________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવે છે. અત્યાર સુધીમાં મુનિ મહારાજ, સાધ્વી મહારાજાઓ જ્ઞાનભંડારે, જેનેત્તર સાહિત્યકાર અને દર્શન શાસ્ત્રના અભ્યાસીઓને આખરી સાલ સુધી રૂા. બાવીશ હજારના ગ્રંથ ભેટ આપ્યા છે, જે રીતે કાર્ય અન્ય પ્રકાશન કઈ સંસ્થા કરી શકી નથી. સાહિત્ય પ્રકાશન અને પ્રચારના આ જનસેવાના, જ્ઞાન ભક્તિના કાર્યથી જ આ સભાની પ્રતિષ્ઠા ઘણી જ વધી છે. વસુદેવહિડિ, બતકલ્પ, કર્મગ્રંથ, ષડદર્શન સમુચ્ચય, ગદર્શન, કલ્પસૂત્ર, આચારંગસૂત્ર વગેરે તેમજ શ્રી નેમનાથ ચરિત્ર, શ્રી ચંદ્રપ્રભુચરિત્ર, શ્રી વાસુપૂજયચરિત્ર,શ્રી સુપાર્શ્વનાથચરિત્ર,શ્રી મહાવીરચરિત્ર, શ્રી આદિનાથ ચરિત્ર, દાનપ્રદીપ, પ્રભાવક ચરિત્ર, કુમારપાળ પ્રતિબંધ વગેરે ગુજરાતી સુંદર ગ્રંથનું પ્રકાશનનું સુંદર કાર્ય સભાએ કર્યું છે. પ્રથમથી જ પ્રવકજી મહારાજ શ્રી કાતિવિજયજી મહારાજ તથા મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજ તથા સાક્ષર વર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજની અપૂર્વ કૃપા અને અપરિમિત પ્રયત્નવડે સંસ્કૃત પ્રાકૃત પ્રાચીન ગ્રંથોનું સંશોધન કાર્ય યોજના અને ઉપયોગી સલાહથી જ આ સભા આટલી હદે પ્રાચીન વિવિધ સાહિત્યના ગ્રંથનું પ્રકાશન પ્રચાર કાર્ય કરી શકી છે. અને તેથી સભાની પ્રતિષ્ઠા વધી છે; અત્યારે પણ શારીરિક સ્થિતિ જોઈએ તેવી ન હોવા છતાં વિદ્યમાન સાક્ષરવર્ય મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજની આ સભા ઉપર પૂર્ણ કૃપાને લઇને પ્રાચીન સાહિત્યના નવા નવા ગ્રંથની યોજના તથા સંશોધન કાર્ય અતિ પરિશ્રમ પૂર્વક કરી જૈન સમાજ અને સભા ઉપર ખાસ ઉપકાર કરી રહ્યા છે જેથી તેઓ સાહેબને આ સભા અંતઃકરણપૂર્વક આભાર માને છે. વિદ્યમાન શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની કૃપા પણ આ સભા ઉપર છે. હાલ તેઓ સાહેબની વૃદ્ધાવસ્થા થયેલી હોવા છતાં પંજાબ, મારવાડ વગેરે દેશમાં શિક્ષણની કોલેજ, હાઈસ્કૂલ, ગુરુકુલ વિદ્યાલયો વગેરેનો ઉપદેશ દ્વારા જન્મ, આપી રહ્યા છે જે સમયને અનુકૂળ છે, આવી જૈન સમાજ ઉપર મહદ્દ ઉપકારની પ્રવૃત્તિ ચાલુ હોવા છતાં આ સભા ઉપર પ્રથમથી કૃપા છે. હજી પણ તેઓ કૃપા, કિંમતી સલાહ, યોગ્ય સૂચના પણ આપી રહ્યાં છે તે માટે આ સભા તેઓ સાહેબને પણ હૃદય પૂર્વક આભાર માને છે.
કેળવણું ને ઉત્તેજન–કેઈ પણ સભાસદ કોઈ પણ ધંધાની ઉચ્ચી પરિક્ષા પસાર કરે તેને, તેમજ અન્ય બંધુ કે બહેને ઉંચી કેળવણમાં પ્રથમ નંબરે પસાર થાય તેને માનપત્ર અને અભિનંદનપત્ર આપવામાં આવે છે, અને કેળવણી ઉત્તેજન માટે દર વર્ષે રૂ. ૧૨૦) સ્કોલર શીપના તથા રૂ. ૧૨૫ શ્રી ઉજમબાઈ જૈન કન્યાશાળાને દરવર્ષે કેળવણીના ઉત્તેજન માટે અપાય છે.
ફડે– શ્રી મૂળચંદભાઈ કેળવણી સ્મારક ફંડ, બાબુ પ્રતાપચંછ ગુલાબચંદજી કેળવણી ફંડ અને શ્રી ખોડીદાસ નિરાશ્રીત ફંડના વ્યાજમાંથી ધારા પ્રમાણે તે તે ખાતામાં સહાય અપાયે જાય છે. નવીન ફંડમાં પ્રવર્તક શ્રી કાતિવિજયજી સ્મારક કેળવણુફ, શેઠ દેવચંદભાઈ દામજી કેળવણી ફંડની રકમ પ્રાપ્ત થયેલ છે તેની યોજના હવે પછી કરવાની છે.
મહેસ-સભાની વર્ષ ગાંઠ જેઠ સુદ ૭ ના રોજ દેવભકિત પૂજા આંગી વગેરેથી કરવામાં આવે છે. શેઠ હઠીસંગભાઈ ઝવેરચંદના તરફથી સભાને આપવા કહેલી રૂ. ૧૫૦૦) ની રકમના તેઓ આપતા વ્યાજથી અને સભા પાસેની રકમના વ્યાજથી સભાસદોમાં પ્રતિ ભોજન સાથે દરવર્ષે કરવામાં આવે છે. કારતક સુદ પાંચમના રોજ જ્ઞાન પધરાવી પૂજન કરી ભક્તિ કરાવવામાં આવે છે.
આનંદ મેળાપ–દર બેસતું વર્ષે આ સભાના પ્રમુખ શેઠ ગુલાબચંદ આણંદજીએ આપેલી રકમના વ્યાજમાં સભાસદોને દુધ પાર્ટી અપાય છે. અને પ્રથમ જ્ઞાન પૂજન પણ થાય છે.
For Private And Personal Use Only