________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
iei
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
ખંભાતના શ્રી તાડપત્રીય ભંડારને પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજે કરેલ ઉદ્ધાર
શ્રી નર્મદાશંકર ચંબકરામ ભટ્ટ
પ્રાચીન ગ્રંથોના ઉદ્ધારક, આર્ય સંસ્કૃતિના પ્રેમી, પાટણ, જેસલમીર, લીમડી, અમદાવાદ, કચ્છ વગેરે અનેક સ્થળેના જૈન જ્ઞાનભંડારોના ઉદ્ધારક આગમપ્રભાકર પૂ.શ્રી પુણ્યવિજયજી મહારાજ સને ૧૯૫૩માં ખંભાત પધાર્યા. તેમનું ચોમાસું અંબાલાલ પાનાચંદની ધર્મશાળામાં થયું. તેમણે શ્રી શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડારનાં એક એક પુસ્તકે હાથ પર લીધાં. અસ્તવ્યસ્ત દશામાં, વેરવિખેર હાલતમાં પડેલા ગ્રંથનાં પાપાનું મેળવ્યાં. દરેક ગ્રંથ કેટલાં પાનાંને છે, દરેકમાં કેટલી લીટી છે, કઈ ભાષાને છે, ક્યા વિષયને છે, તે ગ્રંથનું માપ કેટલું છે, તેમાં ચિત્ર છે કે કેમ, તેને લેખક કેણ છે, જેણે લખાવ્યું છે, લખ્યા મિતિએ કઈ છે, તે વખતે રાજા કોણ હતા, તેની નકલ કેણે કરી છે વગેરે અનેક વિષયનું સૂક્ષ્મ અવલોકન કરી તેમણે એક ગ્રંથસૂચી તૈયારી કરી. પુસ્તકનું રક્ષણ થાય તે માટે નવાં કપડાંથી તેને બાંધવામાં આવ્યાં. તેમાં જતુ પ્રવેશ ન કરે તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી. એલ્યુમિનિયમની પેટીઓ-પુસ્તકના ૨ કારની લાંબી-તથા લાકડાની કરાવીને તેમાં તેને મૂકવામાં આવ્યાં. પેટીમાં કયાં ક્યાં પુસ્તક મૂક્યાં છે, તેનાં નામ પેટી ઉપર લખાવ્યાં; તેમ પથી ઉપર પણ પોથીનું નામ અને નંબર લખાવ્યાં, કે જેથી સરળતાથી પુસ્તક મળી શકે.
ગ્રંથસૂચિની પ્રસિદ્ધિ: અથાગ પરિશ્રમ વેઠી તૈયાર કરેલી જ્ઞાનસામગ્રીને પ્રસિદ્ધિમાં મૂકવાને મહાવિકટ પ્રશ્ન હતું. પરંતુ પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજનું આ મહાન કાર્ય વિકાને, યુનિવર્સિટીઓ તથા પ્રકાશક સંસ્થાઓથી અજાણ્યું ન હતું. વડોદરાની ગાયકવાડ એરીએન્ટલ સીરીઝ-મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરડાએ કામ ઉપાડી લીધું અને તેને પહેલે ભાગ સને ૧૯૬૧માં સીરીઝમાં નં. ૧૩૫માં છપાવ્યો, અને બીજો ભાગ સને ૧૯૬૬માં સીરીઝ નં. ૧૪૯માં છપાવ્યો. દરેકની કિંમત અનુક્રમે રૂ. ૨૫ અને રૂ. ૨૪ રાખવામાં આવી.
આ ભગીરથ કાર્ય મહાન સમર્થ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, માગધી વગેરે અનેક ભાષાઓ જાણનાર પંડિત વગર થઈ શકે જ નહિ; અનેક ગ્રંથોનું અવલોકન કરનાર, લિપિના મરડ જાણનાર, વિવિધ પ્રકારનું જ્ઞાન હોય તે જ સુંદર રીતે કરી શકે. આ સઘળું કાર્ય કરનાર તપસ્વી અને ત્યાગી, સતત કાર્યશીલ, પૂ. શ્રી પુણ્યવિજયજી હતા. તેમના હાથે ખંભાતના તાડપત્રીય જ્ઞાનભંડારને ઉદ્ધાર થયો, તે ખંભાતનું મહત સદ્ભાગ્ય છે.
તેઓશ્રી છેલ્લા વિ. સં. ૨૦૨૫ (ઈ. સ. ૧૯૬૮)ના પ્રારંભમાં ખંભાત પધારેલા. જ્ઞાનભંડારના મકાનનું નિરીક્ષણ કરેલું; શાળાના વિદ્યાર્થીઓને તા. ૭-૧-૧૯ના રોજ ઉબેધન કરેલું; તેમ જ અન્ય સ્થળે વિદ્યાવ્યાસંગીઓને લાભ આપેલો; દેરાસરના શિલાલેખોનું અવલોકન કરેલું; જ્ઞાનભંડારોની મુલાકાત લીધેલી; જિજ્ઞાસુ અને જ્ઞાનપિપાસુઓને તૃપ્તિ અને શાંતિ આપેલી. તેઓની સમદષ્ટિ હેવાથી જૈન અને જૈનેતર તેમના સમાગમમાં નિરંતર આવતા. આ તેજસ્વી તારલાની જાત ને સદા જ્વલંત જ રહેશે. .
નવસંસ્કાર” સાપ્તાહિક, ખંભાત, ૨૪-૬-૧
For Private And Personal Use Only