________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માના પ્રકાર.
મહાવીર જૈન સભા તરફથી જયંતિ ઉજવવામાં આવી હતી. સભાના સેક્રેટરીએ ઉત મહાત્માનું જીવનચરિત્ર કહી બતાવ્યું હતું અને તે વખતે વિદ્યાર્થીઓના ગાયન તથા જયંતિના હેતુ વિગેરે બાબતો ઉપર ભાષણો થયાં હતાં. શહેર ભાવનગરમાં શ્રી જૈન આત્માનંદ સભાએ ઉજવેલી જયંતિ
પ્રાતઃસ્મરણીય શ્રીમદ્ મુળચંદજી મહારાજની ગયા માગશર મ સની વદી ૬ ના રોજ સ્વવાસ તિથિ હોવાથી આ સભા તરફથી જયંતિ નિમિત્તે શ્રી દાદાસાહેબના દેવાલયમાં શ્રી નવાછુપ્રકારી પૂજા ભણાવવામાં આવી હતી તેમજ શ્રી મહાવીર સ્વામી તેમજ પૂજ્યપાદ મુળચંદજી - હારાજની પાદુકા વિગેરેની સુંદર આંગી કરાવવામાં આવી હતી સાંજના સ્વામીવાત્સલ્ય કરવામાં આવ્યું હતું. આ મહાત્માને પણ આ શહેર ઉપર ઉપર હોવાથી તેઓની ભક્તિ નિમિતે આ સભા તરફથી ત્રણ વર્ષથી જયંતિ ઉજવવાનું શરૂ કરવામાં આવેલ છે. ઉક્ત ગુરૂભક્તિનાં કાર્યમાં રાણપુર નિવાસી શેઠ નાગરદાસ તથા શેઠ ઉજમશીભાઈ પુરતમદાસ તથા પરવડીવાળા શા. હાવા દેવજી તથા ભાવનગરવાળા શા. ઝવેરાઈ ભાઈચંદ તથા દેશી મગનલાલ ઓધવજી તરફથી સારી ઉદારતા બતાવવામાં આવી હતી.
સમાચાર. શ્રીમાન આચાર્ય મહારાજ શ્રી વિજયાનંદસૂરિ (આત્મારામજી મહારાજ)ના શિષ્ય આચાર્ય મહારાજ શ્રીમદ્દ વિજયકમલસરિના પ્રશિષ્ય મુનિરાજ શ્રી ગંભીરવિજયજી આ વર્ષે પ્રતાપગઢ(રાજપુતાના) માં ચાતુર્માસ રહ્યા હતા. ત્યાં ઘીયાજી લખમીચંદજીના તરફથી જે પાઠશાળા ચાલે છે, તેને વિસ્તૃત કરવા માટે ઉક્ત મુનિરાજ તરફથી પ્રયત્ન થયો હતો, સાથે તેઓશ્રીના ઉપદેશથી મુંઝપુર-ગુજરાત નિવાસી શેઠ હેમચંદ પાનાચંદ કે જેઓ ત્યાં યાત્રા અર્થે આવ્યા હતા, તેઓ શ્રીમાને પિતાની ધર્મપત્નિ મંગળાબાઈના નામથી રૂપિયા સાડાપાંચ હજાર ભેટ આપી ઉદારતા બતાવી છે, જેથી આ પાઠશાળાને શ્રાવિકાશ્રમના રૂપમાં ફેરવી નાંખવામાં આવી છે, જેથી ત્યાંના શ્રી સંઘે તેઓશ્રીને સન્માનપત્ર એનાયત કર્યું હતું. તે ઉપરાંત માણસાનિવાસી શેઠ સ્વરૂપચંદ દોલતરામને દિક્ષા આપવામાં આવી હતી. તેમણે સમગ્ર કુટુંબની સમાંત લઈ રાજીખુશીથી ચારિત્ર લીધું હતું. તેઓશ્રીનું નામ મુનિરાજ શ્રી શુભવિજયજી રાખવામાં આવ્યું છે. બીજું અનેક ધાર્મિક કાર્યો થયાં હતાં.
આચાર્ય પદવી પ્રદાન, દરેક કાળમાં અને દરેક સમાજમાં જે મહાન વ્યક્તિઓ પોતાની ફરજ સમજતા શીખે છે, અને તે તે સમાજની પ્રગતિ કરવાની જયારે શક્તિ તેમનામાં પ્રાપ્ત થાય છે એટલે કે લાયકાત જણાય છે તે તે સમાજ તે તે મહાન વ્યક્તિને તેનો મુખ્ય-લીડર નીમી તેમને કોઈ પણ પદવીથી વિભૂષિત કરી તેમના પ્રત્યે પૂજ્યભાવથી જુએ છે, અને તેવું ખાસ કરીને દરેક ધર્મમાં બને છે. આ કાળમાં જૈન દર્શનમાં અનેક ત્યાગી મહાત્માઓને આચાર્ય પદવી શ્રી સંધે આપી પૂજય બનાવી ભક્તિ કરવા સાથે આ કાળમાં ભગવાન તરીકે તેમની ગણના કરી છે, તેવા મહાત્માઓએ પણ જૈન સમાજ ઉપર પોતાના જ્ઞાનને, શક્તિને, અને પ્રભુતાને ઉપયોગ જૈન દર્શનની ઉન્નતિમાં અનેક વખત કરેલ છે એમ ઇતિહાસ આપણને બતાવે છે. કેટલાક વખતથી આ પદપ્રદાન બંધ હતું, હાલમાં કેટલાક વખતથી પદવીદાનના પ્રસંગો આપણે સાંભળીયે
For Private And Personal Use Only