________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા. ૧૭-૯-૪૩ ભાદરવા વદી ૪ (૩) માનપત્રની વ્યવસ્થા કરવા સબકમીટી નિમવામાં આવી. મેનેજીંગ કમીટી (૪) ભાદરવા વદિ ૮ તા. ૨૨-૯-૪૩ કારકુન ઊત્તમચંદ હરગોવન હિસાબમાં ગોટાળો કરી ભાગી ગયો છે તે જણાવવામાં આવ્યું અને તેની ધટતી તજવીજ કરવા સબકમીટી નિમવામાં આવી અને હવે પછી નવો કારકન રાખવામાં આવે તેની જામીનગીરી લઈ રાખવા ઠરાવ્યું. કારકુનોને મોંધવારી આ વર્ષ માટે આપવા ઠરાવ્યું. કાન્તિલાલને ફારેગ થવું હોય તે કારકુન જયંતીલાલને પિતાને ચાર્જ સોંપ્યા બાદ ચડેલ પગાર આપી ફારેગ કરો. મેનેજીંગ કમીટી (૫) તા. ૨૯-૯-૪૭ ભાદરવા વદી ૧૦ મુનિરાજ શ્રી જશવિજયજી શ્રી ભક્તિવિજયજી ભંડારની મંગાવેલ પચાસ પ્રતે અનેક પત્ર લખવા છતાં પાછી મોકલતા નથી જેથી તે ભંડારની ૧૩૨૫) પ્રતમાંથી તે પચાશ કમી કરવા ઠરાવ્યું, મેનેજીગ કમીટી (૬) આશો સુદ ૧૧ તા. ૯-૧૦-૪૩ લાઈબ્રેરીનું કકા વારી લીસ્ટ નવું છપાવવું. આ સભાની સીવર–ગેડન જ્યુબીલી ઉજવવા ઠરાવ્યું અને અગાઉ જનરલ કમીટીએ જે નક્કી કરેલ જેથી તેની રૂપરેખા નક્કી કરવા એક સબમીટી નિમવામાં આવી. જનરલ કમીટી (૨) આશો દ ૩ તા. ૨-૧૦-૪૩ સં. ૧૯૯૮ ની સાલને રીપોર્ટ, આવકજાવકનું સરવૈયું બઝેટ તૈયાર થયેલ વાંચી સંભળાવતાં મંજુર કરી આત્માનંદ પ્રકાશમાં પ્રકટ કરવા ઠરાવ્યું, પ્રાતઃસ્યમરણ પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી સ્મારક ફંડની મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજની સલાહ અને અભિપ્રાય પ્રમાણે વ્યવસ્થા કરવા નિર્ણય કરવામાં આવ્યું, ચાલુ ખર્ચ સિવાયના ખર્ચ કરવા માટે મેનેજીંગ કમિટીની મંજુરી લઈ ખર્ચ કરવો તેમજ છ છ મહિને જનરલ કમીટી બોલાવી કાર્યવાહી સામાન્ય રીતે જણાવવા ઠરાવ કરવામાં આવ્યો.
આભાર–આ વર્ષમાં સભાના ચાલતા કોઈ પણ કાર્યમાં આર્થિક કે અન્ય કોઈ સહાય આપનાર, તેમજ શ્રી આત્માનંદપ્રકાશ માસિકને માટે લેખે વગેરેથી સહકાર આપનાર મુનિ મહારાજાઓ તથા જૈન બંધુઓને આભાર માનવામાં આવે છે અને કૃપા કરી તેવો જ સહકાર ચાલુ રાખવા નમ્ર વિનંતિ કરવામાં આવે છે. ઉપરોક્ત પ્રમાણે આ વર્ષની કાર્યવાહીને રિપોર્ટ આપની પાસે રજુ કરવામાં આવ્યો છે. સભાને આ કરતા વિશેષ પ્રગતિશીલ બનાવવા દેવ ગુરુ અને જ્ઞાનભક્તિ તેમજ સાહિત્ય અને સમાજ સેવા કરવા સાથે સભાસદે ભવિષ્ય માટે અનેક ઉચ્ચ મનેર સેવી રહ્યા છે, જે ગુરુકૃપાથી, શ્રી અધિષ્ઠાયક દે સફળ બનાવે તેવી પરમાત્માની પ્રાર્થના કરી આ રીપોર્ટ પૂર્ણ કરવામાં આવે છે.
For Private And Personal Use Only