________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
99099ew છે શ્રી સિદ્ધસ્તોત્ર వారిగాంచిన
રચનાર અને વિવેચક: ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા એમ. બી. બી. એસ.
(ગતાંક પૃષ્ઠ ૩૬ થી શરૂ)
વસંતતિલકા વૃત્ત જ્ઞાન-દગાવરણને જસ અંતરાય, તે એકી સાથ પછી તરક્ષણ ક્ષીણ થાય;
હ્યાં તાલ ગર્ભઑચિ નાશથી જે પ્રકારે -તે સિદ્ધના ચરણ હે શરણું અમારે! ૧૯ શબ્દાર્થ –તે પછી જેના જ્ઞાનાવરણ, દર્શનાવરણ ને અંતરાય, તક્ષણ એકી સાથે ક્ષીણ થાય છે –ગર્ભસૂચિને નાશ થતાં જેમ તાલ નાશ પામે છે તેમ-તે સિદ્ધના ચરણ અમને શરણરૂપ હે!
વિવેચન– જે મોહનીય કર્મનો ક્ષય થાય છે કે તરત જ જ્ઞાનાવરણ, દર્શનાવરણને અંતરાય એ કર્મ ત્રિપુટી એકી સાથે ક્ષય પામે છે. જેમ ગર્ભ સૂચિનો નાશ થતાં તાલ નાશ પામે છે, તેમ મોહ નાશ પામતાં જ્ઞાનાવરણાદિ શીધ્ર નાશ પામે છે કારણ કે તે કર્મો જેના અવર્ણભથી-આધારથી ટકી રહ્યા છે તે મૂળ આધારભૂત મોહકને પરાજય થતાં તે તે કર્મોનું પછી કાંઈ જેર ચાલતું નથી. જેમ કઈ ઇમારતનો મુખ્ય આધારસ્થંભ તૂટી પડતાં તે ઇમારત પડી જાય છે, તેમ કર્મને મુખ્ય આશ્રયદાતા-અધર્મને થાંભલે-મોહ તૂટી પડતાં, તેની આશ્રિત આખી કર્મ ઈમારત પાનાના મહેલની જેમ તૂટી પડે છે. “તત્તરાશાનદારનદનાન્યતમ પ્રદીફ્ટ સુપત્ર વારા || गर्भसूच्यां विनष्टायां यथा तालो विनश्यति । तथा कर्मक्षयं याति मोहनीये क्षयं गते ।।
–શ્રી તત્વાર્થસાર આ કર્મ ક્ષય થયા વિના જ્ઞાનાવરણાદિ કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ શકતાં નથી. જો કે ગણિતમાં પ્રથમ જ્ઞાનાવરણદિ કર્મો કહ્યાં છે; પણ આ કર્મની ઘણી મહત્વતા છે, કેમકે સંસારના મૂળભૂત રાગદ્વેષનું આ મૂળ સ્થાન હોવાથી ભવભ્રમણ કરવામાં આ કર્મની મુખ્યતા છે; આવું મોહનીય કર્મનું બળવાનપણું છે, છતાં પણ તેને ક્ષય કરે સહેલ છે; એટલે કે જેમ વેદનીયકર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી તેમ આ કર્મને માટે નથી.” ઇત્યાદિ.
-શ્રીમદ રાજચંદ્ર આમ મોહનીય ક્ષય કરી જેણે જ્ઞાનાવરણદિ ક્ષય કર્યા, તે સિદ્ધના ચરણનું અમને શરણુ હે! અને પછી–
* મોહનીય કર્મ ક્ષય થતાં જ્ઞાનાવરણાદિ ક્ષય કેમ થાય છે ? તે માટે પરમતત્ત્વરહસ્યવિદ્દ, શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યજી આ પ્રમાણે ખુલાસો કરે છે – " सत्यं किन्तु विशेषोऽस्ति प्रोक्तकर्मत्रयस्य च । मोहकर्माविनाभूतं बन्धसत्त्वोदयक्षयम् ॥ तद्यथा बध्यमानेऽस्मिस्तद्वन्धो मोहबन्धसात् । तत्सत्त्वे सत्त्वमेतस्य पाके पाकः क्षये क्षयः ॥"
શ્રીપંચાધ્યાયી
For Private And Personal Use Only