SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૧૦૩ તા. ૧૬-૬-૭૧ બુધવારે સાંજના પાંચ વાગતાં સભાના પ્રમુખ શ્રીયુત ખીમચંદ ચાંપશી શાહના પ્રમુખપણ નીચે, સભાની શ્રદ્ધાંજલિ સભા મળતાં પ્રમુખશ્રીએ સતિની જ્ઞાનોપાસના અને આ સભાના ઉત્કર્ષમાં તેઓશ્રીએ આપેલ અપૂર્વ સહકાર અંગે પ્રાસંગિક વિવેચન કર્યું હતું. અને તે પછી સદ્ગતને અંજલિ આપતો નીચેને ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો – ઠરાવ આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ, મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, જેઠ વદ છઠ, તા ૧૪-૪-૧૯૭૧ સોમવારના રોજ રાત્રિના ૮-૧૦ કલાકે, મુંબઈ મુકામે, લગભગ બાસઠ વર્ષને નિરતિચારપણે દીર્ધ ચારિત્રપર્યાય પાળી, સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે તેની નોંધ લેતાં આ સભા ઘેરા શોકની ઊંડી લાગણી અનુભવે છે. પણ ઉપરાંત વર્ષનું એ જ્ઞાનતપસ્વી મુનિવર્યનું જીવન જ્ઞાનોપાસનાની અનેક સિદ્ધિઓથી સભર છે. પ્રાચીન ગ્રંથભંડારોને ઉદ્ધાર અને તેની સુરક્ષણ-વ્યવસ્થા તથા આગમસાહિત્યનું વૈજ્ઞાનિક સંશોધન એ તેમના પ્રિય વિષય હતા. જેસલમેર, પાટણ, લીંબડી વગેરે અનેક સ્થળોના અસ્તવ્યસ્ત થઈ ગયેલા જ્ઞાનભંડારોને તેઓશ્રીએ સતત પરિશ્રમ લઈ ઉદ્ધાર કર્યો છે અને આધુનિક ઢબે તેનાં સૂચિપત્રો પ્રગટ કરાવ્યાં છે અને તેમને વ્યાપક ઉપયોગ થઈ શકે તે દૃષ્ટિથી માઈક્રો ફિલ્મ અને ફેટોસ્ટાટ કોપી દ્વારા સંખ્યાબંધ પ્રતિઓ સર્વસુલભ બનાવવા માટે ભગીરથ પ્રયત્ન કર્યો છે. એ તેમથી સિદ્ધિ અજોડ છે. આગમોને શક્ય તેટલી બધી રીતે સંશોધિત કરી પ્રકાશિત કરવાનું તેઓશ્રીનું જીવનસ્વપ્ન હતું. આ મહાન કાર્ય સિદ્ધ કરવા માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી અવિશ્રાંતપણે સતત કાર્યશીલ રહેતા હતા અને તેના ફલસ્વરૂપે શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આગમ પ્રકાશનના શુભ કાર્યની તેઓશ્રી મંગળ શરૂઆત કરાવી શક્યા હતા. આ સભા ઉપર તેમની અસીમ કૃપા હતી, અને આ સભાના ઉત્કર્ષમાં તેઓશ્રીને ફાળે ઘણો જ મહત્વનું છે. આ સભાએ જે જે સંસ્કૃત તથા પ્રાકૃત ગ્રંથ પ્રસિદ્ધ કર્યા છે તેનું સંશોધન કરી અથવા કરાવી તેઓશ્રીએ તે ગ્રંથે પ્રગટ કરવાની સુવિધા કરી આપેલી અને સભાના ગૌરવમાં વધારો કરાવે, તે તેઓશ્રીની સભા પરત્વે પ્રેમભરી ઊંડી લાગણીને જ આભારી છે. આવા એક જ્ઞાનતપસ્વી અને શુદ્ધ ચારિત્રશીલ મુનિવર્યના સ્વર્ગવાસથી જગતના વિદ્રવર્ગને એક મોટી ખેટ પડી છે, જૈન સમાજને વર્ષો સુધી ન પુરાય તેવી જબર પ્લેટ પડી છે અને આ સભાને તે એક આધારસ્તંભ તૂકી પડે છે. તેઓશ્રીની જ્ઞાનોપાસના તે અમર રહેશે. સ્વર્ગસ્થના આત્માને શાસનદેવ અનંત અને અખંડ શાંતિ આપે તેવી આ સભા પ્રાર્થના કરે છે. (તા. ૧૬-૬-૭૧) Research Institute of Prakrit, Jainology and Ahimsa, Vaishali Agamaprabhakara Muni Punyavijayaji was a great Guru passionately loved and venerated by his disciples. He was a versatile scholar, and could secure access to the vast collections of manuscripts lying hidden in the Jnanabhandaras of Rajasthan and Gujarat, jealously guarded by their custodians, and was successful in devising ways and means for their proper preservation and propagation. His knowledge of the Jaina lore was vast and deep, and he discovered a large number of valuable manuscripts, some of For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy