________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિહસ્તોત્ર
૨૧
રહ્યો હતે. આત્માના મૂળ વિશેષ ગુણને ઘાત ન કરે. તે “અધાતિ” કર્મ કહેવાય છે; જો કે આ
અધાતિ’ કર્મ પણ જીવના સામાન્ય ગુણને તે વધ કરે જ છે. સૌમ્ય, અવગાહ, અવ્યાબાધ અને અગુરુલઘુ એ જીવના સામાન્ય ગુણ છે; તેને વેદનીય આદિ ચાર અઘાતિ કર્મ હણે છેઃ વેદનીય કર્મ અવ્યાબાધ ગુણને હણે છે, આયુકર્મ સૌમ્ય ગુણને હણે છે, નામકર્મ અવગાહ ગુણને હણે છે, ગોત્રકર્મ અગુરુલઘુ ગુણને હણે છે. આ વેદનીય આદિ ચાર અઘાતિ કર્મ ભગવાનને ક્ષીણપ્રાય છતાં દેહની આયુષસ્થિતિ પર્યત વર્તે છે; “ સીંદરી બળે પણ વળ ન છોડે' તેમ આ કર્મ ખોખારૂપ આકૃતિ પણે માત્ર ભગવાનને ઉદયમાં છે, પિતતાનો ભાવ ભજવીને, વિદાય થાય છે તે પણ હવે તેમાં કઈ દમ રહ્યો નથી; જેની દશા દેહાતીત વર્તે છે એવા આત્મારામી પ્રભુને નિશ્ચલ આત્મસ્થિતિમાંથી ચલાયમાન કરવા તે બીલકુલ સમર્થ થતા નથી. “તર થાતીનિ રારિ જમાવ્યર્થતંરાયા વાતાવતુળાનાં હિલીવતિ વાસ્કૃતિઃ | ततः शेषचतुष्कं स्यात् कर्माघाति विवक्षया। गुणानां घातका भावशक्तेरप्यात्मशक्तिमत् ॥"
શ્રી અમૃતચંદ્રાચાર્યપ્રણીત શ્રી પંચાધ્યાયી વેદનીયાદિ ચાર કર્મ વત્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જે; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂણે મટિયે દૈહિક પાત્ર જે.
અપૂર્વ અવસર એવો કયારે આવશે?”
–શ્રીમદ્ રાજચંદ્રજી આ ભપગ્રાહી ચાર અઘાતિ કર્મને પણ પ્રભુ અંત સમયે ખપાવી નાંખે છે, એટલે મનવચન-કાયા ને કર્મની સમસ્ત વર્ગણ છૂટી જાય છે, સકળ પુદગલને સંબંધ તૂટી જાય છે. એક પરમાણુ માત્રની પણ ફરસણ રહેતી નથી ભગવાન પૂર્ણ, નિષ્કલંક, શુદ્ધચૈતન્યમૂતિ બને છે. “મન વચન કાયા ને કર્મની વર્ગ, છૂટે જહાં સકળ પુગળ સંબંધ જે, એવું અગિ ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અંબંધ જે.
અપૂર્વ અવસર એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડેલ સ્વરૂપ જે; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદરૂપ જે.
અપૂર્વ અવસર
–શ્રીમદ્ રાજચંદ્રજી અને આમ ઉત્તરોત્તર ગુણસ્થાનનાં શ્રેણરૂપ પાનમાલા પર ચઢતાં ચઢતાં ભગવાન મેક્ષ આસાદ પર આરૂઢ થયા, સહજ શુદ્ધ આત્મપદને પામી સાક્ષાત સહજામસ્વરૂપ બન્યા, “અયોગ” રૂપ પરમ યોગને સિદ્ધ કરી પરમ અગિ યોગી થયા.
" अतस्त्वयोगो योगानां योगः पर उदाहृतः । मोक्षयोजनभावेन सर्वसंन्यासलक्षणः ॥"
–શ્રીહરિભદ્રાચાર્યજીકૃત શ્રી યોગદષ્ટિસમુચ્ચય. આવા સિદ્ધ ભગવાનના ચરણનું અમને શરણ હે!
(અપૂર્ણ )
For Private And Personal Use Only