________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
શ્રી આત્માનંદ પ્રકાર.
વિદ્વાન સમાજમાં જૈન ધર્મનાં સ્વરૂપ માટે અનભિજ્ઞતા જણાય છે. બદ્ધ ધર્મના ઇતિહાસ અને સાહિત્યનું સંશોધન કરવા માટે દુનીયાના જુદા જુદા પ્રદેશમાં
જ્યારે મોટી મોટી સભા વગેરે સ્થાપિત થયેલ છે, ત્યારે જે ધર્મના અનુયાયીવર્ગ આજ પણ ભારતના રાષ્ટ્રમાં એક મુખ્ય સ્થાન પર અધિષ્ઠીત છે, જેના વિશાળ સાહિત્યસમુદ્રના સેંકડો ગ્રંથરત્ન ભારતના નાના મોટા સેંકડે પ્રાચીન અવચિન પુસ્તકાલયોની શોભા વધારી રહેલ છે, અને જેના અસંખ્ય કીર્તિસ્થંભ ભારતના ચારે ખુણામાં દેખનારના દીલમાં ચમત્કાર ઉત્પન્ન કરી રહેલ છે, તે જૈનધર્મના ઉજજવલ ઈતિહાસ અને સુંદર સાહિત્ય જે ઉત્તમ રીતે સંશોધન-પ્રકાશન કરવા વાળી એવી એકપણ સંસ્થા જેન ધર્મમાં હજી સુધી જન્મ પામી નથી જે અવસ્થા જૈન ધર્મનાં પૂર્વગૈરવનું અભિમાન ધરાવનાર તેમજ તેનું વાસ્તવિક મહત્વ સમજવા વાળા સુજ્ઞ જનેતાના દીલમાં ખેદ ઉત્પન્ન કરે તેવી છે.
ભારતના પુરાતન ઇતિહાસની પૂર્તિ જૈન ધર્મના તદ્વિષય સાહિત્યનું સંશેધન કર્યા વિના કઈ રીતે નહીં થશે. જેથી તેનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધન અને પ્રકાશન કરવા વાળા કોઈ તૈયાર નહીં હોવાથી છુપાઈ રહી માટીમાં મળી જાય છે અને પડ્યા પડ્યા પેટીઓમાં ગલીત થાય છે.
પ્રાચીન જૈન મહાત્માઓએ સંસ્કૃત, પ્રાકૃત, કનડી, ગુજરાતી, હિન્દી વગેરે અનેક ભાષામાં અસંખ્ય ગ્રંથની રચના કરી ભંડાર ભરપૂર બનાવ્યા છે અને અનેક ગ્રંથરત્નો તે એવા અમૂલ્ય છે કે જેની સમાનતા કરવા વાળા ગ્રંથ બીજા ધર્મોનાં સાહિત્યમાં પણ મળી શકતા નથી.
ઉપરની સર્વ વાતેથી જણાય છે કે હજી સુધી જૈન સાહિત્યનું શાસ્ત્રીય પદ્ધતિથી બીસ્કુલ પણ સંશોધન થતું નથી તેમજ વિદ્વાન લેકોને જૈન સાહિત્યને પણ બીલકુલ પરિચય થયો નથી. તેમજ જેથી સાહિત્યનું અને વેષણ પણ કરવામાં આવ્યું નથી તેમજ જૈન સમાજની પિતાનાં સાહિત્યની સં
ધન અને પ્રકાશન કરવા તરફ દ્રષ્ટી પણ હજુ સુધી ગઈ નથી. જો કે અલ્પ પ્રમાણમાં સાહિત્ય જેવી રીતે પ્રગટ થયું છે એવી સ્થિતિમાં સર્વ સાધારણને ઉચિત આદર ન મળે તો તેમાં બીજા કે દોષ સમજ? જેથી જેન સમાજનું એ પરમ આવશ્યક કર્તવ્ય છે કે પોતાના ધર્મનાં પૂર્વ મૈરવનું રક્ષણ અને પ્રકાશન કરવું જોઈએ. એ સર્વ વાત ધ્યાનમાં રાખી કેટલાક ઉત્સાહી અને સાહિત્યપ્રેમી સજજન. ની પૂર્ણ સહાનુભૂતિથી કેવળ સાહિત્યસેવામાં પોતાનું જીવન અર્પણ કરવામાં મુનિરાજશ્રી જીનવિજયજી મહારાજજી હાલમાં સુમારે બે વર્ષથી પૂના શહેરમાં આવેલ ભાંડરકર એરીયન્ટલ રીસર્ચ ઇન્સ્ટીટયુટના સંપૂર્ણ સંબંધમાં આવી તેમની દ્વારા જેન સાહિત્યના સંશોધન અને પ્રકાશન માટે બહુ જ પરિશ્રમ ઉઠાવી
For Private And Personal Use Only