SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૯૩ | સ્વર્ગસ્થના આત્માને આપણી અંતરની ભાવભરી વંદના છે અને તેમના આત્માને પરમ શાંતિ અર્પો એવી શાસનદેવ પ્રત્યેની પ્રાર્થના સાથે તેમનાં અધૂરાં રહેલાં કાર્યો ચતુર્વિધ સંઘ પૂરાં કરવા સદાય પ્રયત્નશીલ રહે એવી ભાવનાપૂર્વક અમે અમારી શ્રદ્ધાંજલિ અર્પી એ છીએ. શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંધ, મુંબઈ, “જૈન શિક્ષણ-સાહિત્ય પત્રિકા” માસિક, મુંબઈ જૂન, ૧૯૭૧ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મુનિ શ્રી પુણ્યવિજયજીની બહુશ્રુતતા, અવિરત સંશોધનવૃતિ અને સ્વભાવભૂત વિદ્યાપ્રીતિ સર્વ વિદિત છે...... દીક્ષા બાદ નાની ઉંમરમાં જ પંડિતો પાસે વ્યાકરણ, સાહિત્ય વગેરે જુદાં જુદાં શાસ્ત્રોને અભ્યાસ કર્યો. ત્યારબાદ યુવાન વયથી જ એમને રસ વિદ્યામાં, એમાં પણ વિશેષ સંશોધનમાં સારો હોઈ એમના પ્રગરુ પ્રવર્તક મુનિ શ્રી કાન્તિવિજયજી તથા ગુરુવર્યશ્રી મુનિ શ્રી ચતુરવિજયજીની પ્રેરણાથી હસ્તપ્રતના ઉધારના કાર્યમાં ઝંપલાવ્યું અને અનુભવ તથા એકધારી સાધના દ્વારા સારું એવું નૈપુણ્ય પ્રાપ્ત કર્યું હતું. મુનિશ્રીએ ૭૫ વર્ષની વયે પણ એક યુવાનને પ્રેરણા આપે એ ગતિથી સંશોધન તથા સંપાદનનું કામ ચાલું રાખ્યું હતું. આ કામના પરિપાકરૂપે જન આગમોના અનેક ગ્રંથોનું શાસ્ત્રીય સંપાદન એમના પ્રત્યક્ષ માર્ગદર્શન નીચે થવા ઉપરાંત બીજા પણ અનેક ગ્રંથોનું શાસ્ત્રીય સંપાદન એમના કુશળ હાથે થયું છે. ભારતીય તેમ જ વિદેશના વિદ્વાને હસ્તપ્રતોને ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા તેઓશ્રીએ કરી છે. ગુજરાતમાં પાટણને જ્ઞાનભંડાર, ખંભાત અને લીંબડીને જ્ઞાનભંડાર તથા બીજા નાના-મોટા ભંડારોનું વ્યવસ્થિત આકલન તેમ જ સંકલન કરેલ છે. આ ક્ષેત્રમાં કોઈ પણ સંશોધક વિદ્વાનને આશ્ચર્યમુગ્ધ કરી નાખે એવું કામ તે જેસલમેર જેવા પ્રદેશમાં દઢ વર્ષ રહી ત્યાંની અનેક મુશ્કેલીઓ વચ્ચે દરરોજ ૧૬થી ૧૭ કલાક સુધી ત્યાંના જ્ઞાનભંડારના ઉદ્ધારનું કામ કર્યું હતું. ભારતના તેમ જ પરદેશના શિખાઉથી માંડીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અનેક વિદ્વાને અને સંશોધકે અત્યંત ઉદારતાથી વિવિધ પ્રકારની સહાય મુનિશ્રી પાસેથી મેળવતા હતા. અત્યંત નેધપાત્ર મહત્વની વાત તે એ છે કે એમણે અનેક વિદ્વાનોને તૈયાર કરી આ ક્ષેત્રમાં જીવનભર રહે એ રીતે તેઓની મમતાભરી માવજત કરી છે. વિદેશમાં થઈ રહેલા પ્રાચ્ચ વિદ્યાના સંશોધનકાર્યમાં એમને હિસ્સે ઘણો મટે છે અને તેથી જ તાજેતરમાં અમેરિકન રિયન્ટલ સોસાયટીના માનદ સભ્યપદનું માનભર્યું બિરુદ મુનિશ્રીને આપવામાં આવ્યું હતું. પ્રાચીન ભારતીય સાહિત્યના સંશોધન-સંપાદનને વેગ મળે, અપ્રગટ કૃતિઓ પ્રગટ થાય, જ્યાં વિદ્વાન સંશેાધકને એક જ સ્થળે સંશોધન સામગ્રી સુલભ થાય એ માટે મુનિશ્રીની પ્રેરણાથી શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના પ્રયાસથી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના કરેલ છે. પ્રાત ટેકસ્ટ સોસાયટીના તેઓ પ્રણેતા હતા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આગમ પ્રકાશન યોજનાના તેઓ પ્રાણ હતા. ગુજરાતી સાહિત્ય પરિષદ (અમદાવાદ અધિવેશન)ના ઇતિહાસ વિભાગના તેમ જ ઓલ-ઈન્ડીયા ઓરિએન્ટલ કોન્ફરન્સ (૧૯૬૧)ના પ્રાકૃત વિભાગના અધ્યક્ષપદે વિરાજી ચૂકેલા મુનિશ્રી ઈતિહાસ, લિપિશાસ્ત્ર, પ્રાકૃત, સંસકૃત, જૂની ગુજરાત, રાજસ્થાની વગેરેના અઠગ અભ્યાસી વિદ્વાન હતા. For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy