________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવભક્તિ અને ગુરુજયંતીએ પ્રાતઃ સ્મરણીય શ્રી આત્મારામજી મહારાજની સ્વર્ગવાસ તીથી જેઠ શુદિ ૮ના રોજ દર વર્ષે સભાસદે શ્રી પવિત્ર શત્રુંજય તીર્થે જઈ મેટી ટૂંકમાં દેવગુરુ સમક્ષ વિવિધપૂજા ભણાવે છે. શ્રી આદિનાથ પ્રભુ તથા ગુરુશ્રી કે તે સ્થળે દેરીમાં મૂર્તિ બિરાજમાન છે. ત્યાં આંગી અને સભાસદોનું સ્વામીવાત્સલ્ય દર વર્ષે કરવામાં આવે છે. સભા માટે આ એક અપૂર્વ ભક્તિદીન છે અને સર્વે સભાસદોને યાત્રાને લાભ મળે જાય છે. આ ગુરુભક્તિના ઉત્તમ કાર્ય માટે ગુરુભક્ત ઉદારદિલ શેઠ સાકરચંદભાઈ મેતીલાલભાઈ મુળજીએ એક રકમ સભાને સુપ્રત કરી છે. તેના વ્યાજમાંથી ખર્ચ થાય છે. આવા ઉત્તમ કાર્યોમાં સુકૃતની લક્ષ્મી હોય તે જ ભક્તિ થઈ શકે છે.
દર વર્ષે માગશર વદિ ૬ ના રોજ પ્રાતઃ સ્મરણીય મૂળચંદજી મહારાજ તથા આસો શુદિ ૧૦ ને. રોજ તેઓશ્રીના સુશિષ્ય શાંતમૂર્તિ પરમ કૃપાળુ શ્રી વિજયકમળસૂરીશ્વરજી મહારાજની જયંતીએ માટે થયેલા ફંડના વ્યાજમાંથી ઉપરોક્ત રીતે દેવગુરુભક્તિ વગેરેથી જયંતી ઉજવાય છે. આ સભાનું ધન્યભાગ્ય છે કે ગુરુ ભક્તિના આવા પ્રસંગે ઉજવાય છે. તેથી સભાસદને આત્મકલ્યાણના વિશેષ-વિશેષ ઉત્તમ પ્રસંગે પ્રાપ્ત થતા જાય છે.
આનંદજનક પ્રસંગ–ગયા વર્ષે સંવત ૧૯૯૯ની સાલમાં ખાસ નોંધવા લાયક અને આનંદદાયક પ્રસંગ આ સભાના માનવંતા પેટ્રન સાહેબ શેઠ શ્રી ભેગીલાલભાઈ મગનલાલને માનપત્ર આપવાનો મેળાવડો સંવત ૧૯૯૯ના ભાદરવા વદી ૫ ના રોજ આ રાજ્યના મુખ્ય અમાત્ય શ્રી અનંતરાયભાઈ પટ્ટણી સાહેબના પ્રમુખપણું નીચે કરવામાં આવ્યો હતો. દીવાન સાહેબ ઉપરાંત રાજ્યના સર્વ અધિકારીઓ, આ શહેરના મુખ્ય મુખ્ય વ્યાપારીઓ, જૈન અગ્રેસર બંધુઓ અને આ સભાને તમામ સભ્ય મળી મોટી સંખ્યામાં હાજરી હતી, શેઠશ્રી ભોગીલાલભાઈ સરલ, મીલનસાર, ઉદારનરરત્ન છે. લક્ષ્મી સંપાદન થઈ કે તરત જ તેને સુકૃતના માર્ગે ઉદાર દીલે સખાવતે કરી વ્યય કરી રહેલ છે. આવી રીતે સમય ઓળખી ઉદાર દિલે જૈન સમાજના કાર્ય કે સાર્વજનિક કોઈ કાર્યમાં તેમને ઉદાર દીલે ફાળો સખાવત હેયજ. સમયને ઓળખી આવી ઉદારભાવના, દરેક પુણ્ય કાર્યોમાં તેમની લાગણી પૂર્વક દાન દેવાની પ્રવૃત્તિ એવી છે કે જેને સમાજમાં તેમની દાન શીલ વૃત્તિ અનુકરણીય પ્રશંસા પાત્ર અને પ્રથમ પંક્તિએ મૂકવા જેવી છે. આ મેળાવડાની વિશેષ હકીક્ત આત્માનંદ પ્રકાશ ૪૧ મા વર્ષ અંક ૩ માં આવી ગયેલ છે, પરંતુ આવા પુણ્ય પ્રભાવક પુરુષ સભાના પેટ્રન થતાં જેમ સભાની પ્રતિષ્ઠામાં જેમ વધારો થતો જાય છે તેમ આવા દાનવીર પુરુષને આવો મેળાવડો કરી સભા સત્કાર , કરે છે તે સભા પોતાની ફરજ સમજી આનંદ અનુભવે છે.
મીટીંગને હવાલ-જનરલ મીટીંગ માગશર શુદિ ૧૧ તા. ૧૮-૧૨-૪૩. આ સભાના માનનીય સભ્ય શેઠ દેવચંદભાઈ દામજીને સ્વર્ગવાસ થતાં ખેદ જાહેર કરવામાં આવ્યો હતો. મેનેજીંગ કમીટી (૧) પોષ શુદિ ૧૨ તા. ૯-૧-૪૩ ચાલતા ધોરણ અને નીતિ પ્રમાણે આત્માનંદ પ્રકાશ પ્રકટ કરવું તેમ તેના તંત્રી મંડળને જણાવવામાં આવ્યું. નવા થતા વાર્ષિક સભ્ય ગમે તે મહિનામાં થાય તેનું લવાજમ આખા વર્ષનું પ્રથમથી લેવું. આત્માનંદ પ્રકાશના અંક તે વર્ષને આપવા ઠરાવ્યું અને મોંધવારીને લીધે માસિક અઢી ફર્મનું પ્રકટ કરવા ઠરાવ્યું. કારકુનેને મોંઘવારી આપવા ઠરાવ કર્યો. મેનેજીગ કમીટી (૨) ભાદરવા શુદિ ૧૨ તા. ૧૧-૯-૧૯૪૩ આ સભાના પિન શેઠ ભેગીલાલભાઈ મગનલાલને માનપત્ર આપવાનો ઠરાવ કરવામાં આવ્યા. સં. ૧૯૯૮ ની સાલને રીપોર્ટ તૈયાર કરી હવે પછી મંજુર કરી પ્રગટ કરવા નિર્ણય કરવામાં આવ્યા. મેનેજીંગ કમીટી
For Private And Personal Use Only