________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Boo].
શ્રી આત્માનંદ પ્રકાશ મુનિ શ્રી પૂર્ણાનંદવિજયજી, મુનિ શ્રી કાંતિવિજયજી, પન્યાસજી સુબોધવિજયજી આદિ મુનિરાજોએ શ્રદ્ધાંજલિ અર્પીતાં વક્તા કરી તેઓશ્રીનાં જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતે.
શ્રી દલસુખભાઈ માલવણિયા: મુનિશ્રીએ જ્ઞાનભંડારોના ઉદ્ધારનું, સંશોધનનું અને આગમપ્રકાશનનું જે કામ કર્યું છે તે તો અજોડ છે. તેઓમાં વિદ્યાપ્રીતિને આદર અનન્ય હતા. આજે પરિગ્રડનું બંધન વધતાઓછા અંશે સર્વને સ્પર્શે છે, પણ મુનિશ્રીએ કઈ પણ વસ્તુને સંગ્રહ કર્યો નથી. તેઓશ્રીને આચાર્યપલ્લી આપવા વારંવાર વિનતિ કરવા છતાં, તેમણે વિનય અને નમ્રતાથી તેને અસ્વીકાર કરી ત્યાગની ભાવના મૂર્તિમંત બનાવી છે. આજે મારી જે નામના છે અને કેનેડા પણ જવાનું થયું તે તેઓશ્રીને જ આભારી છે. આવા પુરુષને માટે નિર્વાણ જ હોઈ શકે !
શ્રી કેશવલાલ કિલાચંદ: આગના અધ્યયન અને તે અંગેના સંશોધનમાં મુનિ શ્રી પુણ્યવિજ્યજીએ જે સિદ્ધ કરેલ છે તે, અતિશયોક્તિ વગર કહું તે, પાંચ વર્ષમાં અન્ય કોઈએ નથી કર્યું. તેઓ સ્વભાવભૂત વિદ્યાપ્રીતિથી સ્વયં પ્રભાકર બની ગયા હતા. અને આમ તેઓ આગમપ્રભાકર બની ગયા હતા. " પ્રોફેસર કુલકર્ણ : મુનિશ્રી માત્ર જનોના કે ગુજરાતના જ ન હતા, પણ ભારતીય સંસ્કૃતિના અજોડ વિદ્વાન પુરુષ હતા. તેઓશ્રીની વિદ્વત્તાને લાભ ભારતના તેમ જ પરદેશના શિખાઉથી માંડીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અનેક વિદ્વાને અને સંશોધકોને મળ્યો છે.
શ્રી ફૂલચંદભાઈ શામજીભાઈએ અશ્રુભીના અવાજે કહ્યું: પવિત્ર, નિખાલસ અને નિઃસ્પૃહી નાની માટે હું શું બોલી શકું? તેમનું જીવન સૌને માટે પ્રેરણારૂપ બને.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સના પ્રમુખ શ્રી હીરાલાલ એલ. શાહઃ જેસલમેર જેવા પ્રદેશમાં દોઢ વર્ષ રહી અનેક મુશ્કેલીઓ વચ્ચે ત્યાંના જ્ઞાનભંડારના ઉદ્ધારનું કામ તેઓએ કર્યું હતું. આ માટે કોન્ફરન્સ પણ સારો રસ લીધો હતો. I શ્રી કાન્તાબેન કપડવંજવાળાએ મહારાજશ્રીની બાલ્યાવસ્થાને પરિચય આપતાં કહ્યુંતેઓશ્રીનું જન્મસ્થળ કપડવંજ હતું. તેમનું સંસારી નામ મણિભાઈ હતું. મણિલાલ ચારેક મહિનાના હતા ત્યારે તેમનાં માતા માણેકબેન બાળકને ઘરમાં મૂકીને નદીએ કપડાં ધોવા ગયાં. પાછળથી ઘરને આગ લાગી. આજુબાજુનાં ઘણું મકાને સળગી ગયાં. પણ એક વહેરા ગૃહસ્થ સાહસ કરીને બાળકને બચાવી લીધેલ, તે આ મહાપુરુષ બન્યા. તેમની માતાએ પણ દીક્ષા લઈ આદર્શ પૂરો પાડે છે.
બાબુ અમીચંદ પન્નાલાલ દેરાસરના ટ્રસ્ટી શ્રી શાંતિલાલ કેશવલાલ મુનિશ્રી આ કળિયુગમાં વિવાદાસ્પદ પ્રશ્નોથી હંમેશા પર રહ્યા હતા. તેઓશ્રીની અખંડ જ્ઞાનસાધનાનું બાકી રહેલું કામ કરવા સાધુમુનિરાજો અને સંધ પ્રયત્નશીલ બનશે એવી ભાવના ભાવું છું.
શ્રી ફૂલચંદભાઈ દેશી: મુનિ શ્રી જંબૂવિજયજીની ઈચ્છા મહારાજશ્રીને મળીને સાહિત્ય-સંશોધનના કામ માટે માર્ગદર્શન મેળવવાની હતી, પણ તે અધૂરી રહી.
શ્રી જયંતીલાલ રતનચંદ શાહે પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજની કાયમી યાદગીરી માટે યુનિવસિટીમાં જૈન ચેર રહે તે માટે અગર સરસ્વતીના ઉપાસકને છાજે તેવું સ્મારક કરવા અપીલ કરતાં પચાસેક હજાર જેવો નિધિ તુરત થઈ ગયો હતો. આ અંગે જૈન આગેવાનોની એક કમિટી નિયુક્ત કરવામાં આવેલ. અને તેની કાર્યવાહી આગળ ચલાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
For Private And Personal Use Only