________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ. ઈએ અને તેમ કરવું જોઈએ, પરંતુ શસ્ત્રને હાથમાં કદિ પણ ન લઈએ, તે રણસંગ્રામમાં કદાપિ સફળતા મળી શકતી નથી.
જે મનુષ્ય શુદ્ધ હૃદયથી પ્રત્યેક કાર્ય યથાશકિત ઉઘોગપૂર્વક કરવાની ઈચ્છા રાખે છે તેનાં જીવનમાં આ વાત પ્રતિપલ પ્રકટ થયા કરે છે. તુચ્છમાં તુચ્છ કાર્યમાં પણ પૂર્ણ ઉદ્યોગની આવશ્યકતા છે. સહુ કઈ જાણે છે કે સૂર્ય કેવળ મોટી વસ્તુઓ પર પ્રકાશ નથી, પરંતુ જમીન ઉપર પડેલી નજીવી વસ્તુઓ ઉપર તેમજ મોટા પર્વતના શિખર ઉપર સરખી રીતે તેને તેજસ્વી પ્રકાશ પડે છે. જે રાસાયણિક ગુણ સમુદ્રનાં સંપૂર્ણ પાણીમાં રહેલો છે તે પાણીનાં એક બિંદુમાં પણ રહેલો છે. એ મુજબ કાર્ય કરતી વખતે આપણે એમ વિચાર ન કરે જોઈએ કે આ કામ નજીવું છે, તેથી તેમાં વધારે ધ્યાન આપવાની જરૂરીયાત નથી, ન્હાનાં મેટાં સર્વ કાર્યો યથાશક્તિ ઉત્તમ રીતિથી કરવાં જોઈએ. કોઈ પણ કાર્ય ગમે તેટલું હાનું હોય તો પણ તે હમેશાં ઉત્તમ રીતે કરવું જોઈએ. કદાચ કોઈ કાર્ય હલકું હોય તે પણ આપણું હૃદય તેમાં પુરેપુરું લગાવીને તેને ઉચ્ચ કોટિનું બનાવવા પ્રયત્ન કરવા જોઈએ.
નવી વાતો તરફ બેદરકારીથી દુર્લક્ષ રહેવું તે કદી પણ યોગ્ય નથી. ન્હાનાં ન્હાનાં કાર્યો તરફ આપણે બેદરકાર રહેશું તો મોટાં મોટાં કાર્યોમાં કદિ સફળતા મળી શકશે નહિ. મોટાં કાર્યો સારી રીતે કરવા માટે એ જરૂરનું છે કે આપણે ન્હાનાં કાર્યો સારી રીતે કરવા જોઈએ. કોઈ પણ કાર્ય જેવું થવું જોઈએ તેવું જ્યાં સુધી થાય નહિ ત્યાં સુધી મનુષ્ય સંતુષ્ટ થવું જોઈએ નહિ. અત્ર એટલું મરણમાં રાખવાનું છે કે જે કાર્ય કરવા એગ્ય હોય છે તે અવશ્યમેવ સારું કરવા યોગ્ય હોય છે.
જે મનુષ્ય હંમેશાં યથાશક્તિ ઉત્તમ રીતિથી કાર્ય કરવામાં ઉદ્યોગપરાયણ રહે છે તે તીણબુદ્ધિ અને ચાલાક બને છે. નજીવી વાતમાં પણ તે પિતે ધ્યાન રાખતા શીખે છે. જગના લોકે પિતાનું કાર્ય જોઈને શું કહેશે તેની તે દરકાર રાખતું નથી, પરંતુ તે તો એકજ વાત ધ્યાનમાં રાખે છે કે જે કાર્ય હું કરું છું તે પિતાને કરવા યોગ્ય છે કે નહિ. બીજા લેકે પિતાનાં કાર્ય વિષે કેવા વિચારો બધે છે તેની મુંઝવણમાં જે મનુષ્ય પડે છે તે કંઈ પણ કરી શકતા નથી અને તેને કદિ શાંતિ પણ મળી શકતી નથી. સામાન્ય જનસ્વભાવ જ એ છે કે આપણે સારામાં સારું કાર્ય કરશું તે પણ લોકો તેમાં કોઈને કોઈ દોષ શોધી કાઢવા મથવાના. કાર્યનાં પ્રમાણમાં બીજા લોકોનો વિરોધ હોય છે જ. જે આપણે આ વિરોધનાં
For Private And Personal Use Only