________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮ -
શ્રી આત્માન પ્રકાશ.
સમાજને ભારરૂપ લેખાય છે. જે દેશમાં આવા લોકે મોટા પ્રમાણમાં વસતા હોય છે તે દેશ સમય જતાં રસાતળ જાય છે એ નિર્વિવાદ છે. જે દેશના મનુષ્યો સાહસિક વૃત્તિવાળા, પરિશ્રમી અને ઉઘોગી હોય છે તે દેશ અલ્પ સમયમાં ઉન્નતિના શિખરે પહોંચી શકે છે. જ્યારથી ભારતવાસીઓ પુરૂષાર્થની અવજ્ઞા કરવા લાગ્યા અને પુરૂષાર્થહીન બની દૈવ ઉપર અંધ વિશ્વાસ રાખવા લાગ્યા ત્યારથી ભારતવર્ષની પતિત અવસ્થાને આરંભ થયે છે એ વાતની ના પાડી શકાય તેમ નથી.
ખરેખરા ઉદ્યોગપરાયણ મનુષ્ય કદિ પણ હતોત્સાહ બનતા નથી. તેઓ નિષ્ફળતાને ભાગ્યજન્ય સમજતા નથી, પરંતુ સફલતાનું કારણ માને છે. “નિષ્કલતામાં જ સફલતા રહેલી છે” એ વચન ઉપર તેઓને સંપૂર્ણ પ્રતીતિ હોય છે, અને તેથી જ તેઓ નિષ્ફળતા અને મુશ્કેલીઓની લેશ પણ પરવા કરતા નથી. પરંતુ પુનઃ પુન: યથાશક્તિ પરિશ્રમ અને ઉદ્યોગ કયાં કરે છે. ઉદ્યોગની સામે સફલતા હાથ જોડીને ઉભી રહે છે. આજે સફળતા ન મળી તે કાલે પુન: ઉઘોગ કરે; એટલું તે ચોક્કસ છે કે પરિશ્રમ અને ઉદ્યોગ બરાબર રીતે સતત કરવાથી કોઈ ને કઈ દિવસે સફલના અવશ્ય મળશે જ. જે મનુષ્ય યથાશક્તિ ઉઘોગ કરે અને હમેશાં નવીન શક્તિ તથા નવીન ઉત્સાહપૂર્વક કામ કરે તે સફળતા ન મળે એ વાત અસંભવિત છે. એક વિદ્વાનનું કથન છે કે “સફલતા વા નિષ્ફળતાનો બિસ્કુલ વિચાર ન કરે, યથાશક્તિ ઉદ્યોગ યાને પુરૂષાર્થ કર્યા કરે અને પોતાની શક્તિઓને સદુપયોગ કરતા રહે. નિરંતર ઉઘોગપરાયણ રહેવામાં સફલતા રહેલી જ છે.”
સફલતા પ્રાપ્ત કરવાનું કાર્ય કઠિન છે એ વાત નિ:સંદેહ છે. પરંતુ લોકો માને છે તેટલું તે કઠિન નથી. ઘણું મનુષ્ય એવા હોય છે કે જેઓને પ્રત્યેક કાર્ય માં સંદેહ રહે છે. તેઓ સદા એવું કહે છે કે સફળતા મળશે એવી કોઈ ખાતરી આપે તે કાર્ય થઈ શકે. તેઓને એ ભય પણ રહે છે કે કદાચ અમારા કામની કઈ કદર ન કરે. આવા મનુષ્યનું જીવન કદાપિ ઉત્તમ કોટિનું કહી શકાતું નથી. તેઓ પિતે પોતાની ઉન્નતિ સાધવામાં મુશ્કેલીઓ ઉભી કરે છે. પિતાનાં આલસ્યને લઈને કાર્ય ન કરવાનાં છેટાં ન્હાનાં બતાવ્યા કરે છે. આ પ્રકારે તેઓનું બળ દિવસે દિવસે ઘટતું જાય છે અને અંતે એક પણ ઉપયેગી કાર્ય તેઓ કરી શક્તા નથી. પ્રત્યેક મનુષ્ય યુકિતપુર:સર કાર્ય કરવાની પિતામાં શકિત ઉન્ન કરવાની ખાસ જરૂર છે.
મનુષ્યમાં આત્મનિર્બલતા ઉત્પન્ન થવાનું એક એ પણ કારણ છે કે તેઓમાં વૃદ્ધાવસ્થાના વિચારે ઉપન્ન થાય છે. તેઓ એમ વિચારે છે કે હવે તે અમે વૃદ્ધ
For Private And Personal Use Only