________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદ્યોગપરાયણતા.
૧૫૯
,
અની ગયા અને તેથી કાંઇ કરી શકવાના નથી. હવે તેા ખીજા જન્મમાં કરશુ. આ વૃદ્ધાવસ્થાના ભયથી આત્મવિશ્વાસ ન્યૂન થઇ જાય છે. કિન્ને કોઇ તેને ઉન્નતિ સાધવાસ્તુ' કહે તે વૃદ્ધાવસ્થાથી ડરનારા મનુષ્ણેા કહેવા લાગે છે કે “ભાઇ, તમારૂં કહેવું યથાર્થ છે. અમને અમારી ઉન્નતિ સાધવાની ઇચ્છા થાય છે, પરંતુ હવે તે વાત ખાળકાને માટે વધારે ઉપયોગી થઇ પડશે. અમારી વિદ્યાથી અવસ્થામાં જો તે વાત તમે કરી હાત તા તે દિશામાં પ્રયત્ન થઇ શકત. હવે તે અમારા કેશ સફેત થઇ ગયા અને તેથી અમારે માટે તે તેમ કરવાના સમય ચાણ્યા ગયે છે. યુવાવસ્થામાં જ જે કાર્ય કરવુ' હાય છે તે થઈ શકે છે. ” પરંતુ નહિ, આવા નબળા વિચારો કરવા તે એક પ્રકારની ભૂલ છે. હવે કાર્ય કરવાના સમય ચાલ્યે! ગયા છે એવા વિચાર કઢિ પશુ ન કરવા. સત્યની શોધ કરવાને વાસ્તે અને તેને પોતાનાં જીવનમાં સંમિલિત કરવાને વાસ્તે એમ કર્દિ પણ ન સમજવું કે ચેગ્ય સમય વ્યતીત થઇ ગયે છે. માત્ર અધિક ઉદ્યાગ કરવાની અને અધિક ચિત્ત ચોંટાડવાની જ આવશ્યકતા છે. જે મનુષ્યમાં આત્મખળ છે, આત્મવિશ્વાસ છે તે કદાપિ એમ નથી વિચારતે કે અમુક કાર્ય કરવાના હવે સમય રહ્યા નથી. જ્યાંસુધી શ્વાસેશ્વાસ ચાલતા હાય છે ત્યાં સુધી મનુષ્ય આત્માન્નતિ કરી શકે છે, વૃદ્ધાવસ્થામાં કાર્ય કરવામાં પરિશ્રમ વિશેષ - પડે છે એ ચાક્કસ છે, પરંતુ આત્મવિશ્વાસનાં બળથી ઉદ્બેગપરાયણુ મનુષ્ય તેની પરવા કરતે નથી. તેનું આત્મખળ તેને હુંમેશાં યુવાન જ રાખે છે. તેને નવી નવી જાતા જાણવાની મળે છે જેથી તે હમેશાં ઉત્સાહિત રહે છે. આ વાતનાં સમર્થન રૂપે અનેક ઉદાહરણા આપી શકાય તેમ છે, જેનાથી આપણને પ્રતીત થાય છે કે અનેક દ્વેશી વિદેશી લેાકેાએ માટી ઉમ્મરે પહોંચ્યા પછી ઉદ્વેગ કરવાના પ્રારંભ કર્યો હતા અને આખરે સોંપૂર્ણ સફલતા મેળવી હતી. ફારસી ભાષાના સુપ્રસિદ્ધ કવિ અને ગ્રંથકાર શેખ સાદીએ પેાતે એક સ્થળે લખ્યુ છે કે ‘ મારી ચાલીશ વર્ષોંની વય થઈ ત્યાં સુધી મને કઇપણુ આવડતુ નહતુ. ' આટલી મેાટી ઉમર સુધી તેને કાઇ પણ ભાષાને એક પશુ અક્ષર આવડત નહેાતા; પરંતુ એ જ શેખસાદીએ એવાં એવાં મહત્વપૂર્ણ પુસ્તકા લખ્યા છે કે જેની પુર'ધર વિદ્વાના મુકતક કે પ્રશંસા કરે છે. સુવિખ્યાત તત્વવેત્તા સાક્રેટીસે વૃદ્ધાવસ્થામાં સંગીતકળા શીખવાના પ્રારંભ કર્યા હતા. કેટાએ એંશી વર્ષની ઉમ્મરે યુનાની ભાષા શીખવાનું શરૂ કર્યું હતું. પ્લુટાકે પણ એંશી વર્ષની ઉમ્મરે લૅટીન ભાષાના અભ્યાસ પૂર્ણ ઉત્સાહથી શરૂ કર્યાં હતા. જે લેાકેા વૃદ્ધાવસ્થાના ભયથી કાર્ય કરવામાં હુતાત્સાહ બની જાય છે તેને ઉપરાત ઉદાહરણેાથી માત્સાહન મળવુ જોઈએ, જ્યાં સુધી મનુષ્ય પોતે બંધ કરી દ્વેતા નથી ત્યાં સુધી સત્ય અને ઉત્તમ જીવનના
For Private And Personal Use Only