________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦ ].
શ્રી આત્માનંદ પ્રકાશ મુનિ શ્રી પુણ્યવિજયજી તેમના જીવનનાં છેલ્લાં ચાલીસ બેંતાળીસ વર્ષ દરમિયાન જૈન આગમોના સંશોધનસંપાદનના કામમાં રત હતા. મહારાજશ્રીને એ મને રથ હતો કે જૈન ધર્મના આ પ્રમાણભૂત ગ્રંથની સુસંપાદિત આવૃત્તિઓ તૈયાર થાય તથા તેના આધારે અમદાવાદમાં એક “અગમમંદિર”ની રચના કરવામાં આવે.
ગ્રંથનું સંપાદનકાર્ય પરંતુ ગ્રંથ અને ગ્રંથભંડારને સુરક્ષિત તથા વ્યવસ્થિત કરવા, જ્ઞાનપિપાસુઓને સહાય અને માર્ગદર્શન આપવું, આગમનું સંશોધન તથા સંપાદન કરવું, એટલું જ કરીને પુણ્યવિજયજી બેસી નથી રહ્યા. તેઓએ અનેક ગ્રંથોનું સંપાદન પણ કર્યું છે. અને તેમના દ્વારા સંપાદિત ગ્રંથ વિજગતમાં વિશ્વસનીય આવૃત્તિ ગણાય છે.
વળી, તેમની તીક્ષ્ણ દષ્ટિ પુસ્તકનું મહત્ત્વ પારખી શકતી હોવાને કારણે તેમણે જે કાંઈ સંપાદિત ક્યું છે તે મહત્વનું હોય છે. “બૃહકલ્પ” જેવો મહાગ્રંથ, જૈન આચાર્યો અને આગમધરોના વિરોધ છતાં, તેઓએ સંપાદિત કર્યો અને એ ગ્રંથનું મહત્વ વિજગતમાં અંકાયું. તેવો જ બીજો ગ્રંથ “વસુદેવહિરડી”; તે જ્યારથી પ્રકાશિત થયો છે ત્યારથી આજ સુધી સતત વિદ્વાને તે વિશે કોઈ ને કાંઈ લખતા રહ્યા છે. ભાષાની દૃષ્ટિએ અને કથાવસ્તુની દૃષ્ટિએ તથા ગુણઢયની “બૃહત્કથા” જે અત્યારે અનુપલબ્ધ છે, તેની સામગ્રીને ઉપયોગ “વસુદેવહિડી”માં થયો હોઈ તેની વિશેષતા વિદ્વાનેને મન ઘણી છે.
અંગવિજજા” નામને ગ્રંથ આમ તે નિમિત્તશાસ્ત્રનો ગ્રંથ છે, પણ તેમાં જે ભારતીય સંસ્કૃતિ વિશેની સામગ્રી ભરી પડી છે તે ધ્યાન ખેંચે તેવી છે. “અંગવિજજા ભારતીય સાહિત્યમાં એના પ્રકારને એક અપૂર્વ મહાકાય ગ્રંથ છે. સાઠ અધ્યાય અને નવ હજાર લેકેમાં પથરાયેલા આ ગ્રંથમાં ગ્રહ, નક્ષત્ર, તારા, વગેરે તથા જન્મકુંડળીના બદલે માનવીની સહજ પ્રવૃત્તિ-હલન-ચલન, રહન સહન–ના આધારે ફલાદેશને નિર્દેશ કરવામાં આવ્યો છે.
શ્રી પુણ્યવિજયજીએ પોતે આ ગ્રંથની સપાદકીય ધમાં લખ્યું છે કે, “કઈ વૈજ્ઞાનિક દષ્ટિવાળી વ્યક્તિ, ફલાદેશની અપેક્ષા સાથે, આ શાસ્ત્રનું અધ્યયન કરે તે આ ગ્રંથ બહુ જ કીમતી છે.” આ ગ્રંથને આ ઉપરાંત આયુર્વેદ, વનસ્પતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, તેમ જ ઈતિહાસની દૃષ્ટિએ અભ્યાસ કરાય તોપણ તેમાંથી ઘણું નવું જ્ઞાન લાધી શકે તેમ છે,
વ્યક્તિત્વની ઝાંખી અંતમાં મુનિ શ્રી યશોવિજયજી મહારાજના શબ્દોમાં પુણ્યવિજયજીનું ચારિત્ર્યચિત્રણ કરી આ ભાવાંજલિ પૂરી કરીશ. તેમણે જણાવ્યું છે કે “ચંદ્ર જેવું શીતળ અને સમુદ્ર જેવું ગંભીર જીવન જેવું હોય, નમ્રતા, સરળતા અને પુરુષાર્થની મૂર્તિ જેવી હેય, જીવનના મુખ્ય પાયા જેવા “વવ્યા” એટલે કે વિનય અને વિવેકના આદર્શો જોવા હાય, “જ્ઞાને મૌન”ની ઉક્તિનાં યથાર્થ દર્શન કરવાં હેય, કાર્યના અનેક બેજ વચ્ચે પણ સદાય પ્રસન્ન રહેતી મુખમુદ્રાનું દર્શન કરવું હોય, તે મુનિશ્રીને જુઓ અને તમને ઉપરોકત તેમ જ બીજા અનેક ગુણનું દર્શન લાધશે.”
આ આ પવિત્ર, કર્મનિષ્ઠ, ધર્મનિષ્ઠ, વિદ્વાન, સરલ અને ઉદાર આત્મા આપણી વચ્ચેથી ચાલ્યો ગયો છે, ત્યારે અમદાવાદમાં તેમના માનમાં યોજાયેલી સભામાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ઉમાશંકર જોષીએ કહ્યું હતું તેમ, આવી વિભૂતિને ફરી જન્મ આપવાની આપણે સમાજને શક્તિ આપે એવી જગનિયંતા પાસે પ્રાર્થના કરવાથી વધુ શું થઈ શકે તેમ છે ?
“ જન્મભૂમિ ” દૈનિક, મુંબઈ, તા. ૪-૭-૭૧
For Private And Personal Use Only