________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
માર્ગ કદિ પણ બંધ થતો નથી. જે મનુષ્ય આ વાત સારી રીતે સમજીને ગ્રહણ કરે, તેના પર વિશ્વાસ રાખે અને તેને પિતાનાં જીવનને ઉદ્દેશ બનાવી લે તે પછી મનુષ્યની ઉન્નતિની કશી સીમા રહેતી નથી. મનુષ્યનું તે એજ કર્તવ્ય છે કે તેણે સર્વદા યથાશકિત ઉદ્યોગ કરતાં રહેવું, ચિત્તમાં અશાંતિ જરાપણુ આવવા દેવી નહિ અને પોતાના ઉદ્યોગનું શું પરિણામ આવશે તેની લેશ પણ પરવા કરવી નહિ.
આત્મનિર્બળતાનું એક બીજું પણ કારણ છે. તે એ છે કે પ્રાયે કરીને મનુષ્ય એમ સંકલ્પ કરે છે કે અમુક કાર્ય જે અમુક પ્રકારે કર્યું હોત તો અમુક પરિણામ આવત. આવા સંકલ૫ વિક૯પ કરવામાં સમય અને શકિતને વ્યર્થ ઉપયોગ થાય છે. જે બનવાનું હતું તે બન્યું. એને માટે શેચ કર ફેકટ છે. પરંતુ જે બનવાનું છે તેના પર તે વિચાર કરવું જોઈએ, જે મનુષ્ય ભૂતકાળની બાબતેને માટે શાચ કર્યા કરે છે તે ભવિષ્યનાં કાર્યો પણ બગાડી મુકે છે, તેથી તેને કઈ પણ કાર્યમાં સફળતા મળી શકતી નથી. જયારે મનુષ્ય જીવનસંગ્રામમાં લડતા લડતા થાકી જાય છે ત્યારે પ્રકૃતિદેવી તેને પ્રેમથી એમ કહેતી માલુમ પડે છે કે “પ્રિય પુત્ર ! અત્યારે જે કાંઈ કાર્ય તમે હાથમાં લીધું છે તે ઉત્તમ રીતિથી કરે, એમાં જ તમારી સઘળી બુદ્ધિ અને શકિત પૂર્ણ રૂપથી લગાવી દે કે જેથી કરીને ભવિષ્યને માટે તમે સારી તૈયારી કરી શકે અને તમે યેગ્યતા પ્રાપ્ત કરી શકો. તમારી પાસે જે કાંઈ જ્ઞાન અને બુદ્ધિને ખજાને હોય તે સર્વ તમે સ્વીકારેલ કાર્ય કરવામાં લગાવી દે” જ્યારે તમે આમ કરશે ત્યારે તમને કહેવામાં આવશે કે તમે યથાશકિત સારું કર્યું છે. “ જ શરત એ સૂત્ર મનનપૂર્વક હમેશાં લક્ષમાં રાખે. ભૂતકાળ તરફ નજર ન કરે; કેમકે થઈ ગયેલી બાબતે માટે પશ્ચાતાપ કર વ્યર્થ છે. જે વાત બની ગઈ તે કોટિ પ્રયત્ન કરવા છતાં અણબની થવાની નથી. એમાં કોઈ પણ પરિવર્તન થઈ શકતું નથી, તેથી જ તેને માટે પશ્ચાતાપ અને શોક કરી હૃદય બાળવું નિરર્થક છે. બની ગયેલી બાબતે ઉપરથી વર્તમાન અને ભવિષ્યને માટે ધડે લેવો જોઈએ. એવી રીતે કાર્ય કરવું જોઈએ કે જે ભૂલે પહેલાં થઈ ગઈ હોય તે ફરીથી ન થવા પામે. આનું પરિણામ એ આવશે કે તમારો અનુભવ દિનપ્રતિદિન વધતું જશે, જ્ઞાન પણ વૃદ્ધિ પામતું જશે અને આ માનવજીવનનું સાધ્યબિંદુ પ્રાપ્ત કરવા તમે અવશ્ય ભાગ્યશાળી બનશે.
For Private And Personal Use Only