SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૦] શ્રી આત્માનંદ પ્રકાશ વડોદરાને શ્રીસંધ તથા જૈન તેમ જ અન્ય સાર્વજનિક સંસ્થાઓ વડોદરાના જુદા જુદા સંધે, જૈન સંસ્થાઓ તથા અન્ય સાર્વજનિક સંસ્થાઓ તરફથી, તા. ૨૦-૬-૭૧ને રોજ સવારમાં, શ્રી આત્માનન્દ જૈન ઉપાશ્રયમાં, આચાર્ય શ્રી વિજયઈદિનસૂરિજી તથા વયોવૃદ્ધ પત્યાર શ્રી નેમવિજયજી મહારાજના સાંનિધ્યમાં, સકળ સંધની શોકસભા બોલાવવામાં આવી હતી. સભામાં ચતુ વિધ સંધે તથા અન્ય વિદ્વાનોએ મહારાજશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યા હતા– કાવ વડોદરાના શ્રી જૈન સકળ સંધની વિવિધ સંસ્થાઓ, પ્રગતિ મંડળ, પ્રાશ્ય વિદ્યા મંદિર, પ્રેમાન સાહિત્ય સભા, સંસ્કૃત વિઠસભા વગેરે સત્તાવીસ સંસ્થાઓના ઉપક્રમે મળેલ સંયુક્ત સભા તા. ૧૪-૧-૭૧ન રાજ મુંબઈ મુકામે આગમપ્રભાકર પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ રાત્રે ૮-૩૦ કલાકે સમાધિપૂર્વ કાળધર્મ પામ્યાના સમાચાર જાણીને ઊંડા શોકની લાગણી અનુભવે છે. અર્ધ શતાબ્દી કરતાંયે વધુ સમય પૂ. મુનિશ્રીએ તેમનું જીવન જ્ઞાનભક્તિને સમર્યું હતું. આગમ સંશોધન અને આગમ-પ્રકાશનનું ભગીરથ કાર્ય તેમને વેનમંત્ર બની ગયાં હતાં. પરમ પૂજ્ય શાંતમૂતિ પ્રર્વતક શ્રી કાંતિવિજયજી મહારાજના સમયથી ચાલતી આવતી જ્ઞાનભંડારના ઉદ્ધારની પરંપરાને તેમણે વધુ વેગવંતી બનાવી પાટણ, જેસલમેર, વડોદરા, અમદાવાદ અને અનેક સ્થળોના પુસ્તકભંડારાને ન ઓપ આપી વ્યવસ્થિત કરવા ઉપરાંત તેમણે પોતે ગ્રંથલેખન અને સંપાદનનાં અનેક કાર્યો કર્યા હતાં. ભારત તેમ જ પરદેશના અનેક વિદ્વાનોને, ભારતીય વિદ્યાનાં વિવિધ ક્ષેત્રોમાં મૌલિક કાર્ય કરવા માટે, તેમના તરફથી ઉદાર ભાવે સહાય અને માર્ગદર્શન મળ્યાં કરતાં હતાં. આવા પરમ સાત્વિક વિદ્વાન મુનિશ્રીના સ્વર્ગવાસથી જૈન અને ભારતીય વિદ્યાના ક્ષેત્રે કદીય ન પુરાય તેવી ખોટ પડી છે. કાળધર્મ એ જીવનને ક્રમ છે. પણ મુનિશ્રીનું જીવનકાર્ય આ ક્ષેત્રમાં કાર્ય કરતા સર્વ મુનિશ્રીઓ, વિદ્વાને, કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ થશે. પૂજ્યશ્રીને આ સભા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પે છે. श्री आत्मानन्द जैन सभा, मालेरकोटला (पंजाब) श्री संघ मालेरकोटलाके लिए यह अत्यन्त शोकका विषय है कि भारतीय विद्याके प्रकाण्ड विद्वान्, आगमप्रभाकर, परमपूजनीय, वन्दनीय, मुनि श्री पुण्यविजयजी महाराजके अचानक स्वर्गस्थ होनेके समाचारको तार द्वारा पढकर, सकल श्रीसंघके हृदयको तीव्र आघात पहुँचा । परमवन्दनीय, मुनिश्रीजी संस्कृत, प्राकृत, अपभ्रंश व प्राचीन गुजराती आदि अनेक भाषाओंके प्रतिष्ठित विद्वान थे। उन्होंने अनेक प्राचीन जैन आगमों, शास्त्रोंके प्रकाशनका परिश्रम पूर्वक व विद्वत्तापूर्ण सम्पादन किया था । जैन भण्डारोंके हस्तलिखित शास्त्रोंके संकलन तथा सूचीकरणमें उनकी सेवाएँ अत्यन्त महत्वपूर्ण व अपूर्व हैं । देश व विदेशोंके विद्वानोंने उनकी मुक्त कण्ठसे भूरि भूरि प्रशंसा की है। लाखों शास्त्र-भण्डारीकी खोज और समुचित व्यवस्था उनके जीवनका एक अंग बन चुका था। अनेक विद्वान् और जिज्ञासु उनसे मार्ग-दर्शन प्राप्त करते थे। महान् साहित्यिक कार्यमें तल्लीन होने पर भी वे एक कर्तव्यपरायण "जैन श्रमण" थे। For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy