________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાદરી-મારવા શહેરમાં મળેલી બારમી શ્રી જૈન છે. કેન્ફરન્સ. ૧૬૧ સાદરી-મારવાડ શહેરમાં મળેલી બારમી શ્રી જૈન
શ્વેતાંબર કેન્ફરન્સ.
સંવત ૧૯૭૬ ના પોશ શુદર-૩-૪ બુધ-ગુરૂ-શુક્રવાર તા. ૨૮-૨૫૨૬
1 ડીસેમ્બર સને ૧૯૧૯
પ્રથમ દિવસ.. ૌડવાડ-મારવાડના પ્રસિદ્ધ ગામ સાદરીમાં આ વખતે મળેલી જેન કેન્ફરન્સ વિજયવતી થઈ છે. મારવાડ ભૂમિમાં મળેલી આ કોન્ફરન્સથી મારવાડી અને પંજાબી જેને બંધુઓમાં સામાજિક-ધાર્મિક જાગૃતિ ઉત્પન્ન થઈ છે. જે સમાજના જીવન-વિકાસની શક્તિનું સ્વરૂપ કેટલેક અંશે તેમાં થયેલ કાર્યોથી પ્રગટ થઈ આવ્યું છે.
કેન્ફરન્સની બેઠક શ્રીરાણપુરજી તીર્થયાત્રા કરવા જતાં રસ્તા ઉપરની જૈન ધર્મશાળામાં ઉભા કરેલા ખેંચાયુકારક સુશોભિત મંડપમાં કરવામાં આવી હતી. આ વખતે ખુરશીની બેઠકને બદલે જાજમ ઉપરની બેઠક કરેલી હોવાથી અને તે ચિત્તાકર્ષક બનાવેલી હોવાથી પ્રાચીન કાળની સભાઓ-સંમેલનની યાદ તાજી થતી હતી. આ સંમેલનમાં ચતુર્વિધ શ્રી સંઘની હાજરી હતી.
કોન્ફરન્સ અહીં મળવાનું કારણ ગયા વરસમાં અત્રે શ્રી આત્મારામજીના શિષ્ય શ્રી ૧૦૦૮ શ્રી વલભવિજયજી મહારાજ અત્રે ૧૦ ઠાણા સાથે પધાર્યા હતા. જે વખતે સાદડીના જેનોએ તેમને મોટું સામૈયું કરી પધરામણી કરી હતી. તેમનાં આગમનથી કેળવણીનાં ફંડમાં તેઓશ્રીના પ્રયાસથી જ રૂપિયા સવા લાખની મોટી રકમ એકઠી થઈ હતી. વળી અત્રેથી ચાર ગાઉ ઉપર આવેલા બાલી ગામમાં પણ તેમના પ્રયાસથી રૂપિયા પિ લાખની, સાત ગાઉ ઉપર આવેલા દારા ગામમાં રૂપીઆ બાવીશ હજારની રકમ, લોઠારા ગામમાં આઠ હજારની રકમ, કેટ ગામમાં રૂપીઆ પાંચ હજારની રકમ અને બીજા ગામમાં મળી કેળવણી ફંડમાં રૂપીઆ અઢી લાખની મેકી રકમ એકઠી થઈ છે અને હજુ પણ એકાદ લાખ રૂપીઆની રકમ એકઠી થવાની વકી છે. તેઓશ્રીના ઉપદેશથી અત્રેના જેનેએ બારમી શ્રી જેને વેતાંબર કોન્ફરન્સનું . અધિવેશન કરવા વિચાર કર્યો હતો અને લગભગ બે મહીના પરજ તે માટે પાકે વિચાર થવા છતાં અત્રેના રહીશોએ ઘણુ ઉમંગથી તે માટેની તૈયારીઓ કરીને
For Private And Personal Use Only