________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ર
શ્રી આત્માનંદ પ્રકાશ ૪ દરેક જૈનસાહિત્યપ્રેમી વિદ્વાનોની એક “જૈન સાહિત્ય પરિષદ” બોલાવી
તેમાં જુદા જુદા વિષયે ઉપર નિબંધ વંચાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. ૫ ઉંચા ધોરણના વિદ્યાથીઓ અથવા સ્કેલને શીખવા શીખવવામાં ઉપયોગી
થઈ પડે એવી રીતથી જુનું જૈન સાહિત્ય તૈયાર કરાવવામાં આવશે. જૈન તત્વજ્ઞાન, ઈતિહાસ અને સાહિત્યના વિષયમાં અભ્યાસીઓની પાસે સવતંત્ર અથવા જુદી જુદી દ્રષ્ટીથી નિબંધ લખાવવામાં આવશે. જુના તામ્રપત્ર, શિલાલેખ, સીકા, ચીત્ર, ન મળી શકે તેવા તેમજ મુશ્કેલીથી મેળવી શકાય તેવા સાહિત્યને સંગ્રહ કરવામાં આવશે. જૈન ધર્મ પાળવાવાળી જાતિઓના ઇતિહાસનો સંગ્રહ કરવામાં આવશે. સંસકૃત, પ્રાકૃત, અપભ્રંશ, કર્ણાટક, તામીલ, તેલુગુ, હિન્દી, ગુજરાતી વિગેરે જે જે ભાષામાંથી જેન સાહિત્ય મળે છે, તે દરેકના માટે જુદી જુદી સુચના કરવામાં આવશે. ભારત વર્ષમાં ઉત્તર-દક્ષીણ હીમાલયથી શરૂ કરી કન્યાકુમારી સુધી અને પૂર્વ પ્રશ્ચિમ ઉડીસાથી કાઠીઆવાડ સુધીમાં જૈન ધર્મનું પ્રાચીન ગૈારવ બતાવનારા જે જે ચિહે છે તે દરેકનું એક સવિસ્તર સૂચીપત્ર બનાવવામાં આવશે. એ સિવાય બીજા અનેક કાર્યો સમાજને હેતુ પાર પાડવા માટે છે, એ માંથી જે જે કાર્યોને જ્યારે જ્યારે આર્થિક તેમજ ઐદ્ધિક સહાયતા મળશે
ત્યારે ત્યારે તે અમલમાં મુકવામાં આવશે. પરંતુ હાલ તે પ્રથમ ત્રિમાસિક પત્ર પ્રગટ કરવામાં આવશે અને તે મારા ફતે આ કાર્યોની થોડી ઘણું શરૂઆત કરવામાં આવશે.
સમાજના મેમ્બર વિગેરે બનવાના નિયમે.
જે ગૃહસ્થ આ સમાજને એક હજાર રૂપિયા અથવા તેથી વધારે રૂપીયા અને
પણ કરશે તેમને “ મેટન” બનાવવામાં આવશે. ૨ રૂા. ૫૦૦) આપનાર ગૃહસ્થને “વાઇસ પેટન ગણવામાં આવશે ૩ રૂા. ૨૫૦) આપનાર ગૃહસ્થને “એની ફેકટરી ગણવામાં આવશે. ૪ રૂા. ૧૦૦] આપનાર ગૃહસ્થને લાઈફ મેમ્બર કહેવામાં આવશે.
દર વર્ષે રૂ. ૧] આપનારને સાધારણ મેઅર કહેવામાં આવશે.
સૂચના–સમાજના દરેક પ્રકારના મેમ્બરને સમાજ તરફથી પ્રગટ થનાર ત્રિમાસિક પત્ર ભેટ આપવામાં આવશે.
For Private And Personal Use Only