________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સાહિત્ય સંશોધક સમાજરહ્યા છે તેઓશ્રીની ખાસ પ્રેરણાથી હાલમાં પૂના શહેરમાં મળેલી પ્રથમ પ્રાય વિદ્યા પરિષદ્રની સમાપ્તિના પ્રસંગ ઉપર જૈન ધર્મની સાથે સંબંધ રાખનાર સમગ્ર વાંડ૦મય ઇતિહાસ તથા તત્વજ્ઞાન વિષયક સાહિત્યના સંશોધન અને પ્રકાશન કરવા માટે ઉપરોક્ત શ્રી જૈન સાહિત્ય સંશોધક સમાજ નામની સંસ્થા સ્થાપન કરવામાં આવી છે જેને ઉદેશ નીચે આપવામાં આવ્યું છે. આ સંસ્થા તરફથી એક ત્રિમાસિક પત્ર પ્રગટ કરવાનો ઠરાવ કરવામાં આવ્યું છે, અને જે પત્ર દ્વારા જૈન સાહિત્યનો પ્રચાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે, જેમાં ઈતિહાસ અને સાહિત્ય સંબંધી તથા તાત્વિક લેખે દાખલ કરવામાં આવશે, જેમાં મુખ્ય કરીને ગુજરાતી તથા હિન્દી ભાષામાં લેખો આપવામાં આવશે. આ પત્રને આદર્શ બનાવવા માટે સાહિત્યના અભ્યાસી મુનિરાજશ્રી જીનવિજયજી મહારાજ સંપાદક તરીકે કાર્ય કરશે તે સાથે લગભગ ૧૦ થી ૧ર જૈનેતર વિદ્વાનોના લેખો આવશે જેથી અને મારા માનવા પ્રમાણે જૈન સાહિત્ય માટે એક આદર્શ રૂ૫ આ ત્રિમાસિક બનશે. વળી ઉકત સંસ્થાનાં બંધારણમાં સભાસદ દાખલ કરવાની પદ્ધતિ પણ જોવામાં આવે છે જેથી દરેક જૈન બંધુએ આ સંસ્થામાં દાખલ થઈ અથવા ત્રિમાસિક પત્રના ગ્રાહક થઈ અથવા તો બીજી કઈ રીતે મદદ કરવાની જરૂર છે. એમ અમે નમ્ર સુચના કરીએ છીએ. ઉકત સંસ્થાના નામ, સ્થાપના અને, ઉદેશાદીક કાર્યનું વર્ણન.
નામ, સ્થાપના, ઉદ્દેશ અને કાર્ય. નામ-આ સંસ્થાનું નામ “ જેન સાહિત્ય સંશોધક સમાજ “Jain Litarary Research Society) રાખવામાં આવેલ છે. સ્થાપના-આ સંસ્થાની સ્થાપના સંવત ૧૯૭૬ ના કારતક સુદી ૧૫ તા ૭ મી નવેમ્બર ૧૯૧૯ ને દિવસે પુના શહેરમાં મુનિરાજ શ્રી જીનવિજયજી મ. હારાજના અધ્યક્ષપણ નીચે કરવામાં આવી છે. ઉદ્દેશ-આ સમાજને ઉદ્દેશ જૈન ધર્મના તત્વ સંબંધી દરેક સાહિત્યને એ તિહાસીક તથા શાસ્ત્રીય પદ્ધતિથી સંશોધન કરવાને તથા પ્રગટ કરવાનો છે. કાર્ય—સમાજના ઉદ્દેશ પુરા કરવા સારૂ નીચે લખેલાં કાર્યો કરવામાં આવશે. સમાજ તરફથી “જૈન સાહિત્ય સંશોધક' નામનું એક ત્રિમાસિક પત્ર બહાર પાડવામાં આવશે. જે જે વિદ્વાને જૈન ધર્મનાં સાહિત્યમાં અથવા શોધખોળમાં પ્રેમ રાખતા હશે તેમને આ સમાજના સભ્ય બનાવવામાં આવશે. જૈન સાહિત્યના વિષયમાં જે કંઈ વિદ્વાનને કેઈપણ બાબત જાણવાની જરૂર હશે તેને દરેક જાતની મદદ આપવામાં આવશે.
For Private And Personal Use Only