________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
શ્રી આત્માનંદ પ્રકાશ
સર્વજ્ઞ સર્વદશ વિતરાગ ભાવે, ચારે અધાતિ પણ અસમે ખપાવે;
જે ઉત્તરોત્તર ચડ્યા ગુણશ્રેણી ધારે તે સિદ્ધના ચરણ હે શરણું અમારે! ૨૦ શબ્દાર્થ –વીતરાગભાવે કરીને જે સર્વજ્ઞ સર્વદર્શી થઈ, અંતસમયે ચારે ય અજાતિ કર્મને પણ ખપાવે છે, અને આમ જે ઉત્તરોત્તર ગુણશ્રેણીએ ચઢયા છે તે સિદ્ધના ચરણ અમને શરણરૂપ હે!
વિવેચન ઉપર કહ્યું તેમ ભગવાન મેહનીયને ક્ષય કરી વીતરાગભાવ પામ્યા, એટલે યથાખ્યાત આત્મચારિત્ર' પામ્યા, જેવું આત્મસ્વરૂપ ખ્યાત છે–પ્રસિદ્ધ છે તેવું સ્વરૂપાચરણરૂપ શુદ્ધ ચારિત્ર પ્રસિદ્ધ કર્યું. આમ શુદ્ધ આત્મદર્શન, શુદ્ધ આત્મજ્ઞાન ને શુદ્ધ આત્મચારિત્રરૂપ પરમાર્થ મોક્ષમાર્ગની અભેદ એકતા આત્મામાં પરિણામ પામી, જિનના મૂળ માર્ગની સર્વાગ સંપૂર્ણ સિદ્ધિ થઈ, એટલે ભગવાન સર્વજ્ઞ સર્વદર્શી થયા, અનંત ચારિત્ર વીર્ય ને અનંત સુખના સ્વામી થયા.
અને આમ ચાર ઘાતિકર્મ ક્ષય થવાથી, ભગવાનને અનંત ચતુષ્ટય પ્રગટયું. ઘાતિ કર્મ આત્માના મૂળ વિશેષ ગુણને ઘાત કરે છે, એટલા માટે તે “ઘાતિ” કહેવાય છે. દર્શન, જ્ઞાન, સુખ, સમ્યક્ત્વને ચારિત્ર જીવન વિશેષ ગુણ છે. દર્શનાવરણીય કર્મ દર્શનગુણને ઘાત કરે છે, જ્ઞાનાવરણીય જ્ઞાનગુણને ઘાત કરે છે, અંતરાય સુખગુણને ઘાત કરે છે, દર્શનમોહનીય સભ્યત્વને ઘાત કરે છે, ને ચારિત્રમોહનીય ચારિત્રને વાત કરે છે. આ ઘાતિકર્મને પણ ભગવાને ઘાત કર્યો, એટલે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ ને અનંત ચારિત્રવિધિ એ અનંત ચતુષ્ટય સોળે કળાએ સમુદય પામ્યું, “ચૈતન્ય-કમલ પરિપૂર્ણ વિકાસ-હાસ ધારણ કરી રહ્યું, શુદ્ધ પ્રકાશભરથી નિર્ભર સુપ્રભાત થયે, સદા અખલિત એકરૂપ આત્મા આનંદમાં સુસ્થિત થયે, અચલ આત્મત ઝળહળી રહી; ” ભગવાન સાક્ષાત ‘વિજ્ઞાનધન” થયા, ‘આનંદધન’ થયા.
" चित्पिडचंडिमविलासिविकासहास-शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः।। आनंदसुस्थितसदास्खलितैकरूप-स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा ॥"
–શ્રી અમૃતચંદ્રાચાર્યવિરચિત સમયસાર કલશ. “નિષ્કારણ કરુણ રસસાગર, અનંત ચતુષ્કપદ પાગી હો મલ્લિજિન!”
–ગિરાજ શ્રી આનંદઘનજી “ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવછેદ જ્યાં, ભવના બીજતણે આત્યંતિક નાશ જે; સર્વ ભાવ જ્ઞાતા દષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે.
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; મૂળ મારગ સાંભળે જિનને રે! તે મારગ જિનને પામિરે, કિવા પામે તે નિજ સ્વરૂપ. મૂળ મારગ સાંભળો જિનને રે”
–મહાતત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી ભગવાન આનંદધન' દિવ્ય આત્મગુણના આવિર્ભાવથી “દેવચંદ્ર' થયા, અને વાતિકર્મ દેષના તિરાભાવથી “યશવિજય બન્યા, તે પણ હજુ તેમને “અધાતિ” કર્મને ઉદય અવશેષ
For Private And Personal Use Only