________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[૧૦૫ श्री जैन श्वेताम्बर महासभा उत्तर प्रदेश, हस्तिनापुर (जिला मेरठ) श्री जैन श्वेताम्बर महासभा उ. प्र. की कार्यकारिणी समिति की यह विशेष बैठक परमपूज्य श्री आगमप्रभाकर श्री १००८ पुण्यविजयजी महराज के निधन पर हार्दिक शोक व गहन दुःख व्यक्त करती है। आप महान शास्त्रज्ञ, प्रकाण्ड विद्वान, जैनधर्मावलम्बी, गुरुभक्त तथा धर्मप्रेरक थे। समाज आपके त्याग व तपस्या की प्रेरणा के लिए बहुत आभारी है। महासभा उ, प्र. आपके निधन से जैन समाज की काफी क्षतिका अनुभव करती है । शासनदेवजी से प्रार्थना करती है कि समाज को इस क्षति को सहन करने की शक्ति व दिवंगत आत्मा को चिरशान्ति प्रदान करे।
શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ પરમપૂજ્ય, પ્રાતઃસ્મરણીય, આગમ, સાકર, શ્રુતશીલવારિધિ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજનું સ્થાન અને માન ભારતીય વિદ્યા અને જૈન વિદ્યાના દેશ-વિદેશના વિદ્વાનોમાં અનન્ય હતું. જેને મૃતના તેઓ પારગામી વિદ્વાન હોવા ઉપરાંત સમગ્ર જૈન વાડ્મયના પણ મર્મગ્રાહી અને સર્વસ્પશી વિશેષજ્ઞ વિદ્વાન હતા. ઉપરાંત, તેઓએ ભારતીય સાહિત્યનું પણ ખૂબ આદર અને ભક્તિથી અવગાહન કર્યું હતું. શાસ્ત્રીય તેમ જ ઈતર સાહિત્યનું તેઓશ્રીનું અધ્યયન તેમ જ સંશોધન સાંપ્રદાયિક કદાગ્રહથી સર્વથા મુક્ત તેમ જ સત્યગ્રાહી હતું. તેઓશ્રીની જ્ઞાનોપાસનાની આવી વિરલ વિશેષતા હતી, અને તેથી જ તેઓ વિજગતમાં ખૂબ આદર અને ચાહના મેળવી શક્યા હતા.
તેઓ સાચા અને સંપૂર્ણ અર્થમાં જ્ઞાનોદ્ધારક હતા. પ્રાચીન જૈન જ્ઞાનભંડારોના સમુદ્ધારનું, પ્રાચીન જીર્ણ વિરલ પ્રતાને ચિરંજીવી બનાવવાનું જૈન આગમસૂત્રો તેમ જ અન્ય દુર્ગમ પ્રાચીન ગ્રંથોના સંશોધન-સંપાદન કરવાનું, અને દેશ-વિદેશના વિદ્વાનને પૂરી ઉદારતા અને સહૃદયતા સાથે દરેક પ્રકારની સહાય કરવાનું મહારાજશ્રીનું કાર્ય આદર્શ, બેનમૂન અને શકવતી કહી શકાય એવું હતું. મહારાજશ્રીનું જ્ઞાનોદ્ધારનું આ કાર્ય તેઓશ્રીને પરમપૂજ્ય દાદાગુરુ પ્રશાંતમૂર્તિ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મારાજ તથા પરમપૂજા આજીવન વિદ્યાસેથી ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજે શરૂ કરેલી શ્રુતભક્તિની પરંપરાનું ખૂબ ગૌરવ વધારે એવું હતું. પૂજયપાદ પુણ્યવિજયજી મહારાજે જ્ઞાનોદ્ધારના ક્ષેત્રમાં કરેલું કાર્ય એટલું વિરાટ છે અને તેઓશ્રીના સ્વર્ગવાસથી આ ક્ષેત્રમાં એટલી મેટી ખોટ ઊભી થઈ છે કે તે ક્યારે કેવી રીતે પૂરી થશે તેની કલ્પના કરવી પણ આજે મુશ્કેલ લાગે છે. એક સતત કાર્યશીલ સંસ્થા કરી શકે એટલું મેટું કાર્ય તેઓશ્રીએ કર્યું છે. તેઓશ્રીના જીવન સાથે વણાઈ ગયેલી અપ્રમત્તતા અને ઉત્કટ શ્રુતભક્તિનું જ આ સુપરિણામ છે.
જ્ઞાને પાસક વિદ્વાન હોવા ઉપરાંત મહારાજશ્રી શ્રમણધર્મના ઉદ્દેશ અને સારરૂપ આત્મસાધનામાં પણ એવા જ મગ્ન અને સતત જાગરૂક હતાનિર્મળ સંયમની આરાધના તેઓને જીવન સાથે સાવ સહજપણે એવી ઓતપ્રેત બની ગઈ હતી કે એની મધુર અને પવિત્ર છાપ તેના વિચારોમાં, કથનમાં અને વર્તનમાં જોવા મળતી હતી. નિર્દભપણું, નિર્દશપણું, નિરભિમાનતા, સરળતા, નિખાલસતા, સૌમ્ય નિર્ભયતા, સમભાવ, કરુણપરાયણતા, પરોપકારિતા, નમ્રતા, વિવેકશીલતા જેવા અનેકાનેક ગુણોથી તેઓશ્રીના જીવન અને વ્યવહાર સ્ફટિક સમાં વિમળ બન્યાં હતાં. તેઓ આદર્શ સાધુતાની મૂર્તિ અને શ્રમણજીવનને શ્રેષ્ઠ પ્રતીક હતા.
આપણી સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલય સાથેના તેઓના આત્મીયતાભર્યા ધર્મ સ્નેહને અને તેઓએ સંસ્થા ઉપર કરેલા ઉપકારોને વિચાર કરીએ છીએ ત્યારે તે જાણે ઋણસ્વીકાર માટેના મેટામાં મેટા
૧૪
For Private And Personal Use Only