________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૦
શ્રી આત્માનંદ પ્રકાશ
જવા ન દેવા-જતાં અટકાવવા), ક્રોધ-રેષ, માન-અહંકાર, માયા-કપટ અને લેભ ( અથવા રાગ અને દ્વેષ) રૂપ ચંડાળેથી ચેતતા રહેવું (તેમને સંગ ન કરે), તથા મન, વચન અને કાયાને કબજામાં ( અંકુશમાં) રાખવા પ્રયત્ન ક. ર તેનું નામ સંયમ. શુદ્ધ પ્રેમ–દયા, સત્ય, પ્રમાણિકતા અને શીલ-સંતેષાદિકનું સતત સેવન કરવાથી, ક્ષણિક અને અશુચિ ભરેલા જડ વસ્તુ સંબંધી વિષયભોગની અસારતા સમજી અને તેની ઉપેક્ષા કરી આત્માના સહજ સ્વાભાવિક સત્ ચિત્ આનંદ મેળવવા ખરા નિસ્પૃહી જ્ઞાની ગુરૂની ખરા દીલથી સેવા-ઉપાસના કરવાથી, ક્ષમા-સમતા, મૃદુતા-નમ્રતા, ઋજુતા-સરલતા અને સંતોષાદિક સદગુણે સારી રીતે આદરવાથી તથા વિચાર, વાણી અને આચારમાંની મલીનતા ટાળી શુદ્ધિ કરવાથી સંયમની પ્રાપ્તિ, રક્ષા અને અભ્યાસ બળથી વૃદ્ધિ થાય છે. એજ સુખ-શાન્તિ પ્રાપ્ત કરવાની, તેને ટકાવી રાખવાની તેમજ તેની અભિવૃદ્ધિ કરવાની ખરી ચાવી છે અને તેથી જ તે દરેક ભવ્ય આત્માએ અવશ્ય આદરવા યોગ્ય છે.
પૂર્વોક્ત હિતકારક-સુખદાયક સંયમમાર્ગને અનાદર કરી જીવ જે સ્વછંદ પણે હિંસા, અસત્ય, ચેરી, જારી પ્રમુખ પાપ માર્ગમાંજ રપ રહે, મનમતા શબ્દાદિક વિષયમાં રાગ-આસક્તિ અને અણગમતા વિષયે પ્રત્યે દ્વેષ-અરૂચિ કરતો રહે, ક્રોધાદિક કષાય અગ્નિને ઠારવા-શાન્ત કરવાને બદલે તે પ્રબળ થાય તેવાં આચરણ કર્યા કરે અને મન, વચન તથા કાયાને કહે કે વિચાર, વાણી અને આચારને શુદ્ધ-પવિત્ર બનાવવાને બદલે મલીન બનાવને રહે છે તે અસંયમવડે પરિણામે દુઃખ અને અવનતિમાં જ આવી પડે. સર્વે જીવનું હિતચિન્તવન કરવું, દુઃખી જનનાં દુઃખ દૂર કરવા આપણુથી બનતું કરવું, સુખી કે સદગુણને દેખી કે સાંભળીને રાજી ખુશી થવું અને પાપી પ્રાણી ઉપર પણ દ્વેષ નહીં કરતાં બની શકે તે તેને સુધારવા (નિષ્પાપી બનાવવા ) પ્રયત્ન કરવો એ આપણી પવિત્ર ફરજ સમજાવી જોઈએ. તેને બદલે અન્યનું અનિષ્ટ–અહિત ચિન્તવીએ, દુ:ખીની ઉપેક્ષા કરીએ અથવા તે તેના તરફ દ્વેષ–અરૂચિ—બેદ-તિરસ્કાર બતાવી દુઃખમાં ઉમેરે જ કરીએ, સુખી કે સદગુણીની ઈર્ષ્યા-અદેખાઈ–અવજ્ઞાજ કરીએ અને પાપી નીચ નિશ્વ કામ કરનાર સાથે પ્રીતિ બાંધી પાપાચરણને પુષ્ટિ આપીએ એ બધાં અસં. યમવડે સુખ-શાન્તિ પામી ન જ શકીએ, એ સ્પષ્ટ સમજી સંયમ સેવ.
લેર મુનિ મહારાજ શ્રી કપૂરવિજયજી મહારાજ.
For Private And Personal Use Only