________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
ગ્રંથાવલેકન. ગ્રંથાવલોકન.
શ્રી જીવદયા (માસિક ) અને અભિપ્રાય અર્થે ભેટ મળેલ છે. જેના પ્રકાશક ધી બોમ્બે હ્યુમેનીટરીયન લીગ (મુંબઈની શ્રી જીવદયા મંડળ ) છે કે જે સને ૧૯૧૦ ની સાલમાં જન્મ પામેલી શ્રી જી દયા જ્ઞાન પ્રસારક ફંડ નામની સંસ્થા આઠ વર્ષ કાર્ય કરી પરિવર્તન પામેલી અને નવા સ્વરૂપમાં બહાર આવેલી આ મુંબઈની શ્રી જીવદયા મંડળી છે. આ સંસ્થાનું બંધારણ, ઉદ્દેશ અને ધારા ધારણ વાંચતાં તથા કમીટીના સભ્યોની નામાવળી જતાં તે ભૂતપૂર્વ કરતાં તે વધારે જોખમદાર, વગદાર અને વિશ્વાસપાત્ર નિવડે તેમ જણાય છે. સાથે સંસ્થાને કાર્યભાર નિયમિત ચલાવવા લોકપ્રિયતા અને વિશ્વસનીય થવા અને સાથે પરમાર્થ વ્યવહારીક રીતે કરી બતાવવા જે કાર્યવાટુંક કમીટી નીમવામાં આવી છે તેથી ભવિષ્યમાં આદર્શરૂપ થશે તેમ માનવાને કારણે મળે છે. આ જીવદયા મંડળીમાં ઉત્સાહપૂર્વક ભાગ ગમે તે મનુષ્ય લઈ શકે તેટલા માટે મેમ્બર દાખલ કરવાનું ધોરણ રાખ્યું છે, જે વાસ્તવિક છે. જેથી આ સંસ્થાની સર્વ પ્રવૃત્તિઓથી જનસમાજને વાકેફ કરવા આશય, ઉદ્દેશો અને કાર્યક્રમ યથાસ્થિત લેકોને સમજાવવા, અને વધારે પ્રમાણમાં છવદયાને પવિત્ર ઝુંડે આપણા દેશમાં ફરકાવવા માટે જ તેના કાર્યવાહકોએ આ માસિકને જન્મ આપે છે. આ પ્રથમ અંકમાં આવેલા વિષયે વાંચતાં તેમાંથી ઘણું જાણવાનું મળે છે. કેઈ પણ પ્રાણીનાં દુઃખ દરદ ઓછી કરવા, મરણમાંથી બચવવા, દુઃખીની વહારે ધાવું, નિર્દોષ પ્રાણીની હિંસા, ખેરાક, ફેશન રમતગમત કે શિકારાદિથી થતી અટકાવવા પ્રયાસ કરે વગેરે જીવદયાનાં કાર્યો છે તે જનસમાજને સમજાવવા માટે આવાં માસિકે કે બુકે હેન્ડબીલે વગેરે દેશમાં ચાલતી દરેક ભાષામાં પ્રસિદ્ધ કરી તેને ફેલાવો કરી કે ઉપદેશકો દ્વારા સમજાવવાથી છવદયા વધારે પ્રમાણમાં પળાય છે. આ માસમાં જણાવેલ હકીકત અને કમીટીને ઉદ્દેશ જોતાં તે તેમને કાર્યક્રમ અને ધોરણ જણાય છે, જેથી ખુશી થવા જેવું છે. આ જીવદયા સંસ્થાને દરેક મનુષ્ય તન મન ધનથી તેના કોઈ પણ કાર્યમાં મદદ આપવાની જરૂર છે અને છેવટે તેમાં સભાસદ થઈને કે આ માસિકના ગ્રાહક થઈને પણ પિતાની લાગણી બતાવવાની જરૂર છે. અમે આ સંસ્થાની અને પ્રકટ થયેલ તેના આ માસિકની ઉન્નતિ ઈછીયે છીયે, અને જીવદયાનાં કાર્યમાં તેઓ દિવસાનદિવસ વિજયવંત નીવડે તેમ પરમાત્માની પ્રાર્થના કરીએ છીયે.
વર્તમાન સમાચાર.
ખંભાતમાં જયંતિ, મહામહોપાધ્યાય શ્રીમદ્દ શ્રી વીરવિજયજી મહારાજની માગશર માસની વદી ૮ રવિવારે તા. ૧૪-૧૨-૧૯ ના રોજ સ્વર્ગવાસ તિથિ હોવાથી શ્રી ખંભાતમાં જૈનશાળાના તેલમાં શ્રી
For Private And Personal Use Only