________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1४८
શ્રી આત્માનંદ પ્રકાર.
વ્યર્થ વ્યય
સ્વ જીવનશક્તિ (Vitality ) ને
કરતાં અટકે.
“કરકસર એ બીજો ભાઈ છે” ઉડાઉ ફાટવાડ ન કરવા વિગેરે શાણું શિખામણનો અર્થ–શાસ્ત્રમાં જેમ ઉપયોગ કરીને લક્ષમીને નાહક વ્યય થતો અટકાવવામાં આવે છે તેમ જેના વડે આપણે આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા અને આતમરમણુતા પ્રમુખ સહજ સ્વાભાવિક આત્મસમૃદ્ધિ પ્રાપ્ત કરી તેની રક્ષા તથા પુષ્ટિ કરી શકીએ અને અનેક અજ્ઞાન જીવોને ઉન્માર્ગે જતાં જે જે અનર્થ (દુઃખ) થાય છે તે સારી રીતે નિ:સ્વાર્થપણે સમજાવી, તેમને અસત્ય માર્ગથી પાછા વાળી, સન્માર્ગે જોડી શકીએ તે જીવનશક્તિનું સંરક્ષણ કરવાની આપણી સૌથી અગત્યની ફરજ છે. જેમ અનુકુળ ખારાક (ખાનપાનાદિક) વડે શરીરનું આરોગ્ય સચવાય છે અને પ્રતિકૂળ ખોરાકથી શરીરનું આરોગ્ય બગડે છે, જેમ ન્યાય નીતિ-પ્રમાણિકતાભર્યા વ્યાપાર-વ્યવસાય વડે લક્ષ્મીની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ થઈ શકે છે અને અન્યાય-અનીતિ-અપ્રમાણિક આચરણથી તેને વિનાશ જ થાય છે તેમ સદભાવનાવાળા પવિત્ર વિચાર, ઉચ્ચાર અને આચાર વડે આપણું જીવનશક્તિનું રક્ષણ અને પિષણ થવા પામે છે, અને તેવી જ રીતે વિરોધી ભાવનાયુક્ત મલીન વિચાર, વાણી અને આચાર વડે તેને નાશ પણ થાય છે એમ સમજી સુજ્ઞ જનોએ સદાય મૈત્રી, કરૂણા, પ્રમોદ અને માધ્યમથ્ય જેવી ઉત્તમ ભાવનાઓ વડે પિતાનાં અંત:કરણને ભાવિત કરી રાખવું જોઈએ તથા પોતાનાં વિચાર, ઉચ્ચાર અને આચારને પણ જેમ બને તેમ અધિક ઉન્નત બનાવવા પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. જીવનશક્તિને ખીલવવા અને તેને સાર્થક કરી લેવાનો એના જેવો સરલ-સુગમ ઉપાય ભાગ્યેજ હોઈ શકે. જેમ જેમ જીવનશક્તિનો સભાગે વિવેકથી વ્યય કરવામાં આવે છે તેમ તેમ છુપાઈ–ઢંકાઈ-અવરાઈ રહેલી જીવનશક્તિ પ્રગટ થઈ તેમાં વધારે જ થતો જાય છે. જીવનશક્તિ એ સ્વાભાવિક આત્મબળ છે અને જે તેને ખીલવવા-વિકસાવવાની ધર્મ-કળા બરાબર હાથ આવે તે તે શક્તિ અનંત-અક્ષય બનવા પામે છે. સમ્યજ્ઞાન-વિજ્ઞાનકળા, દર્શનકળા અને ચારિત્રકળા એજ ખરી ધર્મકળા છે અને એવી સદ્ધર્મકળા પ્રાપ્ત કરી લેવાનું સૌભાગ્ય કોઈક વિરલાને જ હોય છે. જેમને એ ઉત્તમ કળા પ્રાપ્ત થયેલ હોય છે તે બહુધા ચંદ્ર, સૂર્ય અને દી૫કાદિની પેરે અનેક પ્રાણીવર્ગને ઉપકારક બને છે. તેથી જ એ ઉત્તમ કલા પ્રાપ્ત કરી, તેની યથાર્થ રક્ષા કાળજીપૂર્વક
For Private And Personal Use Only