SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજા દિવસની બેઠક ૧૭૭ પંડિત હંસરાજજીએ એ ઠરાવને વધુ અનુમોદન આપ્યું હતું, જેમ કરતાં જણાવ્યું હતું કે-કહેવામાં અને કરવામાં હંમેશાં અંતર રહે છે, અને ઘણી વખત જે બહુ બોલે છે તે કરતા નથી. પણ સંસારમાં દરેક પ્રકારના માણસે બધા નથી હોતા. ઘણુઓ તે કહ્યા વગર કરે છે અને તે ઉત્તમ દરજજાના છે. આપણે આત્મા અ. જરઅમર છે તે છતાં આપણા દેહને મૃત્યુ કયારે આવશે તે આપણે જાણતા નથી. માટે જે કાંઈ સુકૃત કરવું હોય તે આપણે આ ક્ષણેજ કરવું જોઈએ. વિધમી એ તમારા બંધુઓને વટલાવી બીજા ધર્મમાં લઈ જાય છે, તે જોતાં તમારી ધનદોલત અને આખી દુનિયા સુધારવાને ફાકે રાખવે એ કેવું ગણાય? (શરમ શરમના કારો!) તમારે ધર્મ કે છે? આપણા દેશની વિધવાઓ પોતાના ચારિત્ર રનને બચાવવા પ્રાણ આપે છે, છતાં ભૂખ આગળ તેઓ લાચાર બને છે. તમે તેઓ માટે કેવી દયા ધરાવો છો? તમે તમારી શક્તિને કુર. તમારા સામાજિક બળને વધારે. તેજ તમે જૈન દર્શનનો પ્રચાર કરી શકશે. તમારી પાસે પુરતાપુષ્કળ પૈસા છે, પણ તેને ઉપયોગ કરતા નથી આવડતું. આમ સર્વે કોન્ફરન્સના આ કાર્યને ટેકો આપવા તૈયાર થાઓ. કેટલાક એવી વાત ફેલાવે છે કે જે એ જ માંસભક્ષણને ફેલાવે કર્યો છે. એનું નામ સહનશીલતા નથી. એવી બાબત સહન કરવી ન જોઈએ. ખરી સ્થિતિ જાહેર કરી તમારી પરના આક્ષેપ દૂર કરવા જ જોઈએ. દ્રવ્ય તે હમેશાં હોય છે જ, પણ તેના ઉપયોગમાં તેની હ સ્તીને લાભ સચવાશે. જેને પાસે પૈસા, હિમ્મત બધું છે, પણ સ્વાર્થને લીધે તે એવા ભાવને સમજી શક્યા નથી. જ્યારે તે એ ભાવ સમજશે ત્યારે જ તેને ઉદ્ધા૨ થશે. (તાળીઓ). અત્રે મી. ઢઢ્ઢાએ જાહેર કર્યું હતું કે આ ફંડ આખા હિંદુસ્તાનના જેનોના લાભ માટે છે, અને એકલી કોન્ફરન્સ ઑફિસને તે સાથે સંબંધ નહીં રહેશે. એ માટે એક યેજના હવે પછી તૈયાર થશે અને તે જાહેર કરવામાં આવશે. (તાળીઓ). રાત્રિની બેઠક. રાત્રે આઠ વાગે કેન્ફરન્સનું અધુરું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે વખતે પ્રમુખસાહેબ તબિયત બરાબર ન હોવાથી વખતસર આવી ન શકવાથી શેઠ નથમ લજી પ્રમુખ સ્થાને બરાજ્યા હતા, અને શેઠ દેલતરામજી પાછળથી આવતાં તેમણે પ્રમુખપદ લીધું હતું. સ્ત્રી શિક્ષણ જેના પત્રના અધિપતિ મી. દેવચંદ દામજી કંડલાકરે દરખાસ્ત કરી કે જેને કન્યાઓમાં શિક્ષણને પ્રસાર જેમ વધે તેમ કરવાની જરૂર છે, અને તે માટે તેમાં For Private And Personal Use Only
SR No.531198
Book TitleAtmanand Prakash Pustak 017 Ank 06 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1919
Total Pages56
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy