________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[ ૮૯
અઢારસા પંચાણુના એકટાબરની સત્તાવીસમી તારીખે ખેડા જિલ્લાના કપડવંજ ગામે એક મધ્યમ વના જૈન કુટુંબમાં જન્મેલા અને બાળવયે જ, એટલે કે બે ચાર મહિનાની ઉંમરે જ, આગની લપટમાંથી એક વહેારા સજ્જનને હાથે જીવતદાન પામેલ મણિલાલ ડાહ્યાભાઈએ ચૌદ વર્ષની બાળવયે મુનિ શ્રી ચતુરવિજયજી પાસે વડાદરા નજીક ાણી ખાતે દીક્ષા ગ્રહણ કરી, પુણ્યવિજયજી બની આરભેલ જ્ઞાનયજ્ઞની કદાચ દુનિયાના ઇતિહાસમાં જોડ મળવી મુશ્કેલ છે.
જ્ઞાનાદ્વાર જેનું જીવનકાર્યું બની ગયું હતું, તેવા મુનિ શ્રી પુણ્યવિજયજી, તેમના દાદાગુરુ પ્રવક શ્રી કાંતિવિજયજી મહારાજ અને ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજની ત્રિપુટીએ છેલ્લાં સાઠ-સિત્તેર વર્ષ દરમિયાન જ્ઞાતાદ્વારની જે એક એકથી ચડિયાતી પ્રવૃત્તિ કરી છે તે બદલ કેવળ જૈન સંધ જ નહિ પણ જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-પરદેશના વિદ્રાના અને અભ્યાસીએ તેમના સદાય ઋણી રહેશે.
મુનિશ્રીએ સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનનાં જુદાં જુદાં ચાલીસ ગામાના જૈન ભંડારાને વ્યવસ્થિત કરવાનું તથા પચાસ જેટલા ભડારામાં બેસી સંશોધન કરવાનું કામ કર્યું હતુ. તેમણે લગભગ ત્રણ હજાર તાડપત્રીય જ્ઞાનપ્રથા તથા ખે લાખથી વધુ કાગળ પર લખેલા જ્ઞાનત્રથાને અભ્યાસ કર્યા હતા.
સુખલાલજી શું કહે છે ?
મહારાજશ્રીએ જેમને પેાતાના વિદ્યાગુરુ તરીકે ઘટાવ્યા છે તે પડિત સુખલાલજી મુનિશ્રીને શાસ્ત્રોદ્વાર તથા ભડારદ્વારના કર્મયોગી તરીકે ઓળખાવતાં કહે છે કે, “ તેમણે શાસ્ત્રો અને ભંડારાના મુખ્ય કેન્દ્ર ગણાતા ગુજરાત અને રાજસ્થાનનાં કેવળ પ્રસિદ્ધ શહેરામાં જ જઈ તેમ જ રહી તે અંગે વ્યવસ્થિત કામ નથી કર્યું, પણ નજીક કે દૂર, નાનાં ગામડાંમાં કે ઉપેક્ષિત એવાં સ્થળામાં નાનાં-મોટાં શાસ્ત્રસંગ્રહની વાત સાંભળી ત્યાં પણ જાતે પહેાંચીને તે શાસ્ત્રસંગ્રહ અંગે બધુ જ ઘટતું કર્યું છે. આ બધું કામ અગત શાસ્ત્રસંગ્રહ વધારવા માટે નહિ પણ તે તે ભડારા અને શાસ્ત્રો વધારે સુરક્ષિત કેમ રહે અને વધારે સુલભ ક્રમ બને અને છતાંય તેમાંથી કશું ગૂમ ન થાય તે દિએ તેઓએ કર્યુ છે. આ કામ એટલુ· અધુ વિશાળ, શ્રમસાધ્ય અને કંટાળા ઉપજાવનારું છે, છતાં તેમણે એ પ્રસન્ન ચિત્ત કર્યુ છે. સ્થાનકવાસી, મૂર્તિ પૂજક કે ઈતર પરંપરાગત અનેક સાધુએ કે વિદ્વાનોએ મળીને પણ જે, જેવું અને જેટલું કામ નથી કર્યું... તે, તેવુ' અને તેટલું કામ એકલે હાથે મુનિશ્રી પુણ્યવિજયજીએ કર્યું છે.
,,
મુનિશ્રીએ જ્ઞાનભંડારા તથા પ્રથાને વ્યવસ્થિત, સુરક્ષિત અને અદ્યતન બનાવવાનું જ માત્ર કામ કર્યુ હેાત તાપણુ તેમના ફાળા અદ્રિતીય ગણાત; પરંતુ મુનિશ્રીએ તા, તેથી આગળ વધી, અગાઉ માત્ર ધાઈ કે વાત જેવાં વિનાશક તત્ત્વા જ પહેાંચી શકે તેવા એ જ્ઞાનભ્રંથે નાનાપાસા માટે ઉપલબ્ધ કરવાનું ય કામ કર્યું છે.
મુનિ શ્રી આગમપ્રભાકરએ પેાતાની ત્રણ પેઢીના હસ્તપ્રત-સગ્રહ અમદાવાદના ‘ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામ`દિર”ને સોંપી દીધેા છે, માત્ર હસ્તપ્રતો જ નહિ પણ પોતે જિં દગીભર ચૂટી ચૂંટીને સંઘરેલાં સાત-આઠ હજાર મુદ્રિત પુસ્તકા પણ તેમણે આ સંસ્થાને સોંપી દીધાં છે. મુનિશ્રીએ સસ્થાને સાંપેલી દસ હજારથી વધુ હસ્તપ્રતાના સગ્રહમાં ખીજી પચીસેક હજારથી વધુ પ્રતો તેમની જ ભલામણથી સસ્થાને મળી છે.
વિદ્યામ`દિરના નિયામક શ્રી દલસુખભાઈ માલવણિયા મુનિશ્રીની આ ઉદારતા યાદ કરતાં જણાવે છે ૐ, “મેં અનુભવ્યુ છે કે, કયારેય પણ એ પ્રતો મારી છે' એ પ્રકારના અહમ્ મે તેમનામાં જોયા નથી, તેમ જ તે સાંપી દઈને પોતે માટેા ઉપકાર કર્યા છે એવી ભાવના પશુ મેં તેમનામાં
F
જોઈ નથી. ’’
૧૨
For Private And Personal Use Only