની પ્રવૃત્તિ દ્વારા તેઓશ્રીએ કરેલ સેવા ચિરકાળ સુધી અવિસ્મણીય રહેશે, તેમ આજે શ્રી જૈન છે. મૂ. તપાસંઘની મળેલ સભા માને છે; અને તેઓશ્રીનાં ઉપદેશેલાં સત્યો જીવનમાં ઉતારવાની આપણને સહુને શક્તિ મળે તેવી પ્રભુને પ્રાર્થના કરે છે, અને તેઓશ્રીના આત્માની પરમ શાંતિ ઈચ્છે છે. (તા. ૨૨-૬-૭૧)
जैन समाज, इन्दौर इन्दौर नगरके जैन समाजकी यह सभा श्रुतशीलवारिधि आगमप्रभाकर मुनिराज श्री पुण्यविजयजीके असामयिक निधनका समाचार सुनकर स्तब्ध है तथा अपने आपमें एक महान शोधककी रिक्तता अनुभव करती है। पूज्य महाराज साहेब पुण्यविजयजीके निधनसे जो क्षति हुई है उसकी पूर्ति युगों तक होना संभव नहीं है।
यह सभा पूज्य महाराज साहेब पुण्यविजयजीके निधन पर हार्दिक शोक प्रकट करती है तथा जिनेश्वर देवसे प्रार्थना करती है कि पूज्य महाराज साहेबकी आत्माको पूर्ण शान्ति प्राप्त हो तथा हमारे સમ7ો નવી ક્ષત્તિ સહન કરી શક્તિ પ્રદાન કરી (તા. ૨૭-૬-૨) ( यह सभा सर्वधर्मसमन्वयी मुनिवर्य श्री जनकविजयजी महाराजकी अध्यक्षतामें मिली थी)
લાલભાઈ દલપતરાઈ ભારતીય સંસ્કૃતિ વિધામંદિર, અમદાવાદ પ્રજ્ઞા-શીલસંપન્ન પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના કાળધર્મ પામ્યાના સમાચારે અમે લા. દ. વિદ્યામંદિરના સંચાલક સમિતિના સભ્યો શોકની ઘેરી લાગણી અનુભવીએ છીએ.
પૂ. મુનિશ્રીએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલ ભારતીય અસ્મિતાના પ્રાણભૂત સાહિત્યની ગુણવત્તા અને ઇયત્તાને પ્રગટ કરી ભારત ઉપર અનેરો ઉપકાર કર્યો છે. તેઓશ્રીએ અનેક જ્ઞાનભંડારોને વ્યવસ્થિત કરવાનું શ્રમસાધ્ય કાર્ય કર્યું છે, સન્નિષ્ઠ સંશોધકને છાજે એવાં સંપાદન આપ્યાં છે. અમૂલ્ય હસ્તપ્રતાની
For Private And Personal Use Only