________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨]
શ્રી આત્માનંદ પ્રકાશ प्राच्य भाषाओं के प्रसिद्ध न जैविद्वान मुनि का निधन आप जैन दर्शन तथा प्राच्य भाषाओं के ख्यातिप्राप्त विद्वान गिने जाते थे। ताडपत्रों में लिखे साहित्य पर आपने बडी शोध की। कई अलभ्य ग्रंथ आपके ही प्रयास से प्रकाश में आए। कई प्राचीन हस्तलिखित ग्रन्थों का अनुवाद एवं सम्पादन किया। आपकी ही प्रेरणा से अहमदाबाद के प्रसिद्ध उद्योगपति सेठ कस्तूरभाई लालभाई ने भारतीय विद्यामन्दिर की स्थापना की, जिसमें हजारो प्राचीन ग्रंथोंका संग्रह है। आपने वर्षों तक परिश्रम कर जैसलमेर ज्ञानभंडार को सुव्यवस्थित करने में योगदान दिया व सूची तयार की।
आपके निधन से देशका एक प्रसिद्ध प्राच्यभाषाशास्त्री खो गया। जैन समाज को आपके निधन से गहरा आघात हुआ है, जिसकी पूर्ति भविष्य में होना कठिन है।
हम स्वर्गस्थ आत्मा के प्रति श्रद्धांजलि अर्पित करते हुए प्रभु से प्रार्थना करते हैं कि दिवंगत आत्मा को शांति हो।
“તાર જૈન” સાપ્તાહિક, શાર: તા. ૨૪-૭-૭૨
પ્રાચ્યભાષાવિશારદ મુનિશ્રી સદ્દગત મુનિશ્રીને જન્મ ઈ. સ. ૧૮૯૩માં કપડવંજમાં થયો હતો. તેઓએ માત્ર ૧૪ વર્ષની વયે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. ગુરુવર્યની છાયામાં રહીને જૈન આગમો તથા અનેક જૈન-જૈનેતર ગ્રન્થોને તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. જૈન સમાજમાં પ્રાચ્યભાષાવિશારદ તરીકે ખ્યાતિ પામ્યા હતા. અનેક અલભ્ય પ્રત્યે અને અનેક હસ્તલિખિત પ્રતે તેઓશ્રીના પરિશ્રમે સંશોધિત-અનુવાદિત થઈ પ્રકાશિત થવા પામેલ છે. તેઓએ ખંભાત ઉપરાંત જેસલમેરમાં રહી ત્યાંના ભંડારમાં સંગ્રહાયેલું અને તાડપત્રો પર લખાયેલું સાહિત્ય વ્યવસ્થિત કર્યું હતું. અમદાવાદમાં શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા સ્થાપિત થયેલ “ભારતીય વિદ્યામંદિર”, જેમાં હજારે પ્રાચીન ગ્રન્થને સંગ્રહ છે તે, પૂ. મ. શ્રીની પ્રેરણાને આભારી છે. જૈન સમાજે એક પ્રખર વિદ્વાન અને પ્રાચીન ભાષાવિશારદ જૈન મુનિ ગુમાવેલ છે, તેની ખોટ પુરાવી અતિ મુશ્કેલ છે. સદ્ગતના આત્માને શાસનદેવ ચિર શાંતિ અર્પે એ પ્રાર્થના.
સ્થાનકવાસી જૈન” પાક્ષિક, અમદાવાદ, તા. ૫-૭-૭૧
આગમને આત્મા તેઓએ નાની ઉંમરમાં ધર્મના રંગે રંગાઈ ૧૯૬૫માં ભાગવતી દીક્ષા લીધી હતી. તેઓ જૈન શાસ્ત્રોના અધિકૃત જ્ઞાતા હતા અને જૈન આગમોના બહુશ્રુત વિદ્વાન હતા. તેઓ છેલ્લાં કેટલાંયે વર્ષોથી આગમસંશોધનના કાર્યમાં ઓતપ્રોત રહેતા હતા. પોતાની માંદગીના કારણે આગમ-સંશોધનનું કાર્ય પોતાનાથી બરાબર થઈ શકતું ન હોવાથી તેમના હૃદયમાં ઘણું દુઃખ થયા કરતું હતું. તેઓ આચાર્યપદને યોગ્ય હોવા છતાં અને અનેક ગામના સંઘોએ અનેક વાર આગ્રહભરી વિનંતિ કરતાં તેમજ પૂ. આ. શ્રી સમુસૂરીશ્વરજી મહારાજ આદિ અનેક મહારાજ સાહેબએ વારંવાર સમજાવવા છતાં તેમણે કોઈ પણ પદને સ્વીકાર કરવાનું બિલકુલ પસંદ ન કર્યું અને તેઓ જીવનના અંત સુધી “આગમપ્રભાકર મુનિશ્રીના નામે જ ઓળખાતા રહ્યા.
સ્વ. આચાર્ય શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ પછી આગમ સંશે ધનનું કાર્ય કરનાર ચતુર્વિધ સંઘમાં એકમાત્ર તેઓ જ હતા. તેમના અવસાનથી ચતુર્વિધ સંધને કદી પણ ન પુરાય એવી બહુ ભારે ખોટ પડી છે. ખરેખર, એક આગમને આત્મા ગયો છે.
For Private And Personal Use Only